Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

37 અઠવાડિયા સુધી પ્રેગ્નન્સીથી અજાણ રહી યુવતી, ટોયલેટમાં જ આપ્યો પુત્રને જન્મ

 અમેરિકામાં આ યુવતી સાથે એક વિચિત્ર ઘટના થઇ છે. એક યુવતી સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તે બીજા શહેરમાં બિઝનેસ ટ્રીપ પર ગઈ હતી અને હોટલમાં રોકાઈ રહી હતી. તેને પણ આશ્ચય થયું કે તે આ આ રીતે  પ્રસૂતિની પીડા વિના બાળકને જન્મ આપશે, તેને હતું કે પેટમાં દુખાવો થઇ રહ્યો છે તેથી તે બાથરૂમમાં ગઈ. પરંતુ ત્યાં તેણે બાળકને જન્મ આપ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતી બીજા શહેરમાં બિઝનેસ ટ્રીપ પર ગઈ હ
37 અઠવાડિયા સુધી પ્રેગ્નન્સીથી અજાણ રહી યુવતી  ટોયલેટમાં જ આપ્યો પુત્રને જન્મ
 અમેરિકામાં આ યુવતી સાથે એક વિચિત્ર ઘટના થઇ છે. એક યુવતી સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તે બીજા શહેરમાં બિઝનેસ ટ્રીપ પર ગઈ હતી અને હોટલમાં રોકાઈ રહી હતી. 
તેને પણ આશ્ચય થયું કે તે આ આ રીતે  પ્રસૂતિની પીડા વિના બાળકને જન્મ આપશે, તેને હતું કે પેટમાં દુખાવો થઇ રહ્યો છે તેથી તે બાથરૂમમાં ગઈ. પરંતુ ત્યાં તેણે બાળકને જન્મ આપ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતી બીજા શહેરમાં બિઝનેસ ટ્રીપ પર ગઈ હતી. 37 અઠવાડિયાની ગર્ભવતી છોકરીને લાગ્યું કે તેને પેટમાં દુખાવો છે. જો કે, પ્રસુતિની પીડા વિના તે આ રીતે બાળકને જન્મ આપશે, તેની આ યુવતીને પણ ખાતરી નહોતી. અમેરિકાના લુઇસિયાનામાં રહેતી આ યુવતીનું નામ વિક્ટોયા વેનિસ છે. વિક્ટોયાએ કહ્યું- 'ત્યાં સુધીમાં મને ખબર  જ ન પડી કે મને સમજાયું પણ નહીં કે હું એક બાળકને જન્મ આપવા જઈ રહી છું, હું કંઇ સમજુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. 'ડેઇલી મેઇલ'ના અહેવાલ મુજબ, વિક્ટોયાની ચાર વર્ષની પુત્રી પણ છે. તેની દીકરી પણ પેટ દર્દના કારણે બીમાર થઈ ગઈ, ત્યારે વિક્ટોયાને લાગ્યું કે તેને પણ આવો જ દુખાવો હશે.
સિંગલ મધર વિક્ટોયા તેના બીજા બાળકને દત્તક આપવા માંગતી હતી, પરંતુ આવી અનોખી ડિલિવરી જોઈને તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. હવે તેણે આ બાળકને પણ પોતાની સાથે રાખવાનું નક્કી કર્યું છે.  તેણે આ બાળકનું નામ તેના દાદાના નામ પરથી રોકી રાખ્યું છે.
આ ઘટનાનું વર્ણન કરતાં વિક્ટોયા વેનિસે સોશિયલ મીડિયા પર લખ્યું- “મેં મારા બાળકને ટોયલેટમાં જન્મ આપ્યો. મને લાગ્યું કે મને શૌચ જવું હશે, પણ પછી મને બાળક છે એમ ખબર પડી .મને ટેકો આપવા બદલ બધાનો આભાર. આ કોઈ ચમત્કારથી ઓછું નથી.
વિક્ટોરિયાએ લખ્યું કે મે મારા બાળકને ટુવાલમાં વપેટી લીધું અને આ વિશે મારી માતાને સૂચના આપી. આ પછી તબીબી ટીમ મદદ માટે આવી, જે વિક્ટોયા અને તેના બાળકને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ. વિક્ટોયા ગ્રાફિક ડિઝાઇનર અને સોશિયલ મીડિયા મેનેજર છે, તમને જણાવી દઈએ કે વિક્ટોયા ગ્રાફિક ડિઝાઈનર અને સોશિયલ મીડિયા મેનેજર છે. બિઝનેસ ટ્રીપ દરમિયાન તે જ્યોર્જિયાની એક હોટલમાં રોકાઈ હતી.
Advertisement
Tags :
Advertisement

.