Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુએન હ્યુમન એમ્બેસેડર એન્જેલીના જોલી અચાનક યુક્રેન પહોંચી

હોલીવુડ અભિનેત્રી અને યુએન હ્યુમન એમ્બેસેડર એન્જેલીના જોલી અચાનક પશ્ચિમ યુક્રેનના લ્વીવ શહેરમાં પહોંચી અને બાળકોને મળી હતી. લ્વિવ શહેરના ગવર્નર મેક્સિમ કોઝિત્સ્કીએ આ મુલાકાત અંગે સોશિયલ મીડિયા માહિતી આપી. હોલીવુડ અભિનેત્રી અને યુએન હ્યુમેનિટેરિયન એમ્બેસેડર એન્જેલીના જોલીની મોટી ફેન ફોલોઈંગ છે. ચાહકો એન્જેલિના જોલીના ફોટા અને વીડિયોને ખૂબ પસંદ કરે છે.  અને દર્શકો તેના પર à
02:35 PM May 01, 2022 IST | Vipul Pandya
હોલીવુડ અભિનેત્રી અને યુએન હ્યુમન એમ્બેસેડર એન્જેલીના જોલી અચાનક પશ્ચિમ યુક્રેનના લ્વીવ શહેરમાં પહોંચી અને બાળકોને મળી હતી. લ્વિવ શહેરના ગવર્નર મેક્સિમ કોઝિત્સ્કીએ આ મુલાકાત અંગે સોશિયલ મીડિયા માહિતી આપી. 
હોલીવુડ અભિનેત્રી અને યુએન હ્યુમેનિટેરિયન એમ્બેસેડર એન્જેલીના જોલીની મોટી ફેન ફોલોઈંગ છે. ચાહકો એન્જેલિના જોલીના ફોટા અને વીડિયોને ખૂબ પસંદ કરે છે.  અને દર્શકો તેના પર ઘણો પ્રેમ વરસાવે છે. સિનેમાની દુનિયા સિવાય એન્જેલિના જોલી ઘણી એક્ટિવ રહે છે અને ઘણી ચર્ચામાં રહે છે. દરમિયાન, એન્જેલીના જોલિન શનિવારે અચાનક પશ્ચિમ યુક્રેનના લ્વિવ શહેરમાં પહોંચી અને બાળકોને મળી. લ્વિવના ગવર્નર મેક્સિમ કોઝિત્સ્કીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. આ  મુલાકાતમાં યુદ્ધ મિશાઇલની સાયરન વાગી હતી અને તેણે બંકરમાં છુપાવું પડ્યું હતું. તેણે એક કેફેની મુલાકાત પણ લીધી હતી.


એન્જેલિના જોલીના ફોટા - વીડિયો વાયરલ
કોઝિત્સ્કીના જણાવ્યા અનુસાર, 2011 થી, યુએન માનવાધિકાર આયોગની વિશેષ શરણાર્થી દૂત એન્જેલિના લ્વિવમાં  વિસ્થાપિત લોકોને મળવા અહીં આવી હતી. આમાં એવા બાળકોનો પણ સમાવેશ થાય છે કે જેઓ એપ્રિલની શરૂઆતમાં ક્રમાટોર્ક્સ રેલ્વે સ્ટેશન પર મિસાઈલ હુમલામાં ઘાયલ થયા બાદ અહીં સારવાર લઈ રહ્યા છે. કોઝિત્સ્કીએ લખ્યું, 'એન્જેલીના બાળકોની વાતો સાંભળીને ખૂબ પ્રભાવિત થઈ. એક છોકરીએ તેને તેના સપના વિશે પણ કહ્યું.

એન્જેલીના જોલી યુક્રેનની તરફેણમાં છે
ગવર્નરે કહ્યું કે એન્જેલિનાએ એક સ્કૂલની મુલાકાત પણ લીધી હતી અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે મીટિંગના ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા. આ દરમિયાન તેણીએ વચન આપ્યું હતું કે તે લ્વીવ પરત આવશે. યાદ કરો કે એન્જેલીના જોલીનું નામ એ થોડા સ્ટાર્સમાંનું  છે જે શરૂઆતથી જ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વિશે ખૂલીને વાત કરી રહ્યા છે. ફેબ્રુઆરીમાં એન્જેલિનાએ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'તમારા જેવા ઘણા લોકો છે, હું યુક્રેનના લોકો માટે પ્રાર્થના કરી રહી છું.'
Tags :
AngelinaJolieEntertainmentNewsGujaratFirstukrainvisit
Next Article