ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રીલંકા સામે ઉમરાન મલિકે ફરી ચોંકાવ્યા, 155 KPH નો પોતાનો જ રેકોર્ડ તોડ્યો

IND vs SL 1st ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ઉમરાન મલિકે ફરી એકવાર પોતાની ઝડપી ગતિથી બધાને ચોંકાવી દીધા છે. ગુવાહાટીમાં રમાઈ રહેલી આ મેચમાં તેણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. આ મેચમાં તેણે 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ભારતીય ફાસ્ટ બોલર દ્વારા ફેંકવામાં આવેલો આ સૌથી ઝડપી બોલ હતો. આ પહેલા પણ આ રેકોર્ડ ઉમરાન મલિકના નà
06:20 PM Jan 10, 2023 IST | Vipul Pandya
IND vs SL 1st ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ઉમરાન મલિકે ફરી એકવાર પોતાની ઝડપી ગતિથી બધાને ચોંકાવી દીધા છે. ગુવાહાટીમાં રમાઈ રહેલી આ મેચમાં તેણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. આ મેચમાં તેણે 156 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ભારતીય ફાસ્ટ બોલર દ્વારા ફેંકવામાં આવેલો આ સૌથી ઝડપી બોલ હતો. આ પહેલા પણ આ રેકોર્ડ ઉમરાન મલિકના નામે હતો. તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો.
બીજી ઓવરમાં 156ની સ્પીડથી આ બોલ ફેંક્યો હતો
ઉમરાને અગાઉ શ્રીલંકા સામે રમાયેલી ટી20 શ્રેણીમાં 155ની ઝડપે બોલ ફેંક્યો હતો. તેણે ટી20 સીરીઝની પહેલી જ મેચમાં આ બોલ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા તરફ ફેંક્યો હતો. હવે વનડે શ્રેણીમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં તેણે નવો રેકોર્ડ બનાવ્યો છે. ઉમરાને તેની બીજી ઓવરમાં 156ની સ્પીડથી આ બોલ ફેંક્યો હતો. દિવસે ને દિવસે તેની ઝડપી બોલિંગ ઉમરાન તરફથી જોવા મળી રહી છે.
1999માં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં 154.5ની ઝડપે બોલ ફેંક્યો હતો
ઉલ્લેખનીય છે કે, ઉમરાન મલિક પહેલા ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ  શ્રીનાથના નામે હતો. તેણે 1999માં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં 154.5ની ઝડપે બોલ ફેંક્યો હતો. હવે ઉમરાન મલિકે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
બાબતમાં ઈરફાન પઠાણ 153.7ની સ્પીડ સાથે ત્રીજા
આ સિવાય સૌથી ઝડપી બોલ ફેંકવાની બાબતમાં ઈરફાન પઠાણ 153.7ની સ્પીડ સાથે ત્રીજા, મોહમ્મદ શમી 153.3ની સ્પીડ સાથે ચોથા ક્રમે, જસપ્રીત બુમરાહ 153.26ની સ્પીડ સાથે પાંચમા, ઈશાંત શર્મા 153.26ની સ્પીડ સાથે છઠ્ઠા ક્રમે છે. 152.6, ઉમેશ યાદવ 152.5. સાથે સાતમા અને વરુણ એરોન 152.5ની સ્પીડ સાથે આઠમા નંબરે છે.  
આપણ  વાંચો- શ્રીલંકા સામેની પહેલી વન-ડેમાં ભારતની ભવ્ય જીત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
CricketNewsGujaratFirstIndianCricketTeamindvslINDvsSL1stODIRohitSharmaTeamIndiaUmranMalik
Next Article