Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુક્રેનના પાયલટ 'Ghost of Kyiv' નું મોત, રશિયાના 40 ફાઈટર પ્લેન તોડી પાડ્યા હતા

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 2 મહિના કરતા વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ હાર માનવા તૈયાર નથી. રશિયા દિવસે દિવસે આક્રમક હુમલાઓ કરી રહ્યું છે તો યુક્રેન પણ રશિયાને ટક્કર આપી રહ્યું છે. આ યુદ્ધમાં બંને દેશના અનેક સૈનિકો માર્યા ગયા છે. 40 રશિયન ફાઇટર જેટને તોડી પાડનાર 'Ghost of Kyiv' નું ગયા મહિને મૃત્યુ પામ્યું હતું. યુક્રેનિયન પાયલટની ઓળખ મેજર સ્ટેપન તારાબાલ્કા તરીકે થઈ છે. મળત
યુક્રેનના પાયલટ  ghost of kyiv  નું મોત  રશિયાના 40 ફાઈટર પ્લેન તોડી પાડ્યા હતા

રશિયા
અને યુક્રેન વચ્ચે છેલ્લા 2 મહિના કરતા વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને
દેશ હાર માનવા તૈયાર નથી. રશિયા દિવસે દિવસે આક્રમક હુમલાઓ કરી રહ્યું છે તો
યુક્રેન પણ રશિયાને ટક્કર આપી રહ્યું છે. આ યુદ્ધમાં બંને દેશના અનેક સૈનિકો
માર્યા ગયા છે.
40 રશિયન ફાઇટર જેટને તોડી
પાડનાર '
Ghost of Kyiv' નું ગયા મહિને મૃત્યુ પામ્યું હતું. યુક્રેનિયન
પાયલટની ઓળખ મેજર સ્ટેપન તારાબાલ્કા તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ
13 માર્ચે તેમનું મૃત્યુ થયું હતું જ્યારે દુશ્મનો
સામે લડતી વખતે તેમનું મિગ-
29 ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. યુક્રેનિયન સરકારે યુદ્ધના
પહેલા જ દિવસે છ રશિયન ફાઇટર જેટને તોડી પાડ્યા હોવાના અહેવાલ પછી યુક્રેનિયનો
દ્વારા તારાબાલ્કાને ભગવાન દ્વારા મોકલવામાં આવેલ દેવદૂત તરીકે ગણવામાં આવ્યા હતા.
તે સમયે તેની ઓળખ જાહેર કરવામાં આવી ન હતી. આ ઓળખ છુપાવવા માટે
તેને ઘોસ્ટ ઓફ કિવ થી ઓળખાણ આપવામાં આવી હતી. 27 ફેબ્રુઆરીના રોજ યુક્રેનિયન સરકારે ટ્વીટ કર્યું હતું કે, લોકો તેને 'Ghost of
Kyiv'
કહે છે તે બરાબર છે. તે
રશિયન ફાઇટર જેટ્સ માટે ખરાબ સપનું બની ગયો છે.

Advertisement


મેજર તારાબાલ્કાને મરણોત્તર
ઓર્ડર ઓફ ધ ગોલ્ડન સ્ટારથી નવાજવામાં આવ્યા છે.
જે યુદ્ધમાં અદમ્ય વીરતા માટે યુક્રેનનું સર્વોચ્ચ સન્માન છે. તેમને
યુક્રેનના હીરોનું બિરુદ આપવામાં આવ્યું છે. તેમના પરિવારમાં પત્ની ઓલેનિયા અને
8 વર્ષનો પુત્ર યારિક છે.ટાઈમ્સના
સમાચાર મુજબ
મેજર તારાબાલ્કાનો જન્મ
પશ્ચિમ યુક્રેનના કોરોલીવકાના એક નાનકડા ગામના એક મજૂર વર્ગના પરિવારમાં થયો હતો.
બાળપણમાં જ તેણે પાઈલટ બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. તે તેના ગામ ઉપરથી ઉડતા
વિમાનો જોતો હતો.

Advertisement


મેજર તારાબાલ્કાના માતા-પિતાએ
જણાવ્યું હતું કે યુક્રેનની સેનાએ તેની છેલ્લી લડાઈ કે મૃત્યુ અંગે અન્ય કોઈ
માહિતી આપી નથી. તેના પિતા ઈવાને મીડિયાને કહ્યું
, અમને ખબર હતી કે તે ફ્લાઈંગ મિશન પર હતો અને તેણે પોતાનું કામ પૂરું
કર્યું. પછી તે પાછો આવ્યો નહીં. અમારી પાસે આ જ માહિતી છે. ઘણા લોકોએ એવો પ્રશ્ન
પણ ઉઠાવ્યો હતો કે શું '
Ghost of Kyiv' વાસ્તવિક હતું કે યુક્રેનિયન સરકાર દ્વારા મનોબળ
વધારવા માટે બનાવાયેલી અફવા. મેજર તારાબાલ્કાના માતા-પિતાને પણ તેની ગુપ્ત
સ્થિતિની જાણ ન હતી. તેમના મૃત્યુ પછી જ દુનિયાને તેમનું સત્ય ખબર પડી.

Advertisement

Tags :
Advertisement

.