ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુક્રેનના નાગરિકોએ ‘કેક’ અને ‘દારૂ’માં ઝેર ભેળવીને રશિયાના અનેક સૈનિકોને મારી નાખ્યા, અનેક હોસ્પિટલમાં દાખલ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 40 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દિવસે દિવસે આક્રમક હુમલાઓ કરી રહ્યું છે. તો રશિયાન સૈનિકો પણ યુક્રેનના વિવિધ શહેરોમાં ઘુસી ગયા છે અને અંધાધુંધ ગોળીબાર કરી રહ્યા છે. ત્યારે હવે એક ચોંકવાનારા સમાચાર સામે આવ્યા છે. જી હા યુક્રેનમાં લોકો રશિયાના સૈનિકોને કાબુમાં લેવા માટે એક ગજબનો રસ્તો શોધી કાઢ્યો છે. યુક્રેનના નાગરિકોએ રશિયન સૈનિકોને પાઠ ભણા
12:22 PM Apr 03, 2022 IST | Vipul Pandya

રશિયા અને
યુક્રેન વચ્ચે છેલ્લા 40 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દિવસે દિવસે આક્રમક
હુમલાઓ કરી રહ્યું છે. તો રશિયાન સૈનિકો પણ યુક્રેનના વિવિધ શહેરોમાં ઘુસી ગયા છે
અને અંધાધુંધ ગોળીબાર કરી રહ્યા છે. ત્યારે હવે એક ચોંકવાનારા સમાચાર સામે આવ્યા
છે. જી હા યુક્રેનમાં લોકો રશિયાના સૈનિકોને કાબુમાં લેવા માટે એક ગજબનો રસ્તો
શોધી કાઢ્યો છે.
યુક્રેનના નાગરિકોએ રશિયન સૈનિકોને પાઠ
ભણાવવા માટે ખૂબ જ ખતરનાક પદ્ધતિ અપનાવી છે. નાગરિકોએ કેકમાં ઝેર નાખીને રશિયન
સૈનિકોનો બદલો લીધો છે. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આ વાત એક સાચી છે.


ધ મિરર'ના અહેવાલ મુજબ યુક્રેનની ગુપ્તચર
એજન્સીએ ખુલાસો કર્યો છે કે યુક્રેનિયનોએ રશિયન સૈનિકોને કેક અને વાઇન સાથે ઝેર
આપીને મારી નાખ્યા હતા. ખાર્કિવ નજીક ઇઝિયમમાં નાગરિકો રશિયનો સામે તેમની લડત ચાલુ
રાખી છે. રશિયન સૈનિકોએ આ શહેરના મોટા વિસ્તારને નષ્ટ કરી દીધો છે. ત્યારે હવે
બદલો લેવા નાગરિકોએ એક અલગ રીત અપવાની હતી અને કેક અને વાઈનમાં ઝેર આપીને રશિયાન
સૈનિકોનો ખાતમો કર્યો હતો.


યુક્રેનના ડિરેક્ટોરેટ ઓફ ડિફેન્સ
ઈન્ટેલિજન્સે દાવો કર્યો હતો કે સ્થાનિક લોકોએ
3જી રશિયન મોટર રાઈફલ
ડિવિઝન માટે કેક બનાવી હતી જેમાં તેમને ઝેર આપવામાં આવ્યું હતું. જેના પગલે
બે રશિયન સૈનિકોના મોત
થયા હતા જ્યારે
28 સૈનિકોના હાલત ખરાબ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તે
ડોકટરોની દેખરેખ હેઠળ છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે
500 સૈનિકો ઝેરી દારૂ
પીને હોસ્પિટલમાં દાખલ છે.


છેલ્લા ઘણા દિવસોથી રશિયન સૈનિકો 50 હજારની વસ્તી ધરાવતા
ઇઝિયમ પર વિસ્ફોટકો વડે હુમલો કરી રહ્યા છે. ત્યાં
, શાળાઓ નાશ પામી છે, હોસ્પિટલો ઉજ્જડ થઈ
ગઈ છે. હુમલામાં અનેક મકાનો પણ ધ્વસ્ત થઈ ગયા છે. યુક્રેનના હ્રુશુવાખા ગામની
માયકોલા શાપોશ્નિકે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે રશિયન વિમાનો અત્યંત નીચી
ઉંચાઈ પર ઉડી રહ્યા હતા અને બોમ્બ ધડાકા સાથે આગળ વધી રહ્યા હતા. તેમણે કહ્યું કે
રશિયન સૈનિકો વસ્તીનો નાશ કરી રહ્યા છે.

 

Tags :
CakeGujaratFirstRussiaArmyrussiaukrainewarukraineWine
Next Article