ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હુમલાથી બચવા યુક્રેનના નાગરિકોને મેટ્રો સ્ટેશમાં શરણ લેવા નિર્દેશ, જુઓ તસવીરોમાં યુક્રેનની સ્થિતિ

દુનિયાને જે વાતનો ભય હતો આખરે તે જ થયું. રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. દુનિયાના અનેક દેશોની અપીલને અવગણીને રશિયાએ યુદ્ધ શરુ કરી દીધું છે જેના કારણે હવે દુનિયા પર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ ઉભું થયું છે. બંને દેશો વચ્ચે મહિનાઓથી તણાવ ચાલી રહ્યો હતો અને આજે સવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી હતી. આ પછી યુક્રેનમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો છે
12:07 PM Feb 24, 2022 IST | Vipul Pandya
દુનિયાને જે વાતનો ભય હતો આખરે તે જ થયું. રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. દુનિયાના અનેક દેશોની અપીલને અવગણીને રશિયાએ યુદ્ધ શરુ કરી દીધું છે જેના કારણે હવે દુનિયા પર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ ઉભું થયું છે. બંને દેશો વચ્ચે મહિનાઓથી તણાવ ચાલી રહ્યો હતો અને આજે સવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી હતી. આ પછી યુક્રેનમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો છે. નાગરિકોને રશિયન હુમલાઓથી બચાવવા માટે રાજધાની કિવમાં શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. નાગરિકોને આ શેલ્ટર હોમમાં જવા માટે અપીલ કરવામાં આવી છે.

લોકોને મેટ્રો સ્ટેશનમાં આશરો લેવાના નિર્દેશ
મીડિયામાં સામે આવી રહેલા અહેવાલો પ્રમાણે અત્યારે યુક્રેનની રાજધાની કીવના લોકો મેટ્રો સ્ટેશન અને સબ વેમાં આશ્રય લઇ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે કીવમાં સાડા ચાર હજાર જેટલા શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. રશિયન હુમલાઓથી બચવા માટે યુક્રેનમાં વર્ષોથી આવા બોમ્બ શેલ્ટર બનાવવામાં આવ્યા છે, જે હવામાંથી પડતા બોમ્બથી નાગરિકોને બચાવી શકે છે. યુક્રેન દ્વારા દુકાનો, બાર, મેટ્રો સ્ટેશન, અંડરપાસ વગેરે જગ્યાઓને શેલ્ટર હોમમાં ફેરવવામાં આવી છે. જો કે અધિકારીઓ દ્વારા તમામ લોકોને અત્યારે તો મેટ્રો સ્ટેશન અને સબ વેમાં આશરો લેવા માટેનું કહેવામાં આવી રહ્યું છે. જેથી હજારોની સંખ્યામાં લોકો મેટ્રો સ્ટેશનમાં આશ્રય લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન પૂર્વ યુરોપનું સૌથી મોટું અને સૌથી જૂનું ભૂગર્ભ રેલ નેટવર્ક ધરાવે છે.
રશિયાએ યુક્રેનમાં અનેક જગ્યા પર હુમલા કર્યા છે. બોમ્બમારો અને મિસાઇલ હુમલાના કારણે યુક્રેનમાં વ્યાપક નુકસાન પણ થયું છે. અનેક લોકોના જીવ પણ ગયા છે. ત્યારે અહીં યુક્રેનની કેટલીક તસવીરો આપેલી છે, જેનાથી ત્યાંની પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે...
યુક્રેનના બીજા નંબરના સૌથી મોટા શહેર ખારકીવની આ તસવીર છે. જ્યાં રશિયાએ કરેલી એરસ્ટ્રાઇકમાં ઘાયલ થયેલી મહિલાને જોઇ શકાય છે.
ખારકીવના એક એપાર્ટમેન્ટ પર રશિયાની એર સ્ટ્રાઇક બાદ ઘાયલ માણસને લઇ જતા સૈનિકો
 યુક્રેનમાં આવેલી સરહદ ચોકી પર હુમલા બાદની સ્થિતિ
રશિયન રાજધાની કીવમાં મિસાઇલ હુમલા બાદના દ્રશ્યો
 કીવમાં આવેલી મિસાઇલના કાટમાળનું નિરીક્ષણ કરતા અધિકારીઓ
ખારકીવમાં રશિયાના મિસાઇલ હુમલા બાદ એક એપાર્ટમેેન્ટમાં આગ લાગી હતી. અંદર ફસાયેલા લોકોને બચાવવા ફાયર ફાઇટર્સની ટીમ પહોંચી હતી.
કીવમાં ટ્રાફિક જામ
કીવ શહેરમાં લોકો રસ્તાઓ પર નીકળી પડ્યા હતા. બજારમાંથી જીવન જરુરિયાતનો સામાન લઇને ઘરોમાં પરત ફરવાની તેમને ઉતાવળ હતી.
મેટ્રો સ્ટેશનામાં આશ્રય લેતા કીવના લોકો
એટીએમ બહાર લોકોની લાંબી લાઇનો
રશિયાના બોમ્બમારાના કારણે નુકસાન થયેલી ઇમારત અને લોકો
યુક્રેન છોડીને જવા માંગતો પરિવાર સરહદ પર પહોંચ્યો
મેટ્રો સ્ટેશનમાં આશ્રય લઇને બેસેલી મહિલાઓ
ભય અને અરાજકતાના વાતાવરણ વચ્ચે સ્નેહીજનોને મળતા યુક્રેનના લોકો  
સામાન સાથે કીવના મેટ્રો સ્ટેશનમાં રડી રહેલી મહિલા
ગેસ સ્ટેશન પર ગાડીઓની લાંબી લાઇનો
Tags :
GujaratFirstMetroStationPutinrussiaRussiaUkraineConflictukraineUkraineRussiaCrisis
Next Article