Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસ ફરી ખુલશે, રશિયન હુમલાને કારણે કર્યું હતું બંધ

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતે 17 મેથી કિવમાં પોતાનું દૂતાવાસ ફરી ખોલવાનો નિર્ણય કર્યો છે. 13 માર્ચે ભારતે રશિયન હુમલા દરમિયાન અસ્થાયી રૂપે તેના દૂતાવાસને પોલેન્ડમાં ખસેડ્યું. વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે 17 મેથી ભારત ફરી એકવાર યુક્રેનની રાજધાની કિવમાં તેની એમ્બેસીનું સંચાલન શરૂ કરશે. કિવમાં દૂતાવાસની કામગીરી ફરીથી શરૂ કરવાનો નિર્ણય ઘણા પશ્ચિમી દેશો દ્વારા યુક્રેનનà
યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય
દૂતાવાસ ફરી ખુલશે  રશિયન હુમલાને કારણે કર્યું હતું બંધ

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે
ભારતે
17 મેથી કિવમાં પોતાનું દૂતાવાસ
ફરી ખોલવાનો નિર્ણય કર્યો છે.
13 માર્ચે ભારતે રશિયન હુમલા દરમિયાન
અસ્થાયી રૂપે તેના દૂતાવાસને પોલેન્ડમાં ખસેડ્યું. વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી
કે
17 મેથી ભારત ફરી એકવાર
યુક્રેનની રાજધાની કિવમાં તેની એમ્બેસીનું સંચાલન શરૂ કરશે.
કિવમાં દૂતાવાસની કામગીરી
ફરીથી શરૂ કરવાનો નિર્ણય ઘણા પશ્ચિમી દેશો દ્વારા યુક્રેનની રાજધાનીમાં તેમના
મિશનને ફરીથી ખોલવાના નિર્ણયની વચ્ચે આવ્યો છે. યુક્રેન વિરુદ્ધ રશિયાના સૈન્ય
અભિયાન બાદ યુદ્ધગ્રસ્ત દેશમાં ઝડપથી બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને
ભારતે દૂતાવાસને કિવથી પોલેન્ડ ખસેડવાનો નિર્ણય
કર્યો.

Advertisement


રશિયન સૈનિકો રાજધાની કિવના
બહારના વિસ્તારોમાં સતત ગોળીબાર કરી રહ્યા હતા. તે સમયે તે વિસ્તાર પર રશિયન
આક્રમણથી મેરિયુપોલ સૌથી વધુ પ્રભાવિત થયો હતો.
4,30,000 વસ્તીવાળા શહેરમાં લોકોનું જીવન મુશ્કેલ બની ગયું હતું. સમગ્ર
વિસ્તારમાં રશિયન સૈનિકોના ગોળીબારને કારણે સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાઓથી પણ
વંચિત રહી ગયા હતા. રશિયન સૈનિકો દ્વારા માર્યુપોલના હુમલામાં
1,500થી વધુ લોકો માર્યા ગયા હતા અને મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવાના પ્રયાસો પણ
તોપમારો દ્વારા અવરોધાયા હતા.

Advertisement


યુક્રેનના પ્રમુખ વોલોડીમીર
ઝેલેન્સકીએ રશિયા પર આરોપ મૂક્યો હતો કે તે તેના દેશને તોડી રહ્ય
છે અને આતંકનો નવો તબક્કો
શરૂ કરી રહ્યા છે અને મેરીયુપોલની પશ્ચિમે એક શહેરના મેયરની અટકાયત કરી રહ્યા છે.
આ વીડિયો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી દ્વારા બહાર પાડવામાં આવ્યો
હતો. આ વિડિયોમાં સંબોધન દરમિયાન
તેમણે કહ્યું તેઓ દિવસના 24 કલાક મેરીયુપોલ પર બોમ્બ ધડાકા કરે છે, મિસાઇલો ફાયર કરે છે. આ નફરત છે. તેઓ બાળકોને મારી રહ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.