Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુક્રેનના ચાર શહેરોમાં મિસાઈલ એટેક, યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરોમાં હુમલા શરુ

રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધનું સંકટ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે હવે રશિયાની સેના યુક્રેનમાં ઘૂસી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જોકે આ બાબતની કોઈ પણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને તેમના દેશની બહાર લશ્કરી બળનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યા પછી યુક્રેન બુધવારે દેશવ્યાપી કટોકટીની સ્થિતિ જાહેર કરી.આ  દરમિયાન, પશ્ચિમી દેશોએ રશિàª
યુક્રેનના ચાર શહેરોમાં મિસાઈલ એટેક  યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરોમાં હુમલા શરુ
રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધનું સંકટ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે હવે રશિયાની સેના યુક્રેનમાં ઘૂસી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જોકે આ બાબતની કોઈ પણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને તેમના દેશની બહાર લશ્કરી બળનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યા પછી યુક્રેન બુધવારે દેશવ્યાપી કટોકટીની સ્થિતિ જાહેર કરી.આ  દરમિયાન, પશ્ચિમી દેશોએ રશિયા સામે શ્રેણીબદ્ધ પ્રતિબંધોની જાહેરાત કરી હતી અને મોસ્કોએ યુક્રેનમાં તેના દૂતાવાસની જગ્યા ખાલી કરવામાં આવી હતી આ ઉપરાંત  રાજદ્વારી કર્મચારીઓને પણ પરત બોલાવી લેવામાં આવ્યા છે.

યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીનો આદેશ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આદેશ જાહેર કરતા પુતિને કહ્યું કે, જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ થશે. પુતિને યુક્રેનની સેનાને જલદી શસ્ત્રો નીચે મૂકવાની ધમકી આપી, નહીં તો યુદ્ધ ટાળી શકાય નહીં.
પરત ફરી એર ઇન્ડિયાની ફલાઇટ
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI1947 યુક્રેનના કિવમાં NOTAM (એર મિશન માટે સૂચના)ને કારણે દિલ્હી પરત આવી રહી છે.
UNSC બેઠક  શરુ 
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની ત્રણ દિવસમાં તેની બીજી ઇમરજન્સી બેઠક આજે ગુરુવારે યોજશે. જેમાં યુક્રેન સંકટ પર ચર્ચા કરવામાં આવશે આ બેઠક ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 8 વાગ્યે શુરુ થઇ ગઈ છે.
અમારું લક્ષ્ય યુક્રેનને નરસંહારથી મુક્ત કરવાનું : રશિયા
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા જાહેર કરાયેલ વિશેષ કામગીરી યુક્રેનના લોકોની સુરક્ષા માટે છે, જેઓ વર્ષોથી પીડાઈ રહ્યા છે. અમારું લક્ષ્ય યુક્રેનને નરસંહારથી મુક્ત કરવાનું છે: યુએનમાં રશિયાના પ્રતિનિધિ
ભારતે યુદ્ધ ટાળવાની કરી અપીલ 
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીના આદેશ વચ્ચે હવે ભારતે પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે, અમે યુદ્ધને તાત્કાલિક સ્થગિત કરવાની અપીલ કરીએ છીએ, પરિસ્થિતિ મોટા સંકટમાં ફેરવાઈ જવાની તૈયારી પર છે. જો તેને કાળજીપૂર્વક સંભાળવામાં ન આવે તો તે સુરક્ષાને નબળી બનાવી શકે છે. તમામ પક્ષકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખવી જોઈએ.
વિનાશ માટે રશિયાને જવાબદાર : જો બાઇડન 
રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની જાહેરાત કરી છે. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે, તેઓ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે અને બીજા દિવસે તેઓ G-7 અને નાટો સમૂહના દેશો સાથે બેઠક કરશે. તેમણે કહ્યું કે, વિશ્વ આ યુદ્ધથી થયેલા મૃત્યુ અને વિનાશ માટે રશિયાને જવાબદાર ઠેરવશે. બિડેન હાલમાં વ્હાઇટ હાઉસમાંથી સમગ્ર મામલાની દેખરેખ રાખી રહ્યા છે અને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ તરફથી સતત અપડેટ્સ મેળવી રહ્યા છે. અમેરિકા પહેલાથી જ રશિયા પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવી ચુક્યું છે.
 
એરસ્પેસને ડેન્જર ઝોન તરીકે જાહેર
રશિયા સાથે ચાલી રહેલા સંઘર્ષને કારણે યુક્રેનની સરકારે પૂર્વ યુક્રેનમાં મધ્યરાત્રિથી સવારે 7 વાગ્યા સુધી (સ્થાનિક સમય) એરપોર્ટ બંધ કરી દીધા હતા.  કેટલાક એરસ્પેસને ડેન્જર ઝોન તરીકે પણ જાહેર કર્યા છે.
સિવિલ એરક્રાફટ પર પ્રતિબંધ 
સંઘર્ષ મોનિટરિંગ એરિયાએ 'નોન-ફ્લાઈંગ'નું જોખમ જાહેર કાર્ય બાદ સંભવિત જોખમને કારણે ગુરુવારે યુક્રેનિયન એરસ્પેસમાં સિવિલ એરક્રાફ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
ડોનેત્સ્કમાં સંભળાયા વિસ્ફોટના અવાજ
એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ગુરુવારે વહેલી સવારે અલગાવાદીઓ દ્વારા સંચાલિત પૂર્વીય યુક્રેનિયન શહેર ડોનેત્સ્કમાં પાંચ વિસ્ફોટોનો અવાજ સાંભળાયા હતા, આ ઘટનાને લઇ  ચાર લશ્કરી ટ્રકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા 
Advertisement
Tags :
Advertisement

.