Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

12થી 14 ઓગસ્ટે નહીં યોજાય UGC-NETની પરીક્ષા,નવી તારીખ જાહેર કરી

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ 12, 13 અને 14 ઓગસ્ટે થનારી UGC-NETની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. યુજીસીના ચેરમેન એમ.જગદેશ કુમારે કહ્યું કે  12, 13 અને 14 ઓગસ્ટે થનારી UGC-NETની બીજા તબક્કાની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. Second phase of UGC-NET examination scheduled to be held on 12, 13 and 14 August postponed, to be conducted between Sep 20-30: UGC chairman M Jagadesh Kumar(file pic) pic.twitter.com/71D5SSu3jS— ANI (@ANI) August 8, 2022 20 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે UGC-NET પરીક્ષા જગદેશ કુમારે કહ્યું કે UGC-NET પરીક્ષા હવે 20 થà
12થી 14 ઓગસ્ટે નહીં યોજાય ugc netની પરીક્ષા નવી તારીખ જાહેર કરી

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ 12, 13 અને 14 ઓગસ્ટે થનારી UGC-NETની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. યુજીસીના ચેરમેન એમ.જગદેશ કુમારે કહ્યું કે  12, 13 અને 14 ઓગસ્ટે થનારી UGC-NETની બીજા તબક્કાની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. 

Advertisement

20 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે UGC-NET પરીક્ષા 
જગદેશ કુમારે કહ્યું કે UGC-NET પરીક્ષા હવે 20 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે. વિદ્યાર્થીઓ ફક્ત ઓનલાઇન મોડમાં જ UGC-NET 2022 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. એનટીએ યુજીસી નેટ એડમિટ કાર્ડ 2022 ડાઉનલોડ કરવા માટે, વિદ્યાર્થીઓએ લોગિન પોર્ટલ પર પોતાનો નોંધણી નંબર અને જન્મ તારીખ મૂકવી પડશે.

UGC-NET 2022 એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું 

Advertisement

- યુજીસી નેટની સત્તાવાર વેબસાઇટ - ugcnet.nta.nic.in મુલાકાત લો

- હોમ પેજના નીચેના ભાગમાં "ઉમેદવારોની પ્રવૃત્તિઓ" વિભાગ પર ઉપલબ્ધ યુજીસી નેટ એડમિટ કાર્ડ લિંક પસંદ કરો

Advertisement

- લોગિન ક્રેડેન્શિયલ્સ - યુજીસી નેટ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ મૂકો અને બતાવેલ સિક્યુરિટી પિન દાખલ કરો

- સાઇન ઇન બટન પસંદ કરો

- યુજીસી નેટ એડમિટ કાર્ડ 2022 તમારી સ્ક્રીન પર ઉપલબ્ધ થશે

- તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

- વધુ ઉપયોગ માટે યુજીસી નેટ 2022 હોલ ટિકિટની પ્રિન્ટઆઉટ રાખો

Tags :
Advertisement

.