Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્ધવ ઠાકરે નવી શિવસેના બનાવવાના મૂડમાં, 2 વરિષ્ઠ નેતાઓને હાંકી કાઢ્યા, 100ને નવી પોસ્ટ

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં તેમના વિધાનસભ્યોના બળવા બાદ આકરા પગલાં લઈ રહ્યા છે. હવે તે બાકીના પદાધિકારીઓની પણ સાચી પરખ કરી રહ્યાં હોય તેવું લાગે છે. ઉદ્ધવે બે વરિષ્ઠ નેતાઓ સામે કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્રમાં બળવા પછી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને નવેસરથી તૈયારી કરવાનું શરૂ કર્યું છે. આ અંતર્ગત સોમવારે ઉદ્ધવે કેટલાક મોટા પગલા લીધા. એક તરફ તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રà
ઉદ્ધવ ઠાકરે નવી શિવસેના બનાવવાના મૂડમાં  2 વરિષ્ઠ નેતાઓને હાંકી કાઢ્યા  100ને નવી પોસ્ટ
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં તેમના વિધાનસભ્યોના બળવા બાદ આકરા પગલાં લઈ રહ્યા છે. હવે તે બાકીના પદાધિકારીઓની પણ સાચી પરખ કરી રહ્યાં હોય તેવું લાગે છે. ઉદ્ધવે બે વરિષ્ઠ નેતાઓ સામે કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્રમાં બળવા પછી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને નવેસરથી તૈયારી કરવાનું શરૂ કર્યું છે. આ અંતર્ગત સોમવારે ઉદ્ધવે કેટલાક મોટા પગલા લીધા. એક તરફ તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રામદાસ કદમ અને પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલને પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં  શિવસેના બહારનો રસ્તો બતાવ્યો. શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે આ જાણકારી આપી છે. આ પહેલા સોમવારે ઉદ્ધવ ઠાકરેએ એક જ દિવસમાં જ 100 નવી નિમણૂક પણ કરી છે.
રામદાસ કદમના પુત્ર શિંદે જૂથમાં જોડાયા 
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં તેમના વિધાનસભ્યોના બળવા બાદ આ પગલાં લઈ રહ્યા છે. આ ક્રમમાં તેઓ બાકીના પાર્ટી પદાધિકારીઓની સાચી ઓળખ કરી રહ્યા છે. આ અંતર્ગત ઉદ્ધવે શિવસેનાના બે વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નિર્ણય હેઠળ ઉદ્ધવે રામદાસ કદમ અને આનંદરાવ અડસુલને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. આ બંને નેતાઓ પર પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે રામદાસ કદમે પોતાનું રાજીનામું માતોશ્રીને મોકલી દીધું છે. નોંધપાત્ર વાત એ છે કે, રામદાસના પુત્ર યોગેશ કદમ પહેલેથી જ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે.
 100 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી 
ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરેની સામે શિવસેનાના અસ્તિત્વને બચાવવાનો પ્રશ્ન ઊભો થવા લાગ્યો છે. આ અંતર્ગત ઉદ્ધવ પાર્ટીને ઓવરઓલ નવી કરવામાં વ્યસ્ત છે. તેમની સામે અત્યારે સૌથી મોટો પડકાર BMC ચૂંટણી છે. આ પછી ઉદ્ધવની નજર 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પર પણ રહેશે. જણાવી દઈએ કે સોમવારે જ ઉદ્ધવે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં 100 થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી છે. ઉદ્ધવે મુંબઈ, પાલઘર, યવતમાલ, અમરાવતી સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં 100 થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી છે. શિવસેનાના મુખપત્ર સામનામાં આની જાહેરાત કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.