Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટમાં, તો નવનીત રાણાએ 11 વાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા

મુશ્કેલીમાં ફસાયેલી ઉદ્ધવ ઠાકરે સરકાર પર કટાક્ષ કરતાં અમરાવતીના સાંસદ નવનીત રાણાએ કહ્યું કે મહારાષ્ટ્રને સંકટમાંથી બચાવી શકાય તે માટે મેં 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે. બની શકે કે સંકટમોચન  હનુમાનજી આ સંકટને ટાળી શકે. સંકટમોચક પાસેથી માત્ર આશા રાખું છું કે તે રાજ્યને આ સંકટમાંથી બચાવેસાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પર કટાક્ષ કર્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેનà
ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટમાં  તો નવનીત રાણાએ 11 વાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા
મુશ્કેલીમાં ફસાયેલી ઉદ્ધવ ઠાકરે સરકાર પર કટાક્ષ કરતાં અમરાવતીના સાંસદ નવનીત રાણાએ કહ્યું કે મહારાષ્ટ્રને સંકટમાંથી બચાવી શકાય તે માટે મેં 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે. બની શકે કે સંકટમોચન  હનુમાનજી આ સંકટને ટાળી શકે. 

સંકટમોચક પાસેથી માત્ર આશા રાખું છું કે તે રાજ્યને આ સંકટમાંથી બચાવે
સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પર કટાક્ષ કર્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસા પાઠ કરવાની જાહેરાત કરીને તે વિવાદોમાં ફસાઈ ગઈ હતી અને આ મુદદે સરકાર સાથે ઘર્ષણ બાદ તેમને પતિ રવિ રાણા સાથે જેલમાં જવું પડ્યું હતું. હવે તેમણે મુશ્કેલીમાં ફસાયેલી ઉદ્ધવ ઠાકરે સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે મહારાષ્ટ્રને સંકટમાંથી બચાવી શકાય તે માટે મેં 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે. તેમણે કહ્યું કે હું સંકટમોચક પાસેથી માત્ર આશા રાખું છું કે તે રાજ્યને આ સંકટમાંથી બચાવશે. આટલું જ નહીં, તેમણે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે આ સરકાર પોતાના કર્મના કારણે જ પડી જશે. નવનીત રાણાના પતિ રવિ રાણા પણ ધારાસભ્ય છે અને હવે નવી સરકારની રચનાના સંજોગોમાં તેમની ભૂમિકા પણ મહત્વની રહેશે. 

ધારાસભ્યો રાજ્યનું નુકસાન જોઈ શકતાં નથી
નવનીત રાણાએ સરકાર પરના સંકટ વિશે કહ્યું કે જો રાજ્યસભા અને વિધાન પરિષદમાં જે રીતે મતદાન થાય છે, તેનાથી મહા વિકાસ આઘાડીમાં શિવસેનાના ધારાસભ્યો ખુશ નથી. તેમણે વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપ્યો અને જીત્યા. આપણે અઢી વર્ષથી મહારાષ્ટ્રને ડૂબતું જોઈ રહ્યા છીએ. મહારાષ્ટ્રની કટોકટી જલ્દી ખતમ થવી જોઈએ. ધારાસભ્યો રાજ્યનું નુકસાન જોઈ શકતાં નથી અને તેથી જ આ કટોકટી જલ્દીથી દૂર થવી જોઈએ. શિવસેનાના આંતરિક મતભેદોને કારણે આ સંકટ ઊભું થયું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની સરકાર તેમના જ કાર્યોથી પતન  તરફ જશે. 
 
સરકારનો જનતા સાથેનો સંપર્ક તૂટી ગયો
નવનીત રાણાએ વધુમાં કહ્યું કે આ સરકારનો જનતા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ મંત્રી એકનાથ શિંદેએ શિવસેના નેતૃત્વ સામે બળવો કર્યો છે. તેઓ ત્રણ મંત્રીઓ અને 26 જેટલા ધારાસભ્યો સાથે સુરતની એક હોટલમાં રોકાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શિવસેનામાં છેલ્લાં ઘણાં સમયથી  સાઇડલાઇન થવાં મુદ્દે નારાજ હતા. એકનાથ શિંદેના બળવાછી શિવસેનાને મોટો ફટકો પડ્યો છે અને ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે. તો આ મુદ્દે શરદ પવારે સરકાર પડી જાય તો વિપક્ષમાં બેસવા તૈયાર હોવાની વાત કરી છે. 
શરદ પવારે કહ્યું- અમે વિપક્ષમાં પણ બેસવા તૈયાર છીએ
દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારમાં જે થઈ રહ્યું છે તે છેલ્લાં અઢી વર્ષમાં ત્રીજી વાર થઇ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની સરકાર બની તે પહેલા પણ અમારા કેટલાક ધારાસભ્યોને હરિયાણામાં રાખવામાં આવ્યા હતા. પરંતુ તેઓ બહાર આવ્યા અને અમારી સરકાર બનાવી અને તે અઢી વર્ષથી સારી રીતે ચાલી રહી છે. એનસીપીના બંને ઉમેદવારોએ એમએલસી ચૂંટણી જીતી છે. અમારો એક પણ મત અહીંથી ત્યાં ગયો નથી. એમએલસી ચૂંટણીમાં ભાજપને 134 વોટ મળવા પર શરદ પવારે કહ્યું કે આવી ચૂંટણીઓમાં ક્રોસ વોટિંગ થતું રહે છે. છેલ્લા 50 વર્ષમાં મેં આ ઘણી વખત બનતાં  જોયું છે.
Navneet Rana, Uddhav Thackeray, Uddhav Government,Mharastra politics 
Advertisement
Tags :
Advertisement

.