ભારત જોડો યાત્રામાં શામેલ થશે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર, કોંગ્રેસે આપ્યું આમંત્રણ
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આવતા મહિને નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરે અને NCP ચીફ શરદ પવાર ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ઉદ્ધવ ઠાકરેને મળ્યું છે અને તેમને યાત્રામાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.સૂત્રોનું માનીએ તો ઉદ્ધવ ઠાકરેએ આમંત્રણ સ્વીકારી લીધું છે.ઉદ્ધવ ઠાકરે ઉપરાંત કોંગ્રેસના નેતાઓ એન
09:16 AM Oct 19, 2022 IST
|
Vipul Pandya
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આવતા મહિને નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરે અને NCP ચીફ શરદ પવાર ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ઉદ્ધવ ઠાકરેને મળ્યું છે અને તેમને યાત્રામાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.સૂત્રોનું માનીએ તો ઉદ્ધવ ઠાકરેએ આમંત્રણ સ્વીકારી લીધું છે.ઉદ્ધવ ઠાકરે ઉપરાંત કોંગ્રેસના નેતાઓ એનસીપી પ્રમુખ શરદ પવારને પણ મળ્યા અને તેમને આમંત્રણ આપ્યું.
7 સપ્ટેમ્બરે તમિલનાડુથી શરૂ થઈ હતી યાત્રા
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે તમિલનાડુથી શરૂ થઈ હતી અને 150 દિવસ ચાલ્યા બાદ શ્રીનગરમાં સમાપ્ત થશે.આ યાત્રા 3570 કિમીની સફર પૂર્ણ કરશે.આ યાત્રામાં પહેલીવાર એવું બનશે કે વિપક્ષના કોઈ મોટા નેતા યાત્રામાં સામેલ થશે.
મહાવિકાસ આઘાડીની તાકાત બતાવવા પ્રયાસ ?
યાત્રામાં મહારાષ્ટ્રના બે મોટા નેતાઓને સામેલ કરીને મહા વિકાસ અઘાડીની તાકાત બતાવવાના પ્રયાસો કરવામાં આવશે.મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહાવિકાસ અઘાડીની સરકાર રચાયા બાદ આ પહેલીવાર બનશે જ્યારે ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી એકસાથે હશે...જો કે ન તો હવે મહાવિકાસ અઘાડીની સરકાર રહી છે કે ન ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ રહ્યા છે. .
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સમર્થન બાદ 2019માં મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બની હતી. એવું કહેવાય છે કે રાહુલ ગાંધી શિવસેના સાથે સરકાર બનાવવા તૈયાર ન હતા, પરંતુ સોનિયા ગાંધીની સંમતિ બાદ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની શક્યા હતા.
ભારત જોડો યાત્રાના 40થી વધુ દિવસ વીતી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ આંધ્રપ્રદેશમાં છે.. દેશમાં પ્રથમ વખત આટલી મોટી રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રા યોજાઈ છે. આ યાત્રા કોઈપણ રાજકીય પક્ષ દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી લાંબી પદયાત્રા છે. ભારત જોડો યાત્રાનું 3,570 કિમીનું અંતર 50 દિવસની અંદર કાપવામાં આવનાર છે.
Next Article