Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્ધવ અને શરદ પવારનો પિત્તો છટકયો, ધારાસભ્યો સુરત પહોંચ્યા અને ગૃહ વિભાગને જાણ સુદ્ધાં ન થઇ?

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની ઉદ્ધવ ઠાકરે સરકાર પર હજુ પણ સંકટના વાદળો છવાયેલા છે. દરમિયાન, સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે NCP વડા શરદ પવાર અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગૃહ વિભાગથી ખૂબ નારાજ છે. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાતોરાત આટલા ધારાસભ્યો મુંબઈથી બીજા રાજ્યમાં શિફ્ટ થઈ ગયા અને ગૃહ વિભાગને તેની જાણ સુદ્ધાં થઇ ન હતી. બંને નેતાઓ મહારાષ્ટ્રના ગૃહ વિભાગથી એà
ઉદ્ધવ અને શરદ પવારનો પિત્તો છટકયો  ધારાસભ્યો સુરત પહોંચ્યા અને ગૃહ વિભાગને જાણ સુદ્ધાં ન થઇ
મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની ઉદ્ધવ ઠાકરે સરકાર પર હજુ પણ સંકટના વાદળો છવાયેલા છે. દરમિયાન, સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે NCP વડા શરદ પવાર અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગૃહ વિભાગથી ખૂબ નારાજ છે. ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાતોરાત આટલા ધારાસભ્યો મુંબઈથી બીજા રાજ્યમાં શિફ્ટ થઈ ગયા અને ગૃહ વિભાગને તેની જાણ સુદ્ધાં થઇ ન હતી. 
બંને નેતાઓ મહારાષ્ટ્રના ગૃહ વિભાગથી એટલા માટે નારાજ છે કે મોટી સંખ્યામાં શિવસેનાના ધારાસભ્યો એકત્ર થયા અને તમામ સુરત પહોંચી ગયા. આખા ઘટનાક્રમની મુંબઇ પોલીસને જાણ સુદ્ધાં ના થઇ. મંગળવારે સવારે જ્યારે સમાચાર આવ્યા કે બળવાખોર ધારાસભ્યો સુરત પહોંચ્યા છે ત્યારે સરકાર પણ ખળભળી ઉઠી હતી. 
ઉલ્લેખનીય છે કે શિવસેનાના નારાજ ધારાસભ્યો બળવો કરીને એકનાથ શિંદેની આગેવાનીમાં મુંબઇથી સુરત આવી ગયા હતા અને મંગળવારે આખો દિવસ સુરત રોકાયા બાદ સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે. 
મહાવિકાસ આઘાડીની સરકાર પર આ સંકટને જોતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ઓનલાઇન બેઠક મળી શકે છે.  તેમની વચ્ચે એકનાથ શિંદેનો બળવો અને મહારાષ્ટ્ર સરકાર બચાવવાની ચર્ચા થઈ શકે છે.
બીજેપી એકનાથ શિંદે સાથેની વાતચીતના આધારે, શિંદે તેમના જૂથને વાસ્તવિક શિવસેના કહેશે અને રાજ્યપાલને એક પત્ર સોંપશે. આ પત્ર પર તમામ સમર્થક ધારાસભ્યોની સહી હશે. શિંદેની મદદથી ભાજપ પોતાના સ્પીકર બનાવશે. આ પછી, સીએમ ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું માંગવામાં આવશે અથવા વિશ્વાસ મત સાબિત કરવાની માંગ કરવામાં આવશે. ભાજપનો દાવો છે કે જો વિશ્વાસ મત સાબિત કરવાની વાત આવશે તો કોંગ્રેસ અને એનસીપીના કેટલાક ધારાસભ્યો પણ ઠાકરેની વિરુદ્ધમાં મતદાન કરશે.
Advertisement
Tags :
Advertisement

.