બે વખતની વર્લ્ડ કપ વિજેતા વિન્ડીઝ ટીમની હાલત ખરાબ, ભારત સામે હારીને બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને T20 સીરિઝની ત્રણેય મેચમાં હરાવી સન્ડેને સુપર સન્ડે સાબિત કર્યો હતો. જીહા, રવિવારે T20 સીરિઝની અંતિમ મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 17 રને હરાવી સીરિઝમાં કેરેબિયનનાં સુપડા સાફ કરી દીધા હતા. જણાવી દઇએ કે, વનડે બાદ હવે ભારતે T20 સીરિઝમાં પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવી દીધું છે. ત્રણ મેચની ODI શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ T20 શ્રેણીમાં પણ કેરેબિયન ટ
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને T20 સીરિઝની ત્રણેય મેચમાં હરાવી સન્ડેને સુપર સન્ડે સાબિત કર્યો હતો. જીહા, રવિવારે T20 સીરિઝની અંતિમ મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 17 રને હરાવી સીરિઝમાં કેરેબિયનનાં સુપડા સાફ કરી દીધા હતા.
જણાવી દઇએ કે, વનડે બાદ હવે ભારતે T20 સીરિઝમાં પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવી દીધું છે. ત્રણ મેચની ODI શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ T20 શ્રેણીમાં પણ કેરેબિયન ટીમનો ક્લીન સ્વીપ કર્યો હતો. આ વખતે વિન્ડીઝની ટીમ ભારતના પ્રવાસ પર એક પણ મેચમાં જીત મેળવી શકી નથી. પરંતુ ટીમે ચોક્કસપણે એક શરમજનક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. T20I ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝની રવિવારે ભારત સામે 83મી હાર છે અને હવે તે સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઈ છે. બે વખત T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ માટે આ મોટો ઝટકો છે.
Advertisement
Valiant effort with bat in the run chase led by @nicholas_47 with his 8th T20I half century & cameos from @Ravipowell26 and @DavidDejonge2 - but the boys fall short #MenInMaroon #WIvsIND pic.twitter.com/OiPjyHsHV0
— Windies Cricket (@windiescricket) February 20, 2022
વેસ્ટ ઈન્ડિઝ પહેલા, શ્રીલંકાના નામે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ હારવાનો શરમજનક રેકોર્ડ હતો. વિન્ડીઝ પહેલા શ્રીલંકાની ટીમ 82 T20 મેચ હારી ચૂકી છે. ટીમોની આ હારમાં સુપર ઓવરમાં હારનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ન્યુઝીલેન્ડનું નામ પણ સામેલ છે, જેણે 76 T20Iમાં હારનો રેકોર્ડ નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે રવિવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 17 રને હરાવીને સતત ચોથી T20I સીરિઝ જીતી લીધી છે. અગાઉ ભારતે 2019માં વેસ્ટ ઈન્ડિઝને 2-1થી અને 2018માં 3-0થી હરાવ્યું હતું. T20માં કેપ્ટન તરીકે રોહિત શર્માની આ નવમી જીત છે. તેણે આ જીત 2019-22 વચ્ચે નોંધાવી છે. તેના પહેલા, સરફરાઝ અહેમદની કપ્તાની હેઠળ, પાકિસ્તાને 2018 માં સતત નવ મેચ જીતી હતી. હિટમેન રોહિત પાસે હવે 24 ફેબ્રુઆરીથી શ્રીલંકા સામેની T20 સીરિઝમાં સરફરાજને પાછળ છોડવાની તક છે.