Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'બાબા વેંગા'ની બે ભવિષ્યવાણી સાચી પડી! જાણો આ છ આગાહીઓ 2022 માટે કરાઇ

દુનિયામાં ઘણા એવાં ઓલિયા એવા આવ્યા કે, જેઓ પોતાની ભવિષ્યવાણીને કારણે આખી દુનિયામાં જાણીતા થયાં છે. તેમાંથી, બલ્ગેરિયન પયગંબર બાબા વેંગાનું નામ પ્રથમ આવે છે. તેમણે વર્ષ 2022 માટે પણ ઘણી ડરામણી આગાહીઓ કરી હતી. દુનિયામાં પોતાની ભવિષ્યવાણીઓ માટે પ્રખ્યાત બાબા વાંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. બાબા વાંગાને બાલ્કન પ્રદેશના નોસ્ત્રેદમસ કહેવામાં આવે છે.12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોà
 બાબા  વેંગા ની બે ભવિષ્યવાણી સાચી પડી  જાણો આ છ આગાહીઓ 2022 માટે કરાઇ
Advertisement
દુનિયામાં ઘણા એવાં ઓલિયા એવા આવ્યા કે, જેઓ પોતાની ભવિષ્યવાણીને કારણે આખી દુનિયામાં જાણીતા થયાં છે. તેમાંથી, બલ્ગેરિયન પયગંબર બાબા વેંગાનું નામ પ્રથમ આવે છે. તેમણે વર્ષ 2022 માટે પણ ઘણી ડરામણી આગાહીઓ કરી હતી. દુનિયામાં પોતાની ભવિષ્યવાણીઓ માટે પ્રખ્યાત બાબા વાંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. બાબા વાંગાને બાલ્કન પ્રદેશના નોસ્ત્રેદમસ કહેવામાં આવે છે.
12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવી
પ્રબોધક બાબા વેંગા ફકીર હતા અને સાથે અંધ હતા. તે બલ્ગેરિયાની રહેવાસી હતા. જો કે તેમણે કરેલી ઘણી આગાહીઓ સાચી પડી છે. 1911માં જન્મેલા બાબા વેંગાએ 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. કહેવાય છે કે તેમની 85 ટકા ભવિષ્યવાણીઓ સાચી પડી છે. બાબા વેંગાનું ઓગસ્ટ 1996માં સ્તન કેન્સરથી અવસાન થયું હતું, પરંતુ તે પહેલા તેમણે દુનિયામાં 5079 સુધીની આગાહી કરી હતી.
 
2022 માટે કરેલી બે ભવિષ્યવાણીઓ  સાચી પડી
બાબા  વેંગાએ વર્ષ 2022 માટે કરેલી બે ભવિષ્યવાણીઓ લગભગ સાચી પડી છે. આ પહેલા બાબા વેંગાએ સોવિયત સંઘના વિઘટન, અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદાના 9/11ના હુમલા સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જે બિલકુલ સાચી સાબિત થઈ છે. બલ્ગેરિયાના અંધ બાબા  વેંગા વિશ્વના એક એવા પયગંબર છે જેમને આખી દુનિયા જાણે છે. 
જાણો બાબા વાંગાની કઈ કઈ ભવિષ્યવાણી સાચી પડી
બાબા  વેંગાએ વર્ષ 2022 માટે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે કેટલાક દેશો પાણીની અછતથી પીડાશે. પોર્ટુગલ અને ઈટાલી જેવા દેશોએ લોકોને ઓછા પાણીનો ઉપયોગ કરવા કહ્યું છે. દેશમાં 1950 પછી સૌથી ઓછો વરસાદ પડી રહ્યો છે. ઇટાલી પણ 1950 પછીનો સૌથી ખરાબ દુષ્કાળ અનુભવી રહ્યું છે. 

2022માં એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં પૂર
બાબા વેંગાએ વર્ષ 2022માં એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં પૂરની આગાહી કરી હતી. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે ભૂકંપ આવશે અને સુનામી આવશે. બાબા વેંગાએ જણાવ્યું કે ભારે વરસાદ અને પૂરના કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે તબાહી સર્જાશે. બાંગ્લાદેશ, ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તાર અને થાઈલેન્ડમાં પણ પૂરથી લોકો પ્રભાવિત થયા છે. આ જોઈને લાગે છે કે બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ પણ સાચી પડી છે. 
આ આગાહીઓ વર્ષ 2022 માટે કરવામાં આવી હતી
પયગંબર બાબા  વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે સાઇબેરિયામાં એક જીવલેણ વાયરસ જોવા મળશે . સાથે જ ક્લાઈમેટ ચેન્જના કારણે બરફ પીગળી જશે અને આ વાયરસ ફેલાશે. તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે આ વાયરસના પ્રકોપ પછી વિશ્વની સ્થિતિ બેકાબૂ બની જશે. બાબા વેંગાએ આગાહી કરી હતી કે વર્ષ 2022માં ભયંકર કુદરતી આફતો આવશે. વિશ્વભરમાં ધરતીકંપ અને સુનામી આવશે., જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઘણા એશિયન દેશોમાં ગંભીર પૂર આવશે. સુનામી સેંકડો લોકોને મારી શકે છે.
'ભારતમાં ભૂખમરો'
ભવિષ્યવક્તા બાબા વેંગાએ દાવો કર્યો હતો કે તીડ ભારતમાં ઉભા પાક અને ખેતરો પર હુમલો કરશે, જેના કારણે દેશમાં ભૂખમરાની સંભાવના છે. આ સાથે એલિયન્સ ઓમુઆમુઆ નામનો એસ્ટરોઇડ પૃથ્વી પર મોકલશે.
 
Tags :
Advertisement

.

×