બે પ્લેન હવામાં થયા Crash, વિડીયો જેણે જોયો તેના રુંવાટા થઇ ગયા ઉભા
દુનિયાભરમાં સમયાંતરે એર શો (Air Show) નું આયોજન કરવામાં આવતું રહે છે. જેમા પ્લેનના ખતરનાક સ્ટંટ તમે ક્યારેક તો જોયા જ હશે. જોકે, આ સ્ટંટ ઘણીવાર એક મોટી દુર્ઘટનાને આમંત્રણ પણ આપે છે. આવા જ સમાચાર તાજેતરમાં મળી રહ્યા છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બે વિન્ટેજ પ્લેન ક્રેશ (Plane Crash) થયાના અહેવાલ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા ટાંકવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના ડલ્લાસ એક્ઝિક્યુટિવ એàª
દુનિયાભરમાં સમયાંતરે એર શો (Air Show) નું આયોજન કરવામાં આવતું રહે છે. જેમા પ્લેનના ખતરનાક સ્ટંટ તમે ક્યારેક તો જોયા જ હશે. જોકે, આ સ્ટંટ ઘણીવાર એક મોટી દુર્ઘટનાને આમંત્રણ પણ આપે છે. આવા જ સમાચાર તાજેતરમાં મળી રહ્યા છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બે વિન્ટેજ પ્લેન ક્રેશ (Plane Crash) થયાના અહેવાલ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા ટાંકવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર એર શો દરમિયાન બની હતી.
જોકે, આ દુર્ઘટનામાં એ સ્પષ્ટ નથી થયું કે, વિમાનમાં કેટલા લોકો સવાર હતા અને કેટલા લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. બંને વિમાન હવામાં એકબીજા સાથે અથડાઈને જમીન પર પટકાયા હતા. આ પછી તેમાં આગ લાગી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના શનિવારે ટેક્સાસના ડલ્લાસમાં બની હતી. એક બોઇંગ B-17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ બોમ્બર અને બેલ P-63 કિંગ કોબ્રા ફાઇટર અહીં બીજા વિશ્વ યુદ્ધની યાદમાં યોજાયેલા એર શો દરમિયાન અથડાયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું છે કે આ ઘટના ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર લગભગ 1.20 વાગ્યે બની હતી. ઘટનાની જાણકારી મળતા જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી કર્મચારીઓ ડલ્લાસ એરપોર્ટ પર પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બંને પ્લેન એકબીજા સાથે અથડાઈને જમીન પર પડ્યા હતા. આ પછી તેમાં આગ લાગી હતી.
Advertisement
અહીં, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ તપાસ શરૂ કરી છે. ડલ્લાસના મેયરે ટ્વીટ કર્યું, 'તમારામાંથી ઘણાએ અમારા શહેરમાં એરશો દરમિયાન એક દુ:ખદ ઘટના જોઈ હશે. હાલમાં, સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ નથી અથવા પ્રાપ્ત માહિતીની પુષ્ટિ થઈ નથી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે અકસ્માતની કમાન સંભાળી લીધી છે. ડલ્લાસ પોલીસ વિભાગ અને ડલ્લાસ ફાયર રેસ્ક્યુ દ્વારા મદદ આપવામાં આવી રહી છે.
જમીન પર પડ્યા બાદ બંને પ્લેનમાં આગ લાગી હતી. વિમાનો અથડાયા બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ઘટના બાદ એરપોર્ટ પર સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે તાત્કાલિક જાણી શકાયું નથી. દરમિયાન, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ