Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોધરા શહેરની મોદીની વાડી વિસ્તારમાંથી 247 ચાઈનીઝ દોરાનો જથ્થા સાથે બે ઇસમોને ઝડપાયા

ગોધરા શહેરના મોદીની વાડી 2  વિસ્તારમાંથી એલસીબીએ 247 ચાઈનીઝ દોરાનો 47000 ની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો છે. રહેણાંક મકાનમાં દોરાનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતો હોવાની જાણકારી આધારે પોલીસે છાપો મારી હાલ બે આરોપીની ધરપકડ કરી જાહેરનામાની જોગવાઈ કાર્યવાહી કરી છે. સાથે જ અન્ય વધુ એક આરોપીની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે.ઉતરાયણ પર્વ પૂર્વે  ચાઈનીઝ દોરાના ઉપયોગથી કેટલાય નિર્દોષ વ્યક્તિઓ અ
ગોધરા શહેરની મોદીની વાડી વિસ્તારમાંથી 247 ચાઈનીઝ દોરાનો જથ્થા સાથે બે ઇસમોને ઝડપાયા
ગોધરા શહેરના મોદીની વાડી 2  વિસ્તારમાંથી એલસીબીએ 247 ચાઈનીઝ દોરાનો 47000 ની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો છે. રહેણાંક મકાનમાં દોરાનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતો હોવાની જાણકારી આધારે પોલીસે છાપો મારી હાલ બે આરોપીની ધરપકડ કરી જાહેરનામાની જોગવાઈ કાર્યવાહી કરી છે. સાથે જ અન્ય વધુ એક આરોપીની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા છે.
ઉતરાયણ પર્વ પૂર્વે  ચાઈનીઝ દોરાના ઉપયોગથી કેટલાય નિર્દોષ વ્યક્તિઓ અને નિર્દોષ પંખીઓના ભોગ લેવાઇ રહ્યા હોવાની ઘટનાઓ હાલ રાજ્યભરમાંથી સામે આવી રહી છે. ત્યારે પોલીસ તંત્ર પણ ચાઈનીઝ દોરાના વેચાણ સામે લાલ આંખ કરી છે અને ચાઇનીઝ દોરા વેચાણ અંગેની ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની બાઝ નજર હોવા છતાં ચાઈનીઝ દોરાનો જથ્થો યેનકેન પ્રકારે વેચવા માટે કેટલાક વેપારીઓ સક્રિય હોવાનું જે રીતે ચાઈનીઝ દોરાનો જથ્થો મળી આવે છે, જેના થકી જોવા મળી રહ્યું છે. ગોધરા શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ચાઈનીઝ દોરાને વેચાણ અંગેની ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. પરંતુ વેપારીઓ દ્વારા ચાઈનીઝ દોરાનું વેચાણ ખૂબ જ સાવચેતી પૂર્વક ખાનગી જગ્યાઓ ઉપર તેમજ માત્રને માત્ર બાળકોને જ વેચવામાં આવતો હોવાનું સામે રહ્યું છે. 
દરમિયાન ગત મોડી રાત્રે ગોધરા એલસીબી પીઆઇ મળી હતી કે ગોધરા શહેરના મોદીની વાડી-2 વિસ્તારમાં એક રહેણાંક મકાન મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો રાખી ખાનગીમાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. બાતમી  આધારે એલસીબી ટીમે છાપો માર્યો હતો અને તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી 247 ફિરકા ચાઈનીઝ દોરાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બે આરોપીઓ માધવ પટેલ અને હર્ષિલ પટેલ ધરપકડ કરી ચાઈનીઝ દોરાનો જથ્થો કબ્જે લીધો હતો. જયારે આ ચાઈનીઝ દોરાનો વેપાર કરતાં એક પતંગના દુકાનદાર રવિ મનસુખ રાણા પણ સંડોવણી બહાર આવતા પોલીસે તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પણ પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં ચાઈનીઝ દોરાના વેચાણને અટકાવવા માટે તપાસ માટેની ડ્રાઇવ જારી રાખવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.