ક્રિકેટના બે દિગ્ગજ સચિન-લારા આજે જોવા મળશે આમને-સામને, જોવા મળશે જોરદાર ટક્કર
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022 (Road Safety World Series)માં ફરી એકવાર ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમ મેદાનમાં ઉતરશે. સચિન તેંડુલકરની કપ્તાનીવાળી ટીમ બીજી મેચમાં બ્રાયન લારાની વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ સામે ટકરાશે. બંને ટીમોએ પોતાની પ્રથમ મેચ જીતી છે. ઈન્ડિયા લિજેન્ડ્સે સાઉથ આફ્રિકા લિજેન્ડ્સને હરાવ્યું હતું, જ્યારે વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશ સામે જીત મેળવી હતી. કાગળમાં બંને ટીમો ખૂબ જ મજબૂત દેખાઇ રહી છે.
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022 (Road Safety World Series)માં ફરી એકવાર ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમ મેદાનમાં ઉતરશે. સચિન તેંડુલકરની કપ્તાનીવાળી ટીમ બીજી મેચમાં બ્રાયન લારાની વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ સામે ટકરાશે. બંને ટીમોએ પોતાની પ્રથમ મેચ જીતી છે. ઈન્ડિયા લિજેન્ડ્સે સાઉથ આફ્રિકા લિજેન્ડ્સને હરાવ્યું હતું, જ્યારે વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશ સામે જીત મેળવી હતી.
કાગળમાં બંને ટીમો ખૂબ જ મજબૂત દેખાઇ રહી છે. સચિન તેંડુલકર, સુરેશ રૈના, યુવરાજ સિંહ, ઈરફાન પઠાણ જેવા ખેલાડીઓ ઈન્ડિયા લિજેન્ડ્સના મોટા નામોમાં સામેલ છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝમાં બ્રાયન લારા, સુલેમાન બેન, ડ્વેન સ્મિથ જેવા મજબૂત ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં તેમની વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે તેવી પૂરી સંભાવના છે. જો તમે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને બ્રાયન લારાના ફેન છો તો આ દિવસ તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે. આજે બંને દિગ્ગજ ખેલાડીઓ ફરી એકવાર મેદાન પર પોતાના બેટનો જોશ બતાવતા જોવા મળશે.
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2022 ની છઠ્ઠી મેચ આજે રમાશે, જેમાં સચિન તેંડુલકરની કેપ્ટનશીપવાળી ઈન્ડિયા લેજેન્ડ્સની ટીમ વેસ્ટ ઈન્ડિઝના લિજેન્ડ્સ સામે ટકરાતી જોવા મળશે. આ લીગની આ છઠ્ઠી મેચ છે, જે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીતીને અહીં પહોંચી છે. પરંતુ તે સમયે તેનો કેપ્ટન બ્રાયન લારા અંગત કારણોસર વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં હાજર નહોતો. જોકે, આ મેચ પહેલા તે પોતાની ટીમ સાથે જોડાઈ ગયો છે અને આજે તે પોતાની ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સે સિઝનની તેમની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે 9 વિકેટે જીત નોંધાવી હતી.
સચિન તેંડુલકરની આગેવાની હેઠળની ઇન્ડિયા લિજેન્ડ્સની ટીમે શનિવારે ભરચક સ્ટેડિયમની સામે દક્ષિણ આફ્રિકા લિજેન્ડ્સ સામે 61 રનથી જંગી જીત નોંધાવવા માટે આકર્ષક પ્રદર્શન કર્યું હતું. ગત વખતની ચેમ્પિયન ઇન્ડિયા લિજેન્ડ્સે છેલ્લી મેચમાં તમામ વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગે સારું કામ કર્યું હતું.
બંને ટીમો માટે સંભવિત XI:
ઈન્ડિયા લિજેન્ડ્સ:
નમન ઓઝા, સચિન તેંડુલકર (c), સુરેશ રૈના, સ્ટુઅર્ટ બિન્ની, યુવરાજ સિંહ, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, મનપ્રીત ગોની, મુનાફ પટેલ, રાહુલ શર્મા, પ્રજ્ઞાન ઓઝા
વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ:
ડ્વેન સ્મિથ, ડેવ મોહમ્મદ, નરસિંહ દેવનારીન, કિર્ક એડવર્ડ્સ, દાજા હયાત, વિલિયમ્સ પર્કિન્સ, સુલેમાન બેન, દેવેન્દ્ર બિશુ, માર્લન બ્લેક, ક્રિશ્માર સંતોકી, ડેરેન પોવેલ
Advertisement