ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગાંધીધામના મીઠીરોહર નજીક ટ્રેલરે રીક્ષાને ટક્કર મારી, બે શ્રમજીવીનાં મોત અને આઠ ઘાયલ

રવિવારે સાંજે કચ્છના ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. એક ટ્રેલર અને પેસેન્જર રીક્ષા વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં બે શ્રમજીવીઓનાં મોત થયા છે. આમ જોવા જઇએ તો આ એક પ્રકારે ત્રિપલ અકસ્માત પણ કહી શકાય. જેમાં અન્ય આઠ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતા હાાઇવે ભોગ બનનાર લોકોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.જાણવા મળતà«
04:46 PM Mar 27, 2022 IST | Vipul Pandya
રવિવારે સાંજે કચ્છના ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. એક ટ્રેલર અને પેસેન્જર રીક્ષા વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં બે શ્રમજીવીઓનાં મોત થયા છે. આમ જોવા જઇએ તો આ એક પ્રકારે ત્રિપલ અકસ્માત પણ કહી શકાય. જેમાં અન્ય આઠ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થતા હાાઇવે ભોગ બનનાર લોકોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ શ્રમજીવીઓને લઈ જતી પેસેન્જર રીક્ષાને પાછળથી ટ્રેલરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરે રીક્ષાને ટક્કર મારતા તેમાં સવાર બે શ્રમજીવીઓ બહાર ફંગોળાયા હતા. તે જ સમયે ત્યાંથી પસાર થતી કારના પૈડા બંને શ્રમજીવીઓ પર ફરી વળ્યા હતા. જેથ બંનેના  ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય આઠ વ્યક્તિઓ ઘાયલ થતાં તેઓને ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
આ બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. બી ડિવિઝનના વાલાભા ગઢવીના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં કુન્દનરાવ, દિલું, પપુ રાવ સહિત આઠ વ્યક્તિ ઘાયલ થયા છે. જ્યારે મૃત્યુ પામનારની ઓળખ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અહીંના માર્ગ પર અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. દરરોજ નાના-મોટા અકસ્માતોમાં નિર્દોષ માનવીય જિંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. ત્યારે ઓવર સ્પીડથી દોડતા વાહનો પર રોક લગાવવા આવે તે જરૂરી બન્યુ છે.
Tags :
AccidentGandhidhamGujaratFirstKutchhMithiroharTragicAccident
Next Article