Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફોર્બ્સની ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોપ 2માં બે ગુજરાતીઓએ મેળવ્યું સ્થાન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, જેમની પાસે કુલ $90.7 બિલિયનની નેટવર્થ છે, તેમણે ફોર્બ્સ અનુસાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના દસમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે તેમનું સ્થાન જાળવી રાખ્યું છે.અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી $90 બિલિયનની નેટવર્થ સાથે બીજા ક્રમે છે અને શિવ નાદરી HCL ટેક્નોલોજીસના માનદ અધ્યક્ષ છે, ફોર્બ્સ ઈન્ડિયાની યાદીમાં 10માં ક્રમે છે. 28.7 અબજ ડોલરની નેટવà
ફોર્બ્સની ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોપ 2માં બે ગુજરાતીઓએ મેળવ્યું સ્થાન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, જેમની પાસે કુલ $90.7 બિલિયનની નેટવર્થ છે, તેમણે ફોર્બ્સ અનુસાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના દસમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે તેમનું સ્થાન જાળવી રાખ્યું છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી $90 બિલિયનની નેટવર્થ સાથે બીજા ક્રમે છે અને શિવ નાદરી HCL ટેક્નોલોજીસના માનદ અધ્યક્ષ છે, ફોર્બ્સ ઈન્ડિયાની યાદીમાં 10માં ક્રમે છે. 28.7 અબજ ડોલરની નેટવર્થ સાથે સૌથી ધનિક અબજોપતિઓની યાદીમાં ત્રીજા ક્રમે છે. વળી યાદીમાં ટોચના ત્રણ રેન્કિંગ પાછલા વર્ષની સરખામણીએ યથાવત છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, અંબાણીની નેટવર્થમાં ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં 7 ટકાનો ઉછાળો આવ્યો છે. અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નિયંત્રિત કરે છે, જે વિશ્વના સૌથી મોટા ઓઈલ રિફાઈનિંગ કોમ્પ્લેક્સના માલિક છે. તેમના અન્ય વ્યવસાયોમાં સમગ્ર ભારતમાં 4G વાયરલેસ નેટવર્કનો સમાવેશ થાય છે.
અંબાણી અને અદાણી બંને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે અને આગામી દાયકામાં દરેકે અબજો ડોલરના રોકાણની યોજના બનાવી છે. ભારતના રસીના પ્રણેતા સાયરસ પૂનાવાલા, જેમની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) COVID-19 સામે રસી બનાવવામાં મોખરે હતી, તેઓ $24.3 બિલિયનની અંદાજિત નેટવર્થ સાથે ચોથા ક્રમે હતા. ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દામાણી ગયા વર્ષે વિશ્વના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રવેશીને $20 બિલિયનની નેટવર્થ સાથે પાંચમાં ક્રમે હતા.
આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ, જેમની કુલ સંપત્તિ $17.9 બિલિયન છે, તેઓ છઠ્ઠા ક્રમે છે. ઓપી જિન્દાલ ગ્રૂપ ($17.7 બિલિયન)ના સાવિત્રી જિંદાલ સાતમાં ક્રમે છે, જેને સ્ટીલના ભાવમાં સુધારા દ્વારા મદદ મળી હતી. આદિત્ય બિરલા ગ્રૂપના વડા કુમાર મંગલમ બિરલા ($16.5 બિલિયન) આઠમાં ક્રમે, સન ફાર્માસ્યુટિકલ્સના વડા દિલીપ સંઘવી ($15.6 બિલિયન) નવમાં ક્રમે અને કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર ઉદય કોટક ($14.3 બિલિયન) દસમાં ક્રમે છે.
Advertisement
Tags :
Advertisement

.