Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રિલીઝના બે દિવસ પહેલા, Boycott RRR સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ,જાણો શું છે કારણ?

રિલિઝના બે દિવસ પહેલાં બાહુબલી ફેમ એસ,એસ, રાજામૌલીની ફિલ્મ આર.આર.આર સોશિયલ મીડિયા પર વિવાદમાં આવી છે. કર્ણાટકના લોકોની માંગ છે કે RRR કન્નડ ભાષામાં રિલીઝ થવી જોઈએ. ટ્વિટર પર આ હેશટેગ ટ્રેન્ડમાં આવ્યું છે.  જેમાં આરઆરઆર પર કોઈએ નારાજગી વ્યક્ત કરી.નારાજગી વ્યક્ત કરતી વખતે, કોઈએ કન્નડમાં RRRને રિલીઝ કરવાની માંગ કરી છે, તો કોઈ ફિલ્મની ટીમ અને કલાકારોને દોષ ન આપવાની સ્પષ્ટતા કરી રહ્યું છે. à
09:50 AM Mar 23, 2022 IST | Vipul Pandya
રિલિઝના બે દિવસ પહેલાં બાહુબલી ફેમ એસ,એસ, રાજામૌલીની ફિલ્મ આર.આર.આર સોશિયલ મીડિયા પર વિવાદમાં આવી છે. કર્ણાટકના લોકોની માંગ છે કે RRR કન્નડ ભાષામાં રિલીઝ થવી જોઈએ. ટ્વિટર પર આ હેશટેગ ટ્રેન્ડમાં આવ્યું છે.  જેમાં આરઆરઆર પર કોઈએ નારાજગી વ્યક્ત કરી.
નારાજગી વ્યક્ત કરતી વખતે, કોઈએ કન્નડમાં RRRને રિલીઝ કરવાની માંગ કરી છે, તો કોઈ ફિલ્મની ટીમ અને કલાકારોને દોષ ન આપવાની સ્પષ્ટતા કરી રહ્યું છે. દિગ્દર્શક એસએસ રાજામૌલીની બહુ ચર્ચિત ફિલ્મ RRR, બે દિવસ પછી 25માર્ચે થિયેટરોમાં આવવાની છે, તેની રિલીઝ પહેલા જ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. #BoycottRRRinKarnataka ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. કન્નડ ભાષામાં ફિલ્મ રિલીઝ ન થવાને કારણે લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. કર્ણાટકના લોકોની માંગ છે કે RRR કન્નડ ભાષામાં પણ રિલીઝ થવી જોઈએ. ટ્વિટર પર આ હેશટેગનું પૂર આવ્યું છે. આરઆરઆર પર કોઈએ નારાજગી વ્યક્ત કરી.

યુઝર્સે નારાજગી વ્યક્ત કરી
એક યુઝરે લખ્યું - 'અમને ટેલિગ્રામમાં #RRRMovie નથી જોવું, આ તેલુગુ રાજ્ય નથી, આ કર્ણાટક છે.ઇજ્જત વ્યવસાય કરતાં વધુ છે.

એકે લખ્યું- 'વચન તોડ્યું.' બીજાએ લખ્યું-'#BoycottRRRinKarnataka @ssrajamouli, આ કન્નડ લોકોનું અપમાન છે, કર્ણાટકમાં RRR ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો સમય આવી ગયો છે...કન્નડમાં રિલીઝ થશે તો જ અમે તેનું સ્વાગત કરીશું. 

બીજાએ લખ્યું- 'આ એક મોટું અભિયાન હશે, @kvnproductions કન્નડનું ડબ વર્ઝન રિલીઝ કરે છે....તેવી જ રીતે, ઘણા લોકોએ #BoycottRRRinKarnataka ટ્વીટ કર્યું છે.

Tags :
GujaratFirstRRRBOYCOATTssrajamulli
Next Article