Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૈસા મેળવા માટે લોકોની લાગણી સાથે છેડછાડ કરનાર બે આરોપીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરની જાણીતી હોસ્પિટલ (Hospital)નું ફેક ઇમેઇલ એકાઉન્ટ (Fake Email Account)બનાવનાર બે આરોપીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે..હોસ્પિટલનું ફેક ઇમેઇલ એકાઉન્ટ બનાવી દર્દીને ઇમેઇલ કર્યો હતો આરોપીઓએ.જેમાં જરૂરિયાતમંદોને કિડની ટ્રાન્સપ્લાન્ટ (Kidney transplant)કરવાની લાલચ આપતો ફેક ઇમેઇલ મોકલ્યો હતો. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે પોલીસ તપાસ કરતા ઇમેઇલ મોકલનાર આરોપીએ પરિચિત વ્યક્તિને ઇમેઇલ કર્યો હોવાનુàª
પૈસા મેળવા માટે લોકોની લાગણી સાથે છેડછાડ કરનાર બે આરોપીની પોલીસે કરી ધરપકડ
Advertisement
અમદાવાદ શહેરની જાણીતી હોસ્પિટલ (Hospital)નું ફેક ઇમેઇલ એકાઉન્ટ (Fake Email Account)બનાવનાર બે આરોપીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે..હોસ્પિટલનું ફેક ઇમેઇલ એકાઉન્ટ બનાવી દર્દીને ઇમેઇલ કર્યો હતો આરોપીઓએ.જેમાં જરૂરિયાતમંદોને કિડની ટ્રાન્સપ્લાન્ટ (Kidney transplant)કરવાની લાલચ આપતો ફેક ઇમેઇલ મોકલ્યો હતો. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે પોલીસ તપાસ કરતા ઇમેઇલ મોકલનાર આરોપીએ પરિચિત વ્યક્તિને ઇમેઇલ કર્યો હોવાનું સામે આવ્યું છે.
ગ્રામ્ય પોલીસે બે આરોપીની  કરી  ધરપકડ
પૈસા મેળવા માટે લોકોની લાગણી સાથે છેડછાડ કરનાર બન્ને આરોપી રાજન રાજપૂત અને યશ ઉર્ફે પ્રથમ શુકલાની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે.આરોપીએ કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે ઠગાઇ કરવા ફેક ઇમેઇલ એકાઉન્ટ બનાવ્યું હતું.  પરંતુ હોસ્પિટલ મેનજમેન્ટ ને જાણ થતાં આરોપીઓનો ભાંડો ફૂટ્યો.ઘટના કઈક એવી છે કે જાણીતી હોસ્પિટલના મેનેજરે બોપલમાં ફરિયાદ નોંધાવી હતી કે 9 સપ્ટેમ્બર ના રોજ એક વ્યક્તિ કિડની ડોનર તરીકે પૂછપરછ કરવા માટે આવ્યો હતો અને ગાજીયાબાદની એક યુવતીને કિડની ડોનેટ કરવા માટેની માહિતી મેળવતો હતો.... પરંતુ મેનેજરએ દર્દી અને ડોનર વચ્ચે સંબંધ ન હોવાથી કીડની ટ્રાન્સપ્લાન્ટ મંજૂરી મળતી ન હોવાનું કહીને યુવકને પરત મોકલ્યો હતો..આ દરમિયાન હોસ્પિટલના ફેક આઈડી દ્વારા કીડની ટ્રાન્સપ્લાન્ટની માહિતી એક દર્દીને મોકલતા તેની જાણ હોસ્પિટલને થઈ હતી. જેથી ફરિયાદ કરતા ગ્રામ્ય પોલીસે ટેક્નિકલ એનાલિસિસ આધારે બન્ને આરોપીની ધરપકડ કરી...
પોલીસે બન્ને આરોપીની રિમાન્ડની તજવીજ હાથ ધરી
પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે એક ક્ષત્રિય ગ્રૂપમાં ગજેન્દ્રસિંગ નામના વ્યક્તિ એ પોતાની દીકરીને કિડની ટ્રાન્સપ્લાન જરૂર હોવાનો મેસેજ કર્યો હતો..જેમાં ગજેન્દ્રસિંગને રાજન રાજપૂત સાથે સંપર્ક થયો હતો..જે બાદ કિડની જરૂરિયાત રહેલ યુવતીના પિતા ગજેન્દ્રસિંગની સાથે આરોપી રાજન રાજપૂત હોસ્પિટલમાં ગયો હતો..જ્યાં કીડીની ટ્રાન્સપ્લાન્ટ માટેની માહિતી મેળવી હતી જેમાં કિડની ડોનર અને દર્દીનો સંબંધ એક ના હોવાથી કિડની ટ્રાન્સપ્લાન માટેની હોસ્પિટલએ ના પાડ્યા બાદ રાજન રાજપૂત દ્વારા હોસ્પિટલનું ફેક ઇમેઇલ આઈડી બનાવીને ગજેન્દ્રસિંગને કીડની ટ્રાન્સપ્લાન માટે લાલચ માટે ઈમેલ કર્યો હતો..જેમના પાસેથી પૈસા પડાવવા માટે પ્લાન બનાવ્યો હતો..જેથી યશ ઉર્ફે પ્રથમ શુક્લા પાસેથી ફેક ઇમેઇલ આઈડી બનાવ્યું હતું.જેમાં આરોપી રાજન રાજપૂતએ ફેક ઇમેઇલ આઈડી પરથી કિડની ટ્રાન્સપ્લાન કરવાનો ખોટો મેસેજ મોકલ્યો હતો...ગ્રામ્ય પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે જેમાં બન્ને આરોપીઓ અન્ય કોઈ દર્દીઓને આ રીતે ઇમેઇલ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Tags :
Advertisement

.

×