Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્વિટરે નવા ફીચર 'ટ્વિટર સર્કલ'નું ટેસ્ટિંગ કર્યું, મળશે આ નવી સુવિધાઓ

એલોન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા પછી કંપનીએ પ્રથમ વખત નવા ફીચરની જાહેરાત કરી છે. ટ્વિટરે આજે જાહેરાત કરી છે કે તે એક નવી 'ટ્વિટર સર્કલ' સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે. જે યુઝર્સને ઓછામાં ઓછા 150 લોકો સાથે તેમની ટ્વીટ શેર કરવાની મંજૂરી આપશે. આ ફીચરમાં જો તમે માત્ર અમુક પસંદ કરેલા લોકોને જ મેસેજ મોકલવા માંગતા હોવ તો તમારે મેનુમાં જઈને ઓડિયન્સ સિલેક્ટ કરવાનું રહેશે. આ ફીચરનો હેતુ એ છે ક
ટ્વિટરે નવા ફીચર  ટ્વિટર સર્કલ નું  ટેસ્ટિંગ કર્યું  મળશે આ નવી સુવિધાઓ
એલોન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા પછી કંપનીએ પ્રથમ વખત નવા ફીચરની જાહેરાત કરી છે. ટ્વિટરે આજે જાહેરાત કરી છે કે તે એક નવી 'ટ્વિટર સર્કલ' સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે. જે યુઝર્સને ઓછામાં ઓછા 150 લોકો સાથે તેમની ટ્વીટ શેર કરવાની મંજૂરી આપશે. આ ફીચરમાં જો તમે માત્ર અમુક પસંદ કરેલા લોકોને જ મેસેજ મોકલવા માંગતા હોવ તો તમારે મેનુમાં જઈને ઓડિયન્સ સિલેક્ટ કરવાનું રહેશે. આ ફીચરનો હેતુ એ છે કે તમે પસંદ કરેલા લોકોને ટ્વીટ કરી શકો છો જેથી કરીને તમારી પ્રાઈવસીનું ઉલ્લંઘન ન થાય.
આ રીતે કામ કરશે
ટ્વિટરે કહ્યું કે આવનાર સમયમાં નવું ફીચર તમારામાંથી માત્ર થોડા જ લોકોને દેખાશે. જો તમારી પાસે આ સુવિધા છે. એટલેકે અપડેટ કર્યું હશે તો તમે 150 લોકોને પસંદ કરશો જો તેને તમે ફોલો ન કરી રહ્યા હોઈ તો પણ તેને સર્કલમાં એડ કરી શકો છો. જ્યારે કંઈપણ ટ્વિટ કરો, ત્યારે 'ટ્વિટર સર્કલ' વિકલ્પ પસંદ કરો અને તમારી ટ્વીટ્સ ફક્ત તમે પસંદ કરેલા લોકો સુધી મર્યાદિત રહેશે અન્ય લોકો જોઈ શકશે નહિ. 
યુઝર્સ ગમે ત્યારે 'Twitter Circle'માં પસંદ કરાયેલા લોકોની યાદીમાં ફેરફાર કરી શકે છે. એટલે કે, જો તમે કોઈને દૂર કરો છો, તો તે લોકોને જાણ કરવામાં આવશે નહીં. ટ્વિટર યુઝર્સ કે જેઓ આ સુવિધાનો ઉપયોગ કરી શક્યા છે તેઓ તેમના પ્રતિસાદ શેર કરવાનું શરૂ કર્યું છે. એક ટ્વિટર યુઝરે ટ્વીટ કર્યું, "પ્રથમ તો હું સમજી શક્યો નહીં, પરંતુ તે ખરેખર શાનદાર ફીચર છે.  મને તાજેતરમાં આના જેવું કંઈક કરવાની જરૂરિયાત અનુભવાઈ છે.
Advertisement
Tags :
Advertisement

.