Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને લોકોના ક્રેઝ પર ટ્વિંકલ ખન્નાની આવી પ્રતિક્રિયા

ટ્વિંકલે તાજેતરમાં મિડીયાને આપલાં ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની સફળતા પછી ઘણા ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મો જેવાં કે અંધેરી ફાઇલ્સ, સાઉથ બોમ્બે ફાઇલ્સ જેવી ફિલ્મોના નામ રજીસ્ટર કરાવ્યા છે. તેણે લખ્યું, 'નિર્માતાની ઓફિસમાં એક મીટિંગ દરમિયાન, મને કહેવામાં આવ્યું કે ધ કાશ્મીર ફાઇલ્સની સક્કસેસ બાદ આપવા ઘણી નવી ફિલ્મોના ટાઇટલ રજીસ્ટર કરવામાં આવ્યા છે. à
10:36 AM Apr 03, 2022 IST | Vipul Pandya
ટ્વિંકલે તાજેતરમાં મિડીયાને આપલાં ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની સફળતા પછી ઘણા ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મો જેવાં કે અંધેરી ફાઇલ્સ, સાઉથ બોમ્બે ફાઇલ્સ જેવી ફિલ્મોના નામ રજીસ્ટર કરાવ્યા છે. તેણે લખ્યું, "નિર્માતાની ઓફિસમાં એક મીટિંગ દરમિયાન, મને કહેવામાં આવ્યું કે ધ કાશ્મીર ફાઇલ્સની સક્કસેસ બાદ આપવા ઘણી નવી ફિલ્મોના ટાઇટલ રજીસ્ટર કરવામાં આવ્યા છે. હવે કારણ કે પહેલા મોટા શહેરોના નામ નોંધાયેલા છે, તેથી હવે તેઓ હવે આમધેરી ફાઇલ્સ, ખાર દંડ ફાઇલ્સ અને સાઉથ બોમ્બે ફાઇલ્સનાં નામ પણ નોંધી રહ્યાં છે.
ટ્વિંકલે ફિલ્મનું નામ પણ રાખ્યું છે ટ્વિંકલે આગળ મજાકમાં કહ્યું કે, તેણે ફિલ્મનું નામ "નેઇલ ફાઇલ" પણ ફાઇનલ કર્યું છે. ટ્વિંકલે જણાવ્યું કે જ્યારે તેણે તેની માતાને આ વિશે જણાવ્યું તો તેણે પૂછ્યું કે શું તે તેમાં ખરાબ મેનિક્યોર વિશે પણ દર્શાવશે? તો ટ્વિકલે કહ્યું, 'કદાચ હા, પરંતુ ઓછામાં ઓછું તે સાંપ્રદાયિકતાની આગ પર રોટલાં શેકવા કરતાં વધુ સારું છે.'

ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો
ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ વિશે લાત કરીએ તો 1991ના સમયગાળા વિશેની ઘટના પર આધારિત છે. જ્યારે કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તે સમયે કાશ્મીરી પંડિતો સાથે જે કંઈ થયું તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે જેમાં તેમની સાથે અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તે જ સમયે, ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી ચાલુ છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે 240 કરોડ સુધીની કમાણી કરી લીધી છે.

જો જો ફેન્સને ખરાબ ન લાગે
ટ્વિંકલ ખન્ના દરેક મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા ચોક્કસ આપે છે. હવે ટ્વિંકલે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્વિંકલે આ મામલે જે કહ્યું તે સાંભળીને કેટલાક લોકોને ખરાબ લાગી શકે છે.
Tags :
akshaykumarGujaratFirstTheKashmirFilestwikalkhanna
Next Article