Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સત્ય હંમેશાં સત્ય જ રહે છે, સૂરજ છુપ્યો નહીં રહે : જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે કથાકાર મોરારિબાપુનું નિવેદન

છેલ્લા થોડા દિવસોથી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ શરુ થયે છે. પહેલા તો મસ્જિદના સર્વેનો વિરોધ કરાયો હતો. ત્યારબાદ જ્યારે સર્વે થયો ત્યારે સોમવારે ત્યાંથી શિવલીંગ મળ્યાનો દાવો હિંદુ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ એવો આદેશ આપ્યો છે કે જ્યાંથી શિવલીંગ મળી આવ્યું છે તે જગ્યાને સીલ કરી દેવામાàª
12:30 PM May 17, 2022 IST | Vipul Pandya
છેલ્લા થોડા દિવસોથી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ શરુ થયે છે. પહેલા તો મસ્જિદના સર્વેનો વિરોધ કરાયો હતો. ત્યારબાદ જ્યારે સર્વે થયો ત્યારે સોમવારે ત્યાંથી શિવલીંગ મળ્યાનો દાવો હિંદુ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ એવો આદેશ આપ્યો છે કે જ્યાંથી શિવલીંગ મળી આવ્યું છે તે જગ્યાને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. સુપ્રીમ કોર્ટ આ અંગે હવે આગામી ગુરુવારે વધારે સુનવણી હાથ ધરશે.
મોરારિબાપુએ શું કહ્યું?
ત્યારે હવે કાશીની આ જ્ઞાનવાપી મસ્જિદ તથા ત્યાંથી મળેલા શિવલીંગના દાવા અંગે સુપ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુએ નિવેદન આપ્યું છે. આ અંગે વાત કરતા મોરારિબાપુએ કહ્યું કે એક બે દિવસમાં બધું સ્પષ્ટ થઇ જશે. હું માનુ છું કે સત્ય હંમેશાં સત્ય રહે છે અને તે જલ્દી બહાર આવશે. સત્ય બહાર આવશે એનાથી સૌ કોઈને ખુશી મળવી જોઈએ.  હાલ જે થઈ રહ્યું છે એનો હું અભ્યાસ કરી રહ્યો છું. 
મામલો અત્યારે કોર્ટમાં છે અને જે નિર્ણય આવશે તે જોઈશું. સૂરજ છુપ્યો નહીં રહે. જ્યાં પણ આવું થયું છે ત્યાં જે સત્ય હશે એ બહાર આવશે. સોમનાથ અને કાશીના મંદિર તૂટવા અંગેના સવાલના જવાબમાં મોરારિબાપુએ કહ્યું કે ઇતિહાસ ગવાહ છે,  પ્રસિદ્ધ વાત છે, જે થયું છે તે સૌ કોઈ જાણે છે.
સુપ્રીમ કોર્ટેમાં આજે શું થયું?
સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં નીચલી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેથી જિલ્લા કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. આ દરમિયાન યુપી સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે યુપી સરકારને કેટલાક મુદ્દાઓ પર તેમની મદદની જરૂર છે. સુપ્રીમ કોર્ટમાં અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ વારાણસી કોર્ટના સર્વે કરવાના આદેશને પડકાર્યો હતો, જેના હેઠળ પરિસરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.
Tags :
GujaratFirstGyanvapiMasjidKashiMoraribapuકાશીજ્ઞાનવાપીમસ્જિદમોરારીબાપુશિવલીંગ
Next Article