રાષ્ટ્રીય પાર્ટીની શરૂઆત પહેલા TRSનેતા દારૂ અને ચિકન વહેંચતા જોવા મળ્યા, વીડિયો વાયરલ
તેલંગાણા (Telangana)ના મુખ્યમંત્રી રાષ્ટ્રીય પક્ષની શરૂઆત કરવાના છે. ત્યારે આ અંગે તેમની પાર્ટી TRSમાં જબરદસ્ત ઉત્સાહ છે. લોકોમાં દારૂ અને ચિકનનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. TRS નેતા રાજનલા શ્રીહરિનો (Rajanla Srihari)એક વીડિયો સોશિયલ મીડિયા ( Video Social Media)પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વિવાદ પણ ઘેરો બનવા લાગ્યો છે. તેમણે મંગળવારે તેમના ભૂતપૂર્વ મતવિસ્તાર વારંગલમાં દશેરા (Dussehra)ના અવસર પર લોકોને દારૂ અનà
01:22 PM Oct 04, 2022 IST
|
Vipul Pandya
તેલંગાણા (Telangana)ના મુખ્યમંત્રી રાષ્ટ્રીય પક્ષની શરૂઆત કરવાના છે. ત્યારે આ અંગે તેમની પાર્ટી TRSમાં જબરદસ્ત ઉત્સાહ છે. લોકોમાં દારૂ અને ચિકનનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. TRS નેતા રાજનલા શ્રીહરિનો (Rajanla Srihari)એક વીડિયો સોશિયલ મીડિયા ( Video Social Media)પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વિવાદ પણ ઘેરો બનવા લાગ્યો છે. તેમણે મંગળવારે તેમના ભૂતપૂર્વ મતવિસ્તાર વારંગલમાં દશેરા (Dussehra)ના અવસર પર લોકોને દારૂ અને ચિકનનું વિતરણ કર્યું હતું. વાયરલ વીડિયોમાં ચિકન અને દારૂ લેવા માટે લોકોની લાંબી લાઈન પણ જોઈ શકાય છે.
દારૂ અને ચિકન માટે લાંબી લાઈન
રાજનાલાએ વિતરણ માટે 200 ચિકન અને 200 દારૂની બોટલો ખરીદી અને 200 કુલીઓમાં વહેંચી. શ્રીહરિ અને તેમની ટીમે એક મીટિંગ માટે કુલીઓને બોલાવ્યા હતા જ્યાં તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ અને રાજ્યના IT અને ઉદ્યોગ પ્રધાન કેટી રામા રાવના કટઆઉટ ઉભા કરવામાં આવ્યા હતા.
જાણો TRSનેતાએ શું કહ્યું
શ્રીહરિએ કહ્યું કે દશેરાના અવસર પર મુખ્યમંત્રી કેસીઆરને રાષ્ટ્રીય પાર્ટી અધ્યક્ષ બનવા માટે પ્રાર્થના કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેસીઆરને વડા પ્રધાન બનવા અને કેટીઆરને રાજ્ય પક્ષ પ્રમુખ બનવા માટે વિશેષ પૂજા કરવામાં આવી હતી.
Next Article