ત્રિપુરાની વિધાનસભાની ચૂંટણી માટે 3337 મતદાન મથક મતદાન થશે, જાણો ત્રિપુરાની ચૂંટણી સાથે જોડાયેલી મહત્વની બાબતો
ત્રિપુરામાં (Tripura) 60 સભ્યોની વિધાનસભા માટે ગુરુવારે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) જી. કિરણકુમાર દિનાકારોએ કહ્યું કે મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.આ વખતે રાજ્યની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપની (BJP) સામે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનનો પડકાર રહેશે. ચૂંટણી મેà
ત્રિપુરામાં (Tripura) 60 સભ્યોની વિધાનસભા માટે ગુરુવારે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) જી. કિરણકુમાર દિનાકારોએ કહ્યું કે મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.
આ વખતે રાજ્યની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપની (BJP) સામે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનનો પડકાર રહેશે. ચૂંટણી મેદાનમાં કુલ 259 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોની 400 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં 17 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદો સીલ કરીને કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ત્રિપુરાની ચૂંટણીના મતદાન સાથે જોડાયેલી મહત્વની બાબતો
- 3,337 મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. જેમાં 1100 મથકો સંવેદનશીલ છે અને 28 અતિસંવેદનશીલ મતદાન મથકો છે
- આ ચૂંટણીમાં ભાજપ-IPFT ગઠબંધન, મકપા અને કોંગ્રેસ અને પૂર્વોત્તર રાજ્યના પૂર્વ શાહી પરિવારના વંશજ તરફથી ગઠન કરવામાં આવેલો એક પ્રાદેશિક પક્ષ ટિપરા મોથા છે. 2જી માર્ચે મતગણતરી થશે.
- 31,000 મતદાન કર્મચારીઓ અને કેન્દ્રીય દળોના 25,000 સુરક્ષા કર્મચારીઓ ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે યોજવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સશસ્ત્ર પોલીસ અને રાજ્ય પોલીસના 31,000 જવાનો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત રહેશે.
- સાવચેતીના પગલા તરીકે, રાજ્યભરમાં પહેલાથી જ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે જે 17 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.
- ઉપદ્રવિઓને રાજ્યમાં પ્રવેશતા અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે. 13.53 લાખ મહિલાઓ સહિત કુલ 28.13 લાખ મતદારો 259 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે, જેમાં 20 મહિલા ઉમેદવારો છે.
- રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બારડોવલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે, જ્યારે કેન્દ્રીય પ્રધાન પ્રતિમા ભૌમિક ધાનપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે.
- મકપાના રાજ્ય સચિવ જીતેન્દ્ર ચૌધરી સબરૂમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનનો ચહેરો છે. ટીપરા મોથાના પ્રમુખ પ્રદ્યોત દેબબર્મા ચૂંટણી લડી રહ્યા નથી.
- કુલ 60 સીટોમાંથી ભાજપ 55 બેઠકો પર ચૂંટણી લડે છે જ્યારે તેની સહયોગી આઈપીએફટીએ છ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, એક બેઠક પર મૈત્રીપૂર્ણ હરીફાઈ થશે. માકપા 47 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે તેની સહયોગી પાર્ટી કોંગ્રેસ 13 સીટો પર ચૂંટણી લડી રહી છે.
- ટીપરા મોથાએ 42 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે. તૃણમૂલ કોંગ્રેસે 28 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે 58 અપક્ષ ઉમેદવારો છે. રાજ્યમાં સત્તારૂઢ ભાજપે સૌથી વધુ 12 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
- ચૂંટણી પ્રચાર દરમિયાન, ભાજપે ઉત્તરપૂર્વીય રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસને પ્રકાશિત કર્યો, જ્યારે ડાબેરી મોરચા અને કોંગ્રેસે ભાજપ-આઈપીએફટી સરકારના 'કુશાસન' પર ભાર મૂક્યો. ટીપરા મોથાનો ચૂંટણી મુદ્દો ગ્રેટર ટીપ્રાલેન્ડ રાજ્યની માંગ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement