Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મરચાં કાપ્યા પછી હાથ પર થતી બળતરાથી છુટકારો મેળવવાની Tricks

મરચાં કાપ્યા પછી હાથ પર થતી બળતરાથી કેવી રીતે છુટકારો મેળવવોઠંડું દૂધહાથમાં તીખાં ​​​​મરચાંની બળતરાથી છુટકારો મેળવવા માટે દૂધ શ્રેષ્ઠ ઉપાય છે. દૂધમાં રહેલું ફેટ મરચાંની બળતરા દૂર કરવામાં મદદ કરે છે. શ્રેષ્ઠ પરિણામો માટે ઠંડા દૂધનો ઉપયોગ કરો. તે માટે તમે ઇચ્છો ત્યાં સુધી દૂધમાં હાથ ડૂબાડી રાખો. દૂધ તમારી ત્વચાને કોઈ નુકસાન નહીં કરે. જો કે, ધ્યાનમાં રાખો કે જ્યારે દૂધ ગરમ થાય છે, ત
09:10 AM Oct 03, 2022 IST | Vipul Pandya
મરચાં કાપ્યા પછી હાથ પર થતી બળતરાથી કેવી રીતે છુટકારો મેળવવો
ઠંડું દૂધ
હાથમાં તીખાં ​​​​મરચાંની બળતરાથી છુટકારો મેળવવા માટે દૂધ શ્રેષ્ઠ ઉપાય છે. દૂધમાં રહેલું ફેટ મરચાંની બળતરા દૂર કરવામાં મદદ કરે છે. શ્રેષ્ઠ પરિણામો માટે ઠંડા દૂધનો ઉપયોગ કરો. તે માટે તમે ઇચ્છો ત્યાં સુધી દૂધમાં હાથ ડૂબાડી રાખો. દૂધ તમારી ત્વચાને કોઈ નુકસાન નહીં કરે. જો કે, ધ્યાનમાં રાખો કે જ્યારે દૂધ ગરમ થાય છે, ત્યારે અસર ઓછી થઈ જશે અને બર્નિંગ ફરી શરૂ થશે. રાહત મેળવવા માટે દૂધમાં થોડા બરફના ટુકડા ઉમેરો.
એલોવેરા જેલ
સનબર્નની જેમ મરચાંની બળતરાથી છુટકારો મેળવવા માટે એલોવેરા જેલ લગાવવાથી રાહત થશે. તે બ્લડ ફ્લો વધારવામાં મદદ કરે છે અને ત્વચા પર મરચાંના બળતરાથી રાહત અપાવે છે. 
ડીશ સોપ
ડીશ સોપ એક ડીટર્જન્ટ છે. તે તમારી ત્વચામાંથી મરચાંની બળતરા દૂર કરવામાં મદદ કરી શકે છે. તે માટે તમારા હાથમાં માત્ર એક કે બે ટીપાં ડીશ સોપ લઈ પાણીથી સ્ક્રબ કરો.
ઘી 
જો મરચાં કાપ્યા પછી તમારા હાથમાં તીવ્ર બળતરા થતી હોય તો તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. મરચાંની બળતરાથી છુટકારો મેળવવા માટે આ દાદી-નાનીનો ફેવરિટ નુસ્ખો છે.
સમય આપો
જો ત્વચામાંથી મરચાંની બળતરાને સંપૂર્ણપણે દૂર કરવા માટે કોઈપણ પદ્ધતિથી ફરક ન જણાય, તો તેને થોડો સમય આપો. આમ કરવાથી ત્વચાની બળતરામાંથી પણ રાહત મળી શકે છે.
મરચું કાપતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
  • મરચાં કાપતી વખતે તમે હાથ પર લ્વવ્સ પહેરો.
  • મરચાં કાપવા માટે છરીને બદલે કાતરનો ઉપયોગ કરો.
Tags :
BurningBurntReliefGujaratFirstHealthCareHealthTipsTips
Next Article