ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગાઝિયાબાદથી લખનૌ રેલ્વે પ્રવાસ દરમિયાન મુસાફરના જૂતાં ચોરાયાં, મુસાફરે કર્યો કેસ

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. દરેક લગ્નમાં સાળીઓ પોતાના બનેવીના જૂતા ચોરીને બક્ષિસ મેળવતી હોય છે. આપણે મંદિર દર્શન કરવા જઇએ ત્યારે પણ મંદિર આસપાસથી તમારા જૂતા ચોરાઇ જવાનો કડવો અનુભવ લગભગ દરેકને થયો હોઇ શકે. પણ આજે એક અજીબો ગરીબ કેસ નોંધાયો છે. તે જાણીને તમે પણ ચોંકી જશો. બરેલીમાં ગાઝિયાબાદ રેલવે પોલીસ (GRP)માં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખà
12:25 PM May 16, 2022 IST | Vipul Pandya
હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. દરેક લગ્નમાં સાળીઓ પોતાના બનેવીના જૂતા ચોરીને બક્ષિસ મેળવતી હોય છે. આપણે મંદિર દર્શન કરવા જઇએ ત્યારે પણ મંદિર આસપાસથી તમારા જૂતા ચોરાઇ જવાનો કડવો અનુભવ લગભગ દરેકને થયો હોઇ શકે. પણ આજે એક અજીબો ગરીબ કેસ નોંધાયો છે. તે જાણીને તમે પણ ચોંકી જશો. બરેલીમાં ગાઝિયાબાદ રેલવે પોલીસ (GRP)માં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એક મુસાફરના જૂતાં ચોરી થઇ ગયાં છે,અને આ વ્યક્તિએ પોલીસમાં ચોરીનો કેસ પણ નોંધાવ્યો છે. હવે GRP આ મુસાફરના પગરખાં શોધી રહી છે.

મુસાફરે બાજુમાં બેઠેલા અન્ય મુસાફર પર આરોપ લગાવ્યો
ગાઝિયાબાદથી લખનૌની મુસાફરી દરમિયાન ટ્રેનમાંથી એક મુસાફરના શૂઝ ચોરાઈ ગયા હતા. આ જૂતાની ચોરીનો મામલો જીઆરપીને મળ્યો છે. GRP હવે પેસેન્જરના જૂતાં શોધી કાઢશે. આ કેસમાં ખાસ વાત એ છે કે AC III માં મુસાફરી કરી રહેલા મુસાફરે તેની બાજુમાં બેઠેલા અન્ય મુસાફર પર આરોપ લગાવ્યો છે. આ મામલે જીઆરપીએ ચોરીનો કેસ પણ નોંધ્યો છે.

હરપાલે લખનૌ પોલીસમાં ફરિયાદ કરી 
લખનૌના ગોમતી નગરનો રહેવાસી હરપાલ સિંહ 5 મેના રોજ લખનૌ-દિલ્હી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં AC IIIના  B-4ના બર્થ 49 પર બેઠો હતો. તે ગાઝિયાબાદથી લખનૌ જઈ રહ્યો હતો. લખનૌ પહોંચીને તેણે જોયું કે તેના જૂતાં ગાયબ છે. તેને શક હતો કે તેની સામેની સીટ નંબર 50 પર બેઠેલો મુસાફર તેના જૂતા લઈને ફરાર છે. જ્યારે હરપાલે લખનૌ પોલીસમાં ફરિયાદ કરી તો જાણવા મળ્યું કે,મુસાફર પ્રશાંત બરેલીમાં ઉતર્યો હતો અને મામલાની તપાસ જંકશન જીઆરપીને સોંપવામાં આવી હતી. જંકશન જીઆરપીએ આ મામલે ચોરીનો કેસ નોંધ્યો છે.
જૂતાની માત્ર એક જોડીની ચોરીનો ભારતમાં પ્રથમ કિસ્સો
તમને જણાવી દઈએ કે લગભગ 20 વર્ષ પહેલા જૂતા ચોરને પકડવાનો કેસ પણ કોતવાલીમાં નોંધાયો હતો. જ્યારે સમગ્ર ભારતમાં પ્રથમ વખત માત્ર એક જોડી જૂતાંની ચોરીનો આ પ્રથમ કેસ નોંધાયો હશે. આ કેસ નોંધાયા બાદથી લોકોમાં  આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.
Tags :
BareligaziyabadpoliceGujaratFirstjutachoricaseshoochori
Next Article