Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તેલચોર ગેંગનો ફરી આંતક વધતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અને ટ્રક માલિકો રજુઆત

કચ્છના(Kutch) ગાંધીધામ સંકુલથી સામખિયાળી સુધી ચોર લુટાંરા અને તેલચોર ગેંગનો ફરી આંતક વધી ગયો છે. પોલીસનો અંકુશ ઓછો થતાં વિવિધ ગુન્હાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે.  તેમાં તેલચોરીની પ્રવૃતિ હવે વધવા સાથે રીતસર લુંટ કરવાની નારાજ ટ્રાન્સપોર્ટ જગતે આજે ગાંધીધામ પોલીસને કંડલા પોર્ટ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારીને  કડક પગલા ભરવામાં આવે તેવી માગ કરી હતી. જિલ્લા પોલીસવડાને રજુઆતકàª
તેલચોર ગેંગનો ફરી આંતક વધતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અને ટ્રક માલિકો રજુઆત
કચ્છના(Kutch) ગાંધીધામ સંકુલથી સામખિયાળી સુધી ચોર લુટાંરા અને તેલચોર ગેંગનો ફરી આંતક વધી ગયો છે. પોલીસનો અંકુશ ઓછો થતાં વિવિધ ગુન્હાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે.  તેમાં તેલચોરીની પ્રવૃતિ હવે વધવા સાથે રીતસર લુંટ કરવાની નારાજ ટ્રાન્સપોર્ટ જગતે આજે ગાંધીધામ પોલીસને કંડલા પોર્ટ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારીને  કડક પગલા ભરવામાં આવે તેવી માગ કરી હતી. 
જિલ્લા પોલીસવડાને રજુઆત
કંડલાથી પડાણા સુધીના માર્ગ પર સતત તેલચોરી તેમાં પણ હવે ટ્રકચાલકોને માર મારીને ડિઝલની લુંટ ચલવવાના વધતા બનાવો સાથે પોલીસ નિષ્ક્રીય હોવાની રજુઆત બાદ પણ કોઈ પગલા ભરાયા નથી. ખાસ કરીને થોડા દિવસો પહેલા પડાણા પાસેથી આ ગેગંની કાર ટ્રકમાલિકોને પકડી આપ્યા પછી પણ પોલીસે  હજુ કોઈ ચોકકસ સફળતા મેળવી નથી. આ વચ્ચે આજે મોટી સંખ્યામાં ગાંધીધામ લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અને ટ્રક માલિકો રજુઆત કરવા માટે SP કચેરીએ ધસી ગયા હતા.
સ્થાનિક પોલીસ સામે નારાજગી
ગાંધીધામ SP મહેન્દ્ર બગડિયા વ્યસ્ત હોવાનું જણાવીને નાયબ પોલીસવડા  એ. વી. રાજગોરે  આ પ્રતિનિધમંડળ સાથે વાતચીત કરી હતી. જેમાં કઈ રીતે ચોરી થાય છે. કઈ રીતે લુંટ થાય તેવી સવિસ્તાર માહિતી જાણીને નાયબ પોલીસવડા એક તબકકે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઉપરાંત  આટલા બનાવો એક સાથે લોકો સંભળાવી રહયા છે. તો તેમાં ફરિયાદ કેમ નથી નોંધાઈ તેવા સવાલના જવાબમાં નાયબ પોલીસ વડા સમક્ષ ટ્રક માલિકોએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન તમામ લોકો પહોંચ્યા છે. પણ ફરિયાદ લેવાતી નથી. સવારે જનારા ભોગ બનનારને સાંજ સુધી બેસાડી રાખી પછી સાદી અરજી લઈ લેવાય છે. એક તબક્કે તો PI કક્ષાના અધિકારીએ કહી દે છે કે તમારી ગાડીની રક્ષા તમે પોતે નથી કરી શકતા . 
કડક કામગીરીનો વિશ્વાસ આપ્યો
આ તમામ બાબતો સામે આવ્યા પછી નાયબ પોલીસ વડા રાજગોરે ટ્રાન્સપોર્ટ ઉઘોગને પોલીસની કડક કામગીરીનો વિશ્વાસ અપાવીને સ્પષ્ટ કર્યું હતું. પોલીસની વાણ, વર્તન અને વૃતિ સ્પષ્ટ રીતે સલામતી અને કાયદો વ્યવસ્થાનું પાલન થાય તેમ રહેશે. જે કોઈ ફરિયાદો પલોીસ વિભાગની મળી છે. તેની સામે પણ પગલા ભરાશે અને હવે પછી તમામ ફરિયાદો નોંધાશે ઉપરાંત તેલચોર ગેગંને સબક શીખવવા માટે ખાસ એકશન લેવામાં આવશે. ટ્રાન્સપોર્ટ એશો. નવીન ઝરૂ, ધનજી આહીર શિવજી આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.