અગ્નિપથ યોજનાના વિરોધમાં ટ્રેનો સળગી, જાણો ટ્રેનનો એક ડબ્બો સળગવાથી દેશને કેટલું નુકસાન થાય છે?
સેનામાં ભરતીની અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. જેમાં પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આમ જોઇએ તો છેલ્લા થોડા સમયથી આ એક પ્રકારની પરંપરા બનતી જાય છે કે, વિરોધના નામે સરકારી સંપતિઓની તોડફોડ કરવી. જે સંપૂર્ણ રીતે ખોટી અને વાહિયાત છે. જે સંપતિઓને બનાવવામાં અને ઉભી કરવામાં વર્ષોની મહેનત અને લોકોના પરસેવાની કમાણી લાગી હોય તેનà
સેનામાં ભરતીની અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. જેમાં પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આમ જોઇએ તો છેલ્લા થોડા સમયથી આ એક પ્રકારની પરંપરા બનતી જાય છે કે, વિરોધના નામે સરકારી સંપતિઓની તોડફોડ કરવી. જે સંપૂર્ણ રીતે ખોટી અને વાહિયાત છે. જે સંપતિઓને બનાવવામાં અને ઉભી કરવામાં વર્ષોની મહેનત અને લોકોના પરસેવાની કમાણી લાગી હોય તેને વિરોધના નામે નુકસાન પહોંચાડવું કેટલું યોગ્ય કહેવાય?
Advertisement
અત્યારે પણ જે અગ્નિપથ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે, તેમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં સૌથી વધુ નુકસાન રેલવેને થયું છે. પ્રદર્શનકારીઓએ અનેક ટ્રેનોને આગ ચાંપી દીધી છે. ખાસ કરીને બિહારમાં તો આજે અડધા દિવસમાં જ પાંચ જેટલી ટ્રેનો સળગાવવામાં આવી છે. રેલવેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે અને આ જ કારણ છે કે જ્યારે પણ ધરણા પ્રદર્શન થાય છે ત્યારે આંદોલનકારીઓ સૌથી વધુ રેલ્વેને નિશાન બનાવે છે. આમ કરીને વિરોધીઓ સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. ત્યારે શું તમે જાણો છો કે ટ્રેનની કુલ કિંમત કેટલી છે અને તેને આગ લગાડવાથી દેશને કેટલું નુકસાન થાય છે?
ટ્રેનના બે ભાગ છે, એન્જિન અને કોચ. એન્જિન એ ટ્રેનનો સૌથી મોંઘો ભાગ છે. ટ્રેનનું એન્જિન બનાવવા માટે લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્યુઅલ-મોડ એન્જિનની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે, જ્યારે 4500 હોર્સપાવરના ડીઝલ લોકોમોટિવની કિંમત લગભગ 13 કરોડ રૂપિયા છે. એન્જિનની કિંમત તેની ક્ષમતા પર આધારિત છે.
ટ્રેનની કુલ કિંમત કેટલી હોય છે?
કોચની વાત કરીએ તો મુસાફરીની સુવિધા અનુસાર કોચ વિવિધ પ્રકારના હોય છે. તેમની કિંમત આ સુવિધાઓ અનુસાર છે. સ્લીપર, એસી અને જનરલ કોચની કિંમત અલગ અલગ હોય છે. એસી કોચ બનાવવાનો ખર્ચ બે કરોડ રૂપિયાથી વધુ થાય છે, જ્યારે સ્લીપર કોચ બનાવવાનો ખર્ચ 1.25 કરોડ રૂપિયા છે. તો એક જનરલ કોચ બનાવવાનો ખર્ચ લગભગ 1 કરોડ રૂપિયા છે.
એક એક્સપ્રેસ ટ્રેનમાં 22 થી 24 કોચ હોય છે. એ ગણિત પ્રમાણે 24 કોચ અને પ્રત્યેકની કિંમત 2 કરોડ એટલે કે 48 કરોડ રૂપિયા થાય છે. જો આમાં એન્જિનની કિંમત પણ ઉમેરવામાં આવે તો એક સંપૂર્ણ ટ્રેન લગભગ 68 કરોડ રૂપિયાની થાય છે. એ જ રીતે સામાન્ય એક્સપ્રેસ ટ્રેન બનાવવાનો ખર્ચ રૂ. 50 કરોડથી રૂ. 100 કરોડની વચ્ચે હોય છે. વંદે ભારત જેવી અત્યાધુનિક ટ્રેનની કિંમત લગભગ 110 કરોડ રૂપિયા છે.
Advertisement