ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાવનગરના સિહોરમાં ‘કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ’ અંગેની તાલીમ યોજાઈ

ભાવનગરના જિલ્લામાં આરોગ્ય સ્થિતિ વધુ સારી બને તે માટે સમયે-સમયે વિવિધ અભિયાનો અને કાર્યક્રમો યોજાતાં હોય છે. આ ઉપરાંત આરોગ્યકર્મીઓ અને ગ્રામલોકોને પણ સજાગ અને જાગૃત રાખવા માટે વિવિધ તાલીમ કાર્યક્રમો અને જનજાગૃતિની શિબિરોનું આયોજન કરવામાં આવતું હોય છે. આવી જ એક ‘કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ’ અંગે તાલીમનું આયોજન સિહોર ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ચલાવાતાં વિવિàª
05:15 PM Mar 13, 2022 IST | Vipul Pandya
ભાવનગરના જિલ્લામાં આરોગ્ય સ્થિતિ વધુ સારી બને તે માટે સમયે-સમયે વિવિધ અભિયાનો અને કાર્યક્રમો યોજાતાં હોય છે. આ ઉપરાંત આરોગ્યકર્મીઓ અને ગ્રામલોકોને પણ સજાગ અને જાગૃત રાખવા માટે વિવિધ તાલીમ કાર્યક્રમો અને જનજાગૃતિની શિબિરોનું આયોજન કરવામાં આવતું હોય છે. આવી જ એક ‘કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ’ અંગે તાલીમનું આયોજન સિહોર ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ચલાવાતાં વિવિધ કાર્યક્રમો અને અભિયાનોમાં લોકોની સક્રિય ભાગીદારી વધે તેવાં હેતુથી આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિહોરના હનુમાનધારા ખાતે આ કાર્યક્રમ યોજાયો
ગ્રામ સંજીવની સમિતિ આરોગ્ય અંગેના સામાજિક વિકાસના કાર્યોની ચર્ચા કરે અને પોષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અંગે ગામમાં કામગીરી કરે તેવા હેતુસર શિહોર ખાતે આવેલા હનુમાનધારા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. સિહોર, વલભીપુર, ઉમરાળાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. મનસ્વીની માલવિયા દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ સમિતિમાં સમાજમાં મોટો બદલાવ લાવવાની ક્ષમતા રહેલી છે. તેથી તેમાં સમાવિષ્ટ સભ્યોને સમયાંતરે તેની જાણકારી મળે તે જરૂરી છે. આ સમિતિમાં સમાજના તમામ વર્ગોના લોકો છે, તેથી તેઓ રાજ્ય સરકારની અને આરોગ્ય સેવાઓની વાત સરળતાથી નીચેના સ્તર સુધી લઇ જઇ શકે છે.
આ તાલીમમાં લોકોને આરોગ્ય યોજનાઓનો લાભ કઇ રીતે મેળવી શકાય તે અંગેની જાણકારી આપી હતી. ગ્રામલોકોને આરોગ્યના દરેક કાર્યક્રમોની જાણકારી મળે તેમજ ગામેગામ ગ્રામ સંજીવની સમિતિ દર માસના પ્રથમ શનિવારે મળે અને દરેક સમાજના પ્રતિનિધિઓ, દૂધ મંડળીના જનપ્રતિનિધિઓ, આરોગ્ય સેવાના લાભાર્થીઓ મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ‘કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ’ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર અને દરેક ગામોમાં ગ્રામ સંજીવની સમિતિ દ્વારા જનજાગૃતિનું કાર્ય કરવામાં આવશે અને તે દ્વારા તાલુકા સ્તરે આરોગ્યની સેવા સુધારવા માટેનો જ સંવાદ કરવામાં આવશે. શિહોર, ઉમરાળા, વલભીપુરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, આર.બી એસ.કે. મેડિકલ ઓફિસરશ્રીઓ, ગ્રામ સંજીવની સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
Tags :
BhavnagarCommunityActionforHealthGujaratFirstsihor
Next Article