Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રાઇમ, રોમાંસ અને ધાંસું એક્શન સાથે ગુજરાતી અપકમિંગ ફિલ્મ સાતમ આઠમનું ટ્રેલર રિલીઝ

તાજેતરમાં ગુજરાતી અપકમિંગ ફિલ્મ 'સાતમ આઠમ' નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલાં ગુજરાતી ફિલ્મ 'સાતમ આઠમ' (Gujarati Film Saatam Aatham) નું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કરાયું હતું ત્યારથી દર્શકોમાં ફિલ્મ પ્રત્યે તાલાવેલી છે. આ ફિલ્મ બોલિવુડ ફિલ્મો અ વેનસ્ડે, સ્પેશ્યલ 26,બેબી જેવી ફિલ્મોના નિર્માતા ફ્રાઇડે ફિલ્મ વર્કસ તેમજ  લાઇમલાઇટ પિકચર્સના સહયોગમાં બનાવવમાં આવી છે. આ ફિલ્મનું દિ
ક્રાઇમ  રોમાંસ અને ધાંસું એક્શન સાથે ગુજરાતી અપકમિંગ ફિલ્મ સાતમ આઠમનું ટ્રેલર રિલીઝ
તાજેતરમાં ગુજરાતી અપકમિંગ ફિલ્મ 'સાતમ આઠમ' નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલાં ગુજરાતી ફિલ્મ "સાતમ આઠમ" (Gujarati Film Saatam Aatham) નું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કરાયું હતું ત્યારથી દર્શકોમાં ફિલ્મ પ્રત્યે તાલાવેલી છે. આ ફિલ્મ બોલિવુડ ફિલ્મો અ વેનસ્ડે, સ્પેશ્યલ 26,બેબી જેવી ફિલ્મોના નિર્માતા ફ્રાઇડે ફિલ્મ વર્કસ તેમજ  લાઇમલાઇટ પિકચર્સના સહયોગમાં બનાવવમાં આવી છે. આ ફિલ્મનું દિગ્દર્શન શીતલ શાહે કર્યું છે અને ફિલ્મમાં શીતલ શાહ, પરિક્ષિત તમાલિયા અને ડેનિશા ઘુમરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મ 1લી જુલાઈએ રિલીઝ થશે
આ ફિલ્મ 1લી જુલાઇએ ગુજરાત અને મુંબઇનાં 150 જેટલાં થિયેટરોમાં રિલિઝ કરાશે. આ ફિલ્મના ડિરેક્ટર અને એક્ટ્રેસ શીતલ શાહ છે. આ આગાઉ શીતલ શાહ અગાઉ હુતુતુ આવી રમતની ઋતુ અને દુનિયાદારીમાં પણ નિદર્શન કરી ચૂક્યાં છે. જ્યારે મુખ્ય કલાકારોમાં એક્ટર પરિક્ષિત તમાલિયા, એક્ટ્રેસ ડેનિશા ઘુમરા છે. સાતમ- આઠમના લીડ એક્ટર પરિક્ષિત તમાલિયા ફિલ્મમાં સોપારી કિલરની ભૂમિકામાં છે. તેમણે પોતાના સ્પેશિયલ લૂક માટે મિયામીના ડ્રગ માફિયાના જીવન પર આધારિત ફિલ્મ સ્કારફેસના ટોની મોન્ટાનાના લૂકમાંથી પ્રેરણા લીધી છે. 
એક ક્રાઇમ થ્રિલર પ્રકારની ફિલ્મ
ટ્રેલર જોતાં સાતમ-આઠમની સ્ટોરી  ફેમિલી ડ્રામા કે કોમેડી નથી, પરંતુ આ એક ક્રાઇમ થ્રિલર પ્રકારની ફિલ્મ દેખાઇ રહી છે. આ ફિલ્મનું સૌથી સ્ટાઇલિશ, બ્યૂટિફુલ, કોન્ફિડન્ટ અને આર્ટિસ્ટિક કેરેક્ટર વિશાખા છે. જે એક પેઇન્ટર છે. આ રોલ ફિલ્મમાં ડેનિશા ઘુમરા નિભાવી રહ્યાં છે. આ ફિલ્મમાં મ્યૂઝિક ડિરેક્ટર અદ્વૈત નેમલેકર છે. જ્યારે લિરિક્સ અંકિત જોષીપૂરાએ લખ્યાં છે. આર્ટ ડિરેક્ટર તરીકે ચેતન ચુડાસમા છે. જ્યારે એક્શન ડિરેક્ટર તરીકે ઇકબાલ સુલેમાને કામ કર્યું છે. ટ્રેલર જોતાં ફિલ્મની સિનેમોટોગ્રાફી પણ સુંદર દેખાઇ રહી છે. સિનેમોટોગ્રાફી સુપ્રિયા અને માનસીએ કામ કર્યું છે લાઇમ લાઇટ પ્રોડક્શનની આ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણનો એક મજબૂત સંદેશો આપે છે. ફિલ્મનું ટ્રેલર જોતાં એક વાત સ્પષ્ટ છે કે ફિલ્મમાં  સંખ્યાબંધ બાબતો છે જે અર્બન ગુજરાતી ફિલ્મના દર્શકો ચોક્કસપણે ગમશે. 
જુઓ ફિલ્મનું ટ્રેલર (Gujarati Film Saatam Aatham Trailer) - 
Advertisement
Tags :
Advertisement

.