Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોઈ વ્યક્તિ હવે ફ્રોડ કોલ નહીં કરી શકે, TRAI લાવી રહ્યું છે જબરદસ્ત નવો નિયમ

મોબાઈલ પર આવતા ફેક કોલ્સને લઈ સરકાર નવો નિયમ લાવવા જઈ રહી છે. જેનાથી હવે અનનોન નંબરથી આવતા તમામના નામ પોતાના ફોનની ડીસ્પ્લે પર જોઈ શકાશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ માટે KYC બેસ્ડ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યુ છે. જેનાથી દરેક ઈનકમિંગ કોલ્સ પર ગ્રાહક સામેવાળા વ્યક્તિનુ સાચુ નામ જાણી શકશે. આમાં TrueCaller જેવી એપ માફક ફ્રોડ પણ નહી થઈ શકે. આ મામલે TRAIએ ટેલિકોમ્યુનિકેશન વિભાગ સાથે ચ
04:07 PM May 20, 2022 IST | Vipul Pandya
મોબાઈલ પર આવતા ફેક કોલ્સને લઈ સરકાર નવો નિયમ લાવવા જઈ રહી છે. જેનાથી હવે અનનોન નંબરથી આવતા તમામના નામ પોતાના ફોનની ડીસ્પ્લે પર જોઈ શકાશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ માટે KYC બેસ્ડ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યુ છે. જેનાથી દરેક ઈનકમિંગ કોલ્સ પર ગ્રાહક સામેવાળા વ્યક્તિનુ સાચુ નામ જાણી શકશે. આમાં TrueCaller જેવી એપ માફક ફ્રોડ પણ નહી થઈ શકે. આ મામલે TRAIએ ટેલિકોમ્યુનિકેશન વિભાગ સાથે ચર્ચા વિચારણા પણ શરૂ કરી દીધી છે. આ KYC પ્રક્રિયામાં ગ્રાહકે ટેલિકોમ કંપનીઓને પોતાનુ સાચુ નામ અને સરનામું આપવાનુ રહેશે. સાથે ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા તો વીજળીનુ બિલ આપવાનુ રહેશે. આ KYC પ્રક્રિયા દરેક માટે કમ્પલસરી હશે કે નહી તે અંગે હજુ  કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી.
કોલિંગ દરમ્યાન દેખાતુ નામ બિલ્કુલ સાચુ હશે
આ પ્રક્રિયાથી કૉલ કરનારા વ્યક્તિનું નામ તમારા મોબાઈલ સ્ક્રીન પર દેખાશે. જે TrueCallerની જેમ માલૂમ પડે છે. પરંતુ હકીકતમાં આવુ નથી.  TrueCaller પર દેખાતા નામમાં ફ્રોડની શક્યતા રહેલી છે. પરંતુ સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી કેવાઈસી આધારિત પ્રક્રિયા લાગુ થયા બાદ કોલિંગ દરમ્યાન દેખાતુ નામ બિલ્કુલ સાચુ હશે. જેના માટે મોબાઈલમાં વ્યક્તિનો નંબર સેવ હોવો જરૂરી નહીં હોય. ટ્રાઈ તરફથી આ મામલે દૂરસંચાર વિભાગની સાથે વિચાર-વિમર્શ શરૂ કરી દેવામાં આવ્યો છે. ટ્રાઈના ચેરમેન પીડી વાઘેલાએ કહ્યું કે તેના પર વિચાર-વિમર્શ થોડા મહિનામાં શરૂ થવાની આશા છે. 
કોલ કરનાર વ્યક્તિ નહીં છુપાવી શકે પોતાની ઓળખ 
આ નવી કેવાઈસી આધારિત પ્રક્રિયા દૂરસંચાર વિભાગના માપદંડો અનુસાર થશે.  કેવાઈસી આધારિત પ્રક્રિયા કૉલર્સને તેના કેવાઈસી (નો યોર કસ્ટમર) મુજબ ઓળખવામાં મદદ કરશે. આ પ્રક્રિયામાં ટેલિકૉમ કંપનીઓ પણ બધા ગ્રાહકો પાસેથી કેવાઈસીના નામે સત્તાવાર નામ, એડ્રેસ નોંધાવવુ પડશે. આ સિવાય દસ્તાવેજ તરીકે ઓળખ કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પછી વિજળી બિલની રસીદ લેવી પડશે. જેનાથી ફ્રોડની શક્યતા ખૂબ ઓછી થશે. કેવાઈસી આધારિત પ્રક્રિયા લાગુ થયા બાદ કૉલ કરનાર વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી શકશે નહીં.
Tags :
GujaratFirstરાષ્ટ્રીય
Next Article