Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મૂળ નવસારીના અને પ્રથમ મહિલા ગુજરાતી ગવર્નર કુમુદબેન જોશીનું 88 વર્ષની વયે નિધન

આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ કુમુદબેન જોશીનું નિધન થયું. પૂર્વ રાજ્યપાલ કુમુદબેન લાંબી માંદગી બાદ નવસારીના ધનોરી ગામે પોતાના ઘરે નિધન થયુ હતુ. કુમુદબેને 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા 2 વર્ષથી પેરાલિસિસને લીધે પથારીવશ હતા. કુમુદબેન કોંગ્રેસની સરકારમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન પણ રહ્યા હતા. તેઓ રાજ્યસભામાં ત્રણ વાર સાંસદ પણ રહી ચુક્યા હતા. ગત મહિનાઓમાં બુલેટ ટà«
મૂળ નવસારીના અને પ્રથમ
મહિલા ગુજરાતી ગવર્નર કુમુદબેન જોશીનું 88 વર્ષની
વયે નિધન

આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ કુમુદબેન જોશીનું નિધન થયું. પૂર્વ
રાજ્યપાલ કુમુદબેન લાંબી માંદગી બાદ નવસારીના ધનોરી ગામે પોતાના ઘરે નિધન થયુ હતુ.
કુમુદબેને
88
વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
હતા. તેઓ છેલ્લા
2 વર્ષથી
પેરાલિસિસને લીધે પથારીવશ હતા. કુમુદબેન કોંગ્રેસની સરકારમાં કેન્દ્રીય રાજ્ય
પ્રધાન પણ રહ્યા હતા. તેઓ રાજ્યસભામાં ત્રણ વાર
સાંસદ પણ રહી ચુક્યા હતા. ગત મહિનાઓમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના સંપાદન મુદ્દે પણ
કુમુંદબેને મહત્વની ભૂમિકા ભજવી હતી. પૂર્વ રાજ્યપાલ અને કોંગી આગેવાનના નિધનથી
ગણદેવી સહિત કોંગ્રેસીઓમાં શોકની લાગણી ફેલાઇ છે.
રાજ્યપાલ બનનારા પ્રથમ
ગુજરાતી મહિલાનું ગૌરવ કુમુદબેન જોશીના નામે છે. તેઓ
26 નવેમ્બર 1985થી 7 ફેબ્રુઆરી 1990 સુધી આંધ્રપ્રદેશનાં
બીજા રાજ્યપાલ બન્યા હતા.

Advertisement


કુમુદબેન આજીવન અપરિણીત રહ્યા હતા. તેમની
સાદગી અને નખશિખ પ્રામાણિકતાથી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પણ ખૂબ જ પ્રભાવિત
થયા હતા. કુમુદબેન ઇન્દિરા ગાંધીને પોતાના રોલ મોડેલ માનતા હતા. તેઓ
1985ની સાલમાં
આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ બની ચૂક્યાં હતા. તેમનો કાર્યકાળ
26મી નવેમ્બર 1985થી 7 ફેબ્રુઆરી 1990 સુધીનો હતો.ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશનાં
રાજ્યપાલ બન્યાં હતાં. નવસારી
ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો બન્યો છે
,
જેણે દેશને બે રાજ્યપાલ આપ્યા છે.
નવસારી જિલ્લાનાં કુમુદબેન જોશી છેક
1985ની સાલમાં આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ બની ચૂક્યાં હતા.

Advertisement

  

કુમુદબેન
રાજ્યપાલપદ બાદ
1990માં રાજીવ ગાંધીના આગ્રહથી ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસમાં
પ્રમુખ બન્યાં હતા. એક સમયે રાજીવ ગાંધીએ તેમને કહ્યું હતું કે તમે
3 ટર્મ સાંસદ રહ્યાં
છતાં તમારી પાસે પોતાનું એક ઘર નથી
?
જ્યારે કુમુદબેને તેમને કહ્યું, તેમની પાસે ના તો
પોતાની માલિકીનું ઘર છે કે ના ગાડી. તેઓ અત્યંત સાદગીથી રહેવામાં માનતા હતા. આ
સાંભળીને રાજીવ ગાંધી કુમુદબેનથી અત્યંત પ્રભાવિત થયા હતા. આજે પણ નવસારી જિલ્લાના
ગણદેવીના ચાંગાથી સેન્ટ્રલ હોલ સુધીની તેમની યાત્રા પ્રેરક છે.તેમણે રાષ્ટ્સેવામાં
પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. અને પોતાનો સંસાર માંડ્યો નહોતો.

Advertisement


રાજ્યપાલ
બનનારા પ્રથમ ગુજરાતી મહિલાનું ગૌરવ કુમુદબેનના નામે જ છે. દક્ષિણ ગુજરાતના મોતાડા
બ્રાહ્મણ મણિશંકર જોશીના ઘરે કુમુદબેનનો જન્મ
1934માં થયો હતો. ગણદેવી-ચાંગામાં જમીન-ખેતી વગેરે સાચવવા માટે
આવેલો પરિવાર અહીં જ સ્થાયી થયો હતો. તેઓ નવસારીની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયાં
હતાં. છોકરાઓને પણ સાઈકલ ભાગ્યે મળતી એ જમાનામાં કુમુદબેન સાઈકલ અને મોટરબાઈક પર
ભણવા
, નોકરી અને સેવાકાર્ય કરવા જતાં હતા. કુમુદબેન કો-ઓપરેટિવ ઓફિસર બન્યાં હતા. ત્યાર બાદ ઈન્દિરા
ગાંધીથી પ્રભાવિત થઈને પોતાની જોબ છોડી દીધી હતી.
30
વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાં એન્ટ્રી
લીધી હતી અને
34 વર્ષની વયે તેઓ સાંસદ બન્યા હતા. આ સાથે ગુજરાત કોંગ્રેસમાં
પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા હતા. કેન્દ્રીય મંત્રીમંડળમાં
1980થી 1982 સુધી
તેઓ માહિતી અને પ્રસારણમંત્રી તેમજ ત્યાર બાદ
1994
સુધી તેઓ આરોગ્ય અને પરિવાર
કલ્યાણમંત્રી તરીકેનો પદભાર સંભાળી ચૂક્યાં હતાં.

 

રાજ્યપાલ
બન્યાબાદ તેમણે સમગ્ર આંધ્રપ્રદેશના
23
જિલ્લામાં યાત્રા કરી હતી. આ પણ એક
રેકોર્ડ છે. રાજ્યપાલ બન્યા બાદ તેઓ તેલુગુ દેશમ પાર્ટીના સતત નિશાના પર રહ્યાં
હતાં. એ વખતે તેલુગુ દેશમ પાર્ટીનું આંધ્રપ્રદેશમાં શાસન ચાલી રહ્યું હતું. તેલુગુ
દેશમ પાર્ટી સાથેનો વિવાદ પ્રજાસત્તાક પર્વની પરેડના તેમના
20 મિનિટના ભાષણથી શરૂ
થયો હતો. કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર એનટી રામારાવે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ
સરકાર આંધ્રપ્રદેશવિરોધી છે. તો આનો જવાબ કુમુદબેને આપ્યો હતો કે વિશાખાપટ્ટનમમાં
સ્ટીલ પ્લાન્ટ માટે કોંગ્રેસે પ્રતિદિન
4
કરોડ રૂપિયા ખર્ચા કર્યા છે અને અનાજ
વિતરણ માટે
75 પૈસાથી લઈ એક રૂપિયા સુધીની સબસીડી આપી છે.કુમુદબેન જોશી એક
ગુજરાતી તરીકે આંધ્રપ્રદેશની સિકલ બદલવામાં સફળ રહ્યા હતા.

 

Tags :
Advertisement

.