Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝારખંડના ત્રિકૂટ પર્વત પર સર્જાઇ દુર્ઘટના, જાણો હવામાં લટકતાં 48 લોકોનું શું થયું !

ઝારખંડમાં દેવધરમાં આવેલા ત્રિકૂટ પહાડ પાસે રોપવેની ટ્રોલીઓ અંદરો અંદર અથડાતાં મોટી દૂર્ઘટના સર્જાઇ છે અને 48 લોકો હવામાં લટકી રહ્યા છે.  રામ નવમીના તહેવાર નિમીત્તે ઘણા લોકો અહીં ફરવા માટે  આવ્યા હતા.  જીલ્લા તંત્ર અને એનડીઆરએફ તથા આર્મીની ટીમોએ સ્થળ પર પહોંચી બચાવ કાર્ય શરુ કર્યું છે. રાજય સરકારના વિશેષ અનુરોધ  બાદ ઇન્ડીયન એરફોર્સની હોલીકોપ્ટર દ્વારા બચાવ કાર્ય પણ શરુ કરવામાં à
ઝારખંડના ત્રિકૂટ પર્વત પર સર્જાઇ દુર્ઘટના  જાણો હવામાં લટકતાં 48 લોકોનું શું થયું
ઝારખંડમાં દેવધરમાં આવેલા ત્રિકૂટ પહાડ પાસે રોપવેની ટ્રોલીઓ અંદરો અંદર અથડાતાં મોટી દૂર્ઘટના સર્જાઇ છે અને 48 લોકો હવામાં લટકી રહ્યા છે.  રામ નવમીના તહેવાર નિમીત્તે ઘણા લોકો અહીં ફરવા માટે  આવ્યા હતા.  જીલ્લા તંત્ર અને એનડીઆરએફ તથા આર્મીની ટીમોએ સ્થળ પર પહોંચી બચાવ કાર્ય શરુ કર્યું છે. રાજય સરકારના વિશેષ અનુરોધ  બાદ ઇન્ડીયન એરફોર્સની હોલીકોપ્ટર દ્વારા બચાવ કાર્ય પણ શરુ કરવામાં આવી રહ્યું છે.  હાલ આઇટીબીપી, ઇન્ડીયન આર્મી અને એનડીઆરએફની ટીમ ત્રિકૂટ પર્વત પહોંચી ગઇ છે અને હેલીકોપ્ટર દ્વારા તમામ પર્યટકોને ટ્રોલીમાંથી નીચે ઉતારવાની કામગિરી શરુ કરાઇ છે. 
પ્રાપ્ત માહિતી મુજબ હજું પણ 48 લોકો અલગ અલગ ટ્રોલીઓમાં ફસાયેલા છે. તમામ પર્યટકોને હેમખેમ નીચે ઉતારવા માટે બચાવ અને રાહત  કાર્ય શરુ કરાયું છે. જો કે ઘટનામાં એક પર્યટકનું મોત થયું છે, જયારે એકને ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળે છે. હવામાં લટકેલા લોકો માટે ભોજન અને પાણી પહોંચાડાઇ રહ્યું છે. 
ઉલ્લેખનિય છે કે રવિવારે સાંજે દેવધર જીલ્લામાં મોહનપુર પ્રખંડમાં ત્રિકૂટ પહાડ પર રોપ વેમાં અચાનક ખરાબી આવતાં ટ્રોલીઓ અંદરો અંદર અથડાઇ હતી. ત્યારબાદ બચાવ અને રાહત કાર્ય શરુ કરાયુ છે. રોપ વેમાં ફસાયેલા લોકોને ધીરજ રાખવા સમજાવી રહ્યા છે. હેલિકોપ્ટરની  ભારે હવાના કારણે ટ્રોલીઓ હલવા લાગતાં ફસાયેલા પર્યટકોને બહાર કાઢવામાં તંત્રને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 
પ્રત્યક્ષદર્શીઓના જણાવાયા મુજબ એક ટ્રોલી ઉપર તરફ જઇ રહી હતી અને બીજી ટ્રોલી નીચેની તરફ આવી રહી હતી ત્યારે બંને ટ્રોલીઓ આકસ્મિક રીતે એક બીજા સાથે અથડાઇ ગઇ હતી, જેથી આ દૂર્ઘટના સર્જાઇ હતી. બે ટ્રોલી એકબીજા સાથે અથડાવાના કારણે અન્ય ટ્રોલીઓ પણ ત્યાં રહેલા પથ્થરો સાથે ટકરાઇ ગઇ હતી. 
ઉલ્લેખનિય છે કે કે ત્રણ શીખરનો આ પહાડ હોવાના કારણે આ પર્વતને ત્રિકૂટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં પર્યટકો માટે રોપ વે સેવા શરુ કરાયેલી છે. ત્રિકૂટ રોપવે સેવા ભારતની સૌથી ઉંચી રોપ વે સેવા છે. 
Advertisement
Tags :
Advertisement

.