Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લોકડાઉનના કારણે સમુદ્રમાં ટ્રાફિક જામ, શાંઘાઈના બંદરે ફસાયા હજારો જહાજ, વાયરલ થયા ફોટો

ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં કોરોના સંક્રમણને કારણે છેલ્લા એક મહિનાથી આર્થિક ગતિવિધિઓ પણ સંપૂર્ણપણે બંધ છે. લોકડાઉનની સૌથી ખરાબ અસર શાંઘાઈ પોર્ટ પર જોવા મળી રહી છે. જેના કારણે મોટી સંખ્યામાં માલવાહક જહાજો ફસાયા છે. જેના કારણે પૂર્વ ચીન સમુદ્રમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો શાંઘાઈ બંદર પર હજારો જહાજોનું ટ્રાફિકજામ બતાવે છે. javascript:nicTemp(); શાંઘાઈમા
12:54 PM Apr 20, 2022 IST | Vipul Pandya

ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં કોરોના સંક્રમણને કારણે છેલ્લા એક
મહિનાથી આર્થિક ગતિવિધિઓ પણ સંપૂર્ણપણે બંધ છે. લોકડાઉનની સૌથી ખરાબ અસર શાંઘાઈ
પોર્ટ પર જોવા મળી રહી છે
. જેના કારણે મોટી સંખ્યામાં માલવાહક
જહાજો
ફસાયા છે. જેના કારણે પૂર્વ ચીન સમુદ્રમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. સોશિયલ
મીડિયા પર વાયરલ થયેલી તસવીરો શાંઘાઈ બંદર પર હજારો જહાજોનું ટ્રાફિકજામ બતાવે છે.

javascript:nicTemp();

શાંઘાઈમાં લોકડાઉનના પગલે સમગ્ર બંદર માલવાહક જહાજોથી ભરેલું છે.
પોર્ટથી કેટલાય કિલોમીટર દૂર પણ જહાજો ઉભા જોવા મળે છે. સામાન ઉતારવા અને લોડ
કરવાની મંજૂરી ન મળવાને કારણે જહાજના ક્રૂ પણ દરિયામાં ફસાયેલા છે. ઘણા જહાજો પર
ખાવા-પીવાની અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓની પણ અછત છે. આમ છતાં
ચીન તેના કડક નિયમોમાં બિલકુલ છૂટ આપવા તૈયાર નથી. આ જહાજોને ક્યારે બંદરમાં
પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે અથવા બંદર પર ઉભેલા જહાજોને ક્યારે બહાર જવા
દેવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.


કોરોનાને કારણે શાંઘાઈ પ્રશાસને બહારના લોકોને શહેરમાં આવવા પર
પ્રતિબંધ લગાવી દીધો છે. શહેરના લોકોને પણ બહાર નીકળવાની છૂટ નથી. સમગ્ર શહેરમાં
લોકોનું મોટા પાયે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે ડ્રોન અને
હેલિકોપ્ટર દ્વારા ક્વોરેન્ટાઇન વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. બહારથી આવતા
લોકોને ડ્રોન અને હેલિકોપ્ટરમાં લગાવેલા સ્પીકર્સ દ્વારા ચેતવણી આપવામાં આવી રહી
છે. એટલું જ નહીં જો કોઈ વિસ્તારમાં વધુ લોકોની હાજરી જણાય તો સ્થાનિક પોલીસને
ત્યાં મોકલવામાં આવે છે.


શાંઘાઈમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આરોગ્ય સેવાઓ પર
ભારણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. હળવા લક્ષણો હોવા છતાં
લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે દર્દીઓને પથારી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. શાંઘાઈ
સત્તાવાળાઓએ કોરોનાથી કોઈ મૃત્યુની જાણ કરી નથી.
પરંતુ ડેટાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એક શહેર
આરોગ્ય અધિકારી
જેમણે નામ ન આપવાની શરતે વાત કરી હતી.
તેમણે
જણાવ્યું હતું કે કેસ અને મૃત્યુની
પુષ્ટિ માટેના માપદંડ ખૂબ કડક છે અને તેમાં રાજકીય હસ્તક્ષેપ સામેલ છે.

Tags :
ChinaCoronaGujaratFirstlockdownshanghaishipstrafficViralPhotos
Next Article