Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમાના સાથે ટ્રેડિશન પણ બદલાયાં, અનુપમાના લગ્નમાં જૂતાની જગ્યાએ મોબાઇલની ચોરી

અનુજ અને અનુપમાની લવસ્ટોરી હવે લગ્નમાં ફેરવાઇ છે. શોમાં અનુજ-અનુપમાનો રોમાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. તેથી જ નિર્માતાઓએ બંનેના લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ગઈકાલ સુધી વનરાજ અને સાસુ લીલા શાહના ટોણા સાંભળનારી અનુપમા હવે અનુજ કી દુલ્હનિયા બની ગઈ છે.જૂતાની ચોરી ન કરી પરંતુ અનુજનો મોબાઈલ ચોર્યોઅનોખા ટેલિવિઝન લગ્નમાં અનુપમાના પરિવારજનોએ અનુજના જૂતાની ચોરી ન કરી પરંતુ અનુજનà«
જમાના સાથે ટ્રેડિશન પણ બદલાયાં  અનુપમાના લગ્નમાં જૂતાની જગ્યાએ મોબાઇલની ચોરી
અનુજ અને અનુપમાની લવસ્ટોરી હવે લગ્નમાં ફેરવાઇ છે. શોમાં અનુજ-અનુપમાનો રોમાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. તેથી જ નિર્માતાઓએ બંનેના લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ગઈકાલ સુધી વનરાજ અને સાસુ લીલા શાહના ટોણા સાંભળનારી અનુપમા હવે અનુજ કી દુલ્હનિયા બની ગઈ છે.
જૂતાની ચોરી ન કરી પરંતુ અનુજનો મોબાઈલ ચોર્યો
અનોખા ટેલિવિઝન લગ્નમાં અનુપમાના પરિવારજનોએ અનુજના જૂતાની ચોરી ન કરી પરંતુ અનુજનો મોબાઈલ ચોર્યો
પરિવારના સભ્યોએ વિચાર્યું કે બીજા બધાની જેમ અનુજની જિંદગી પણ મોબાઈલમાં અટવાઈ ગઈ હશે. એટલા માટે તેણે જૂતાં ચોરી દરમિયાન જૂતાની ચોરી ન કરી અને અનુજનો ફોન ચોરી લીધો. બધાને હતું કે અનુજનો જીવ ફોનમાં અટવાયેલો હશે જો કે અનુજ અલગ જ જવાબ આપતો દેખાયો. તે કહે છે કે તેનો જીવ મોબાઇલમાં નહીં , પરંતુ અનુપમા રહે છે. અનુપમાને હંમેશા કંઈક અલગ જ કરવું હોય છે. તેથી લગ્નમાં પણ સાત વચનોની જગ્યાએ બંનેએ માત્ર એક શબ્દથી જ પોતાના અતૂટ સંબંધનો પાયો નાખ્યો છે. અને ખાસ શબ્દ છે  'સન્માન'. અનુજ-અનુપમા લગ્નના દિવસે હંમેશા 'સમ્માન' કહેતા જોવાં મળશે. 


અનુજ-અનુપમાની અનોખી લવસ્ટોરી
આજકાલ ફેમશ ટી.વી શો અનુપમામાં અનુપમા અને અનુજ કાપડિયાના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે. ટીઆરપીમાં ટોપ મોસ્ટ શો અનુપમામાં હાલમાં માનના લગ્ન થઇ રહ્યાં છે. ત્યારે લોકોને પણ તે પસંદ પડી રહ્યો છે. શોના ચાહકો અનુપમા અને અનુજના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અનુપમા તેના લગ્નમાં અપ્સરા જેવી લાગતી હતી. સાથે જ અનુજ પણ વરરાજાના ડ્રેસમાં સુંદર દેખાઇ રહ્યો છે બંન્નેની જોડી પરફેક્ટ કપલ લાગી રહી છે. આ સાથે જ અનુપમાના લગ્નની તસવીરો પણ ઇન્ટરનેટ પર  ભારે વાયરલ થઇ રહી છે. હવે જોવાનું એ રહેશે કે શોમાં હવે આ નવી જોડી કેવી રીતે દર્શકોને  જોડીને તેમનું મનોરંજન કરશે.
Advertisement
Tags :
Advertisement

.