Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેરબજારને ફળ્યુ મુહૂર્ત ટ્રેડિંગ, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં કેટલો ઉછાળો

આજે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. રોકાણકારો દિવાળી પર રોકાણને શુભ માને છે. શેરબજારમાં દિવાળીના તહેવાર પર મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લગભગ 50 વર્ષ જૂની છે. સેન્સેક્સ મુહૂર્ત ટ્રેડિંગમાં 500થી વધુ અને નિફ્ટી 154થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ થયા.મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 524.51 પોઇન્ટના વધારા સાથે 59,831.66 પોઇન્ટ અને નિફ્ટી 154.45 પોઇન્ટના વધારા સાથે 17.730.75 પર બંધ થયા. નેસ્લેનો શેર
શેરબજારને ફળ્યુ મુહૂર્ત ટ્રેડિંગ  જાણો સેન્સેક્સ નિફ્ટીમાં કેટલો ઉછાળો

આજે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. રોકાણકારો દિવાળી પર રોકાણને શુભ માને છે. શેરબજારમાં દિવાળીના તહેવાર પર મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા લગભગ 50 વર્ષ જૂની છે. સેન્સેક્સ મુહૂર્ત ટ્રેડિંગમાં 500થી વધુ અને નિફ્ટી 154થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ થયા.

Advertisement


મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 524.51 પોઇન્ટના વધારા સાથે 59,831.66 પોઇન્ટ અને નિફ્ટી 154.45 પોઇન્ટના વધારા સાથે 17.730.75 પર બંધ થયા. નેસ્લેનો શેર સૌથી વધુ વધ્યો હતો. આ શેર 580.10 રૂપિયાના વધારા સાથે 20,875.05 પર બંધ થયો. નિફ્ટી બેંક સૌથી સારું સેક્ટર અને નિફ્ટી એફએમસીજી સૌથી ખરાબ સેક્ટર રહ્યું. એચયુએલના શેરમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો, આ શેર 80.80 રૂપિયા (-3.04 ટકા)ના ઘટાડા સાથે 2573.10 રૂપિયા પર બંધ રહ્યો.



2021માં સેન્સેક્સે 60 હજારની કૂદાવી હતી સપાટી

Advertisement

2021ના રોજ સેન્સેક્સ 60 હજારને પાર કરી ગયો હતો, ગયા વર્ષે 4 નવેમ્બર, 2021ના રોજ દિવાળીના અવસરે મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક કલાકના સેશનમાં BSE સેન્સેક્સ 60 હજારની ઉપર પહોંચી ગયો હતો. મુહૂર્ત ટ્રેડિંગ પર સેન્સેક્સ 60,067 પોઈન્ટના સ્તરે હતો, જ્યારે નિફ્ટી 17,921ના સ્તરે બંધ થયો હતો.

Advertisement
Tags :
Advertisement

.