Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચીન સહિત આ પાંચ દેશોના પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ ફરજીયાત, ચેપ લાગશે તો ક્વોરેન્ટાઈન કરવામાં આવશે

વૈશ્વિક સ્તરે વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે આરોગ્યમંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચીન, જાપાન, હોંગકોંગ, બેંગકોક અને દક્ષિણ કોરિયાથી ભારત આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. તેમણે કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં વિગતવાર આદેશ જાહેર કરવામાં આવશે. માંડવિયાએ કહ્યું કે, અમે આ મુદ્દે ઉડ્ડયન મંત્રાલય સાથે વાત કરી રહ્યા છીએ. જે à
11:44 AM Dec 24, 2022 IST | Vipul Pandya
વૈશ્વિક સ્તરે વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે આરોગ્યમંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચીન, જાપાન, હોંગકોંગ, બેંગકોક અને દક્ષિણ કોરિયાથી ભારત આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. તેમણે કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં વિગતવાર આદેશ જાહેર કરવામાં આવશે. માંડવિયાએ કહ્યું કે, અમે આ મુદ્દે ઉડ્ડયન મંત્રાલય સાથે વાત કરી રહ્યા છીએ. જે મુસાફરોનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવશે અથવા જેમને તાવ જેવા લક્ષણો જોવા મળશે તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.

પાંચ દેશોમાંથી આવતા મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ફરજિયાત
ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ઉડ્ડયન મંત્રાલયનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ જાહેર કરવા માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
કોંગ્રેસને માત્ર પોતાના પરિવારની ચિંતા છે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શનિવારે કહ્યું કે ચીન, કોરિયા અને જાપાનમાં કોવિડના કેસ વધી રહ્યા છે, પરંતુ કોંગ્રેસને માત્ર એક જ પરિવારની ચિંતા છે. કોવિડ પ્રોટોકોલને અનુસરવાનો આ સમય છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે શું તેઓ અથવા કોંગ્રેસના અન્ય નેતાઓ જેઓ હિમાચલના સીએમના સંપર્કમાં આવ્યા હતા અને જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે?
સરકારે ફરજિયાત કોવિડ રિપોર્ટનો ઈનકાર કર્યો હતો
સરકારે કોરોના વિશે ફેલાવવામાં આવેલા સમાચારોને નકારી કાઢ્યા છે. સમાચારમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે વધુ સક્રિય કેસ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત રહેશે. આ પછી જ તેમને ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે. આ સમાચારને નકારી કાઢતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે કેન્દ્ર સરકારે કોરોનાને રોકવા માટે એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગ સહિત અનેક ફરજિયાત પગલા લીધા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોશિયલ મીડિયા પર જે માહિતી ફેલાવવામાં આવી રહી છે તે સાચી નથી.
ભારતમાં પણ રાજ્ય સરકાર માટે એડવાઈઝરી કરી જાહેર
આરોગ્ય મંત્રાલયે લખ્યું છે કે આરોગ્ય સુવિધાઓમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)ની ઉપલબ્ધતા અને તેના રિફિલિંગ માટે સપ્લાય ચેઈન કોઈપણ વિક્ષેપ વિના સુનિશ્ચિત કરવી જોઈએ. બેકઅપ સ્ટોક અને મજબૂત રિફિલિંગ સિસ્ટમ સાથે ઓક્સિજન સિલિન્ડરોની પૂરતી ઈન્વેન્ટરી જાળવવામાં આવશે. જીવન સહાયક સાધનો જેમ કે વેન્ટિલેટર, BIPAP અને SpO2 સિસ્ટમ્સ જેવા સાધન વસ્તુઓની ઉપલબ્ધ રાખો.
આપણ  વાંચો- કોરોનાથી ચીનમાં ભયંકર સ્થિતિ, વેન્ટિલેટરની અછત અને સ્મશાનોમાં લાંબી કતાર
Tags :
bangkokChinaCoronaCoronaCasesCoronaCasesInIndiaCovid-19GujaratFirst
Next Article