Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિવાળી વેકેશનને માણવા દમણના દરિયાકિનારે પર્યટકોનો ધસારો

ગુજરાતીઓ ફરવાના ખુબ  શોખીન છે અને તેઓને નાની અમથી રજા મળે એટલે દીવ કે ગોવા ફરવા ઉપડી જાય. પરંતુ આ વખતે ગુજરાતીઓની પસંદગી બની છે દમણ. ત્યારે દિવાળી વેકેશનને લઇને દમણ દરિયાકાંઠે રમણીય માહોલ જોવા મળી રહ્યો છે.એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ. આ નયનરમ્ય નજારો છે દમણના દરિયા કિનારાનો.રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ પર્યટકો માટે હોટ ફેવરિટ બન્યો છે. દિવાળીની રજાઓમા
11:35 AM Oct 24, 2022 IST | Vipul Pandya
ગુજરાતીઓ ફરવાના ખુબ  શોખીન છે અને તેઓને નાની અમથી રજા મળે એટલે દીવ કે ગોવા ફરવા ઉપડી જાય. પરંતુ આ વખતે ગુજરાતીઓની પસંદગી બની છે દમણ. ત્યારે દિવાળી વેકેશનને લઇને દમણ દરિયાકાંઠે રમણીય માહોલ જોવા મળી રહ્યો છે.
એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ. આ નયનરમ્ય નજારો છે દમણના દરિયા કિનારાનો.રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ પર્યટકો માટે હોટ ફેવરિટ બન્યો છે. દિવાળીની રજાઓમાં ગુજરાતીઓ દમણની સુંદરતાને મન ભરીને માણી રહ્યા છે. દરિયા કિનારો અને એ ઠંડી ઠંડી હવા. ગુજરાત અને મુંબઇના પ્રવાસીઓ માટે તો દમણ જ મિનિ ગોવા. દર વર્ષની જેમ આ વખતે આ વખતે પ્રવાસીઓ મોટી સંખ્યામાં મિનિ વેકેશન માણવા આવી પહોંચ્યા છે.
દમણમાં પ્રવાસીઓ આકર્ષવા દેવકા બીચ અને જમપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડ પણ છે. વળી સુંદર અને સ્વચ્છ દરિયાકિનારો હોવાથી પ્રવાસીઓને પણ અહીં મોજ પડી જાય છે. કોરોનાના બે વર્ષ બાદ દિવાળી વેકેશનમાં મોટાભાગના લોકોએ ફરવા ઉપડી ગયા છે. જેથી ટિકિટ અને ટ્રેનની મુશ્કેલીઓને કારણે ગુજ્જુઓએ વતનની વાટ પકડી છે. કોરોનાકાળ બાદ ફરી એકવાર પર્યટક સ્થળ એવા દમણની રોનક પરત ફરી છે.  ત્યારે ફરી એક વખત દમણના દરિયા કિનારા પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. 
છેલ્લા ત્રણ વર્ષથી જે રીતે પ્રદેશના દરિયા કિનારાનો ચોમેરથી વિકાસ થયો છે.તેને કારણે હવે દમણના દરિયા કિનારા વિદેશના દરિયાકિનારાને ટક્કર આપે તેવા સુંદર લાગી રહ્યા છે. આથી પર્યટકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.  ઉદ્યોગકારોની સાથે સ્થાનિક લોકોમાં પણ નવી આશાનો નવો સંચાર થયો છે.
Tags :
DamanbeachDiwalivacationGujaratFirst
Next Article