Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવતી કાલે બીજી વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે પ્રમોદ સાવંત, વડાપ્રધાન મોદી રહેશે હાજર

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની અંદર ચાર રાજ્યોની અંદર ભાજપની બમ્પર જીત થઇ થે. આ ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપની નવી સરકારનું ગઠન થઇ ગયું છે અને તેમના મુખ્યમંત્રીની શપથવિધિ પણ થઇ ચુકી છે. જયારે ગોવા એક જ રાજ્ય બાકી છે કે જ્યાં હજુ સુધી મુખ્યમંત્રીની શપથ વિધિ બાકી છે. જો કે આવતી કાલે ગોવામાં પણ નવા મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાનાર છે. વડાપ્રધાન હાજર રહેશેઆવà
આવતી કાલે બીજી વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે પ્રમોદ સાવંત  વડાપ્રધાન મોદી રહેશે હાજર
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની અંદર ચાર રાજ્યોની અંદર ભાજપની બમ્પર જીત થઇ થે. આ ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપની નવી સરકારનું ગઠન થઇ ગયું છે અને તેમના મુખ્યમંત્રીની શપથવિધિ પણ થઇ ચુકી છે. જયારે ગોવા એક જ રાજ્ય બાકી છે કે જ્યાં હજુ સુધી મુખ્યમંત્રીની શપથ વિધિ બાકી છે. જો કે આવતી કાલે ગોવામાં પણ નવા મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાનાર છે. 
વડાપ્રધાન હાજર રહેશે
આવતી કાલે પ્રમોદ સાવંત બીજી વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઇ રહ્યા છે. કાલે ગોવામાં યોજાનાર આ શપથવિધિ સમારોહની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના મોટા નેતાઓ હાજર રહેશે. શપથ ગ્રહણ સમારોહ ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં સવારે 11 વાગ્યે શરુ થશે. સ્ટેડિયમમાં 10,000થી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.
બીજી વખત રાજભવન બહાર શપથવિધિ
જોકે, સોમવારે શપથ લેનારા અન્ય કેબિનેટ મંત્રીઓની સંખ્યા અંગે ભાજપ અત્યાર સુધી મૌન છે. ઉલ્લેખનીય છે કે ત્રણ વખતના ધારાસભ્ય પ્રમોદ સાવંતના નેતૃત્વમાં ભાજપ ગોવામાં 20 બેઠકો જીતીને સત્તામાં પરત ફરી છે. આ બીજી વખત હશે જ્યારે ગોવાના મુખ્યમંત્રી રાજભવન સંકુલની બહાર શપથ લેશે. આ પહેલા 2012માં મનોહર પર્રિકરે પણજીના કેમ્પલ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
Advertisement
Tags :
Advertisement

.