Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે દેશની જનતાને જોવા મળશે ભારતીય વાયુસેનાનું પરાક્રમ અને શૌર્ય

દિલ્હી એનસીઆરની બહાર પ્રથમ વખત ચંદીગઢ (Chandigarh)મા ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ સમારોહ ગાઝિયાબાદ, યુપીના હિંડોન એરબેઝ પર યોજવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ સમારોહમાં હાજરી આપશે.  મિગ-21 સહિત કુલ 74 એરક્રાફ્ટ અને અનેક ફાઈટર પ્લેન એર શોમાં લેશે ભાગઆ પ્રસંગે યોજાનાર એર શોમાં સિંગલ એન્જિન મિગ-21 સહિત કુલ 74 àª
આજે દેશની જનતાને જોવા મળશે ભારતીય વાયુસેનાનું પરાક્રમ અને શૌર્ય
દિલ્હી એનસીઆરની બહાર પ્રથમ વખત ચંદીગઢ (Chandigarh)મા ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ સમારોહ ગાઝિયાબાદ, યુપીના હિંડોન એરબેઝ પર યોજવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ સમારોહમાં હાજરી આપશે. 
Advertisement

મિગ-21 સહિત કુલ 74 એરક્રાફ્ટ અને અનેક ફાઈટર પ્લેન એર શોમાં લેશે ભાગ
આ પ્રસંગે યોજાનાર એર શોમાં સિંગલ એન્જિન મિગ-21 સહિત કુલ 74 એરક્રાફ્ટ અને અનેક ફાઈટર પ્લેન ભાગ લેશે. જણાવવામાં આવી રહ્યું છે કે, તાજેતરમાં નિયુક્ત થયેલા સીડીએસ જનરલ અનિલ ચૌહાણ પણ સમારોહમાં ભાગ લેશે. ભારતીય વાયુસેના (IAF) તેની 90મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે તેના એર શો દરમિયાન એરક્રાફ્ટની શ્રેણી સાથે અદભૂત પ્રદર્શન રજૂ કરી રહેલ છે. આ પ્રથમ વખત છે જ્યારે IAF એ વાર્ષિક એરફોર્સ ડે પરેડ અને દિલ્હી-NCR બહાર ફ્લાય પાસ્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. એર શો જોવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સુખના તળાવ ખાતે હાજર રહેશે. ફ્લાય પાસ્ટ પ્રસંગે રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

સવારે ભારતીય વાયુસેનાને રક્ષામંત્રી રાજનાથ સિંહે પાઠવી શુભેચ્છા
રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સવારે સેનાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, “ભારતીય વાયુસેના દિવસ પર તમામ હિંમતવાન IAF વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને અભિનંદન અને શુભેચ્છાઓ. IAF તેની વીરતા, શ્રેષ્ઠતા, પ્રદર્શન અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા માટે જાણીતું છે. અમને વાદળી ગણવેશમાં અમારા પુરુષો અને સ્ત્રીઓ પર ગર્વ છે. વાદળી આકાશ અને સુરક્ષિત ઉતરાણ માટે તેમને અભિનંદન."
Advertisement

એરફોર્સ ડે 2022 ની પૂર્વસંધ્યાએ, સંરક્ષણ સ્ટાફના વડા અને ત્રણેય સેનાના વડાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

મળતી માહિતી મુજબ, આજે બપોરે 2.30 કલાકે સુખના તળાવ પર એર શો શરૂ થશે. એરફોર્સ ડે નિમિત્તે 75 એરક્રાફ્ટ ફ્લાય પાસ્ટમાં ભાગ લેશે. એર શો દરમિયાન 9 એરક્રાફ્ટને સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે. કુલ મળીને 84 ફાઇટર જેટ અને હેલિકોપ્ટર, સૈન્ય પરિવહન વિમાન સુખના લેક પર આકાશમાં ઉડશે.
Advertisement

એરફોર્સ ડે કેવી રીતે ઉજવવામાં આવે છે?
ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસે એરફોર્સ દ્વારા શ્રેષ્ઠ પરેડ કરવામાં આવે છે. આ સાથે એરફોર્સના એરક્રાફ્ટનું પ્રદર્શન કરવામાં આવે છે અને તેના વિશે માહિતી આપવામાં આવે છે. આ પ્રદર્શન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ હિંડોન એરફોર્સ સ્ટેશન પર દર વર્ષે ઉજવવામાં આવે છે. આ સમારોહમાં ભારતીય વાયુસેનાના વડા અને ત્રણેય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપે છે. આ દિવસે સૌથી મહત્વપૂર્ણ અને સૌથી જૂના વિમાન ખુલ્લા આકાશમાં પ્રદર્શિત થાય છે.
ભારતીય વાયુસેના દિવસનો ઉદ્દેશ
ભારતીય વાયુસેના દિવસ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આ સેના વિશે જાગૃત કરવાનો અને દેશની હવાઈ સરહદોની સુરક્ષા માટે ભારતીય વાયુસેનાની પ્રતિબદ્ધતા દર્શાવવાનો છે.
Tags :
Advertisement

.