આજે દેશને મળશે નવા રાષ્ટ્રપતિ, જાણો રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે
દેશને આજે 15માં રાષ્ટ્રપતિ મળશે. નવા રાષ્ટ્રપતિ માટે મતદાન થઇ ચુક્યું છે અને આજે મતગણતરી ચાલી રહી છે. દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી ઉમેદવાર છે, જ્યારે યશવંત સિંહા વિપક્ષ તરફથી ઉમેદવાર છે. દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નિશ્ચિત છે. તેમને 60 ટકાથી વધુ મત મળવાની શક્યતા છે. જો મુર્મૂ ચૂંટણી જીતશે તો તે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે.રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થયું
07:49 AM Jul 21, 2022 IST
|
Vipul Pandya
દેશને આજે 15માં રાષ્ટ્રપતિ મળશે. નવા રાષ્ટ્રપતિ માટે મતદાન થઇ ચુક્યું છે અને આજે મતગણતરી ચાલી રહી છે. દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી ઉમેદવાર છે, જ્યારે યશવંત સિંહા વિપક્ષ તરફથી ઉમેદવાર છે. દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નિશ્ચિત છે. તેમને 60 ટકાથી વધુ મત મળવાની શક્યતા છે. જો મુર્મૂ ચૂંટણી જીતશે તો તે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થયું હતું. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. બીજા દિવસે નવા રાષ્ટ્રપતિ શપથ લેશે. નીલમ સંજીવ રેડ્ડીએ 25 જુલાઈ 1977ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ત્યારથી નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ જ શપથ લઈ રહ્યા છે.
રાષ્ટ્રપતિ દેશનું સર્વોચ્ચ કાર્યાલય છે. રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે. રાષ્ટ્રપતિની મંજુરી વિના કોઈપણ કાયદો પસાર કરી શકાતો નથી. આજે જ્યારે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે તેમનો પગાર કેટલો છે? તેમને કઈ સુવિધાઓ મળે છે? અને તેમની પાસે કઈ શક્તિઓ છે?
2018 સુધી રાષ્ટ્રપતિને દર મહિને 1.50 લાખ રૂપિયાનો પગાર મળતો હતો. પરંતુ 2018માં પગાર વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યો હતો. આ સિવાય રાષ્ટ્રપતિને ફ્રી મેડિકલ, ટેલિફોન બિલ, આવાસ, વીજળી સહિત અનેક ભથ્થાં પણ મળે છે.
રાષ્ટ્રપતિને મુસાફરી માટે મર્સિડીઝ-બેન્ઝ એસ 600 પુલમેન ગાર્ડ વાહન મળે છે. રાષ્ટ્રપતિ પાસે વિશેષ રક્ષકો હોય છે, જેને રાષ્ટ્રપતિના અંગરક્ષકો કહેવામાં આવે છે. તેમની સંખ્યા 86 છે.
જ્યારે રાષ્ટ્રપતિ નિવૃત્ત થાય છે ત્યારે તેમને અડધો પગાર એટલે કે 2.5 લાખ રૂપિયાનું પેન્શન મળે છે. આ સાથે, એક બંગલો (તેનું ભાડું લેવામાં આવતું નથી), બે મોબાઈલ ફોન અને આજીવન મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને સહાયક સાથે ટ્રેન અથવા હવાઈ મુસાફરી કરવાની સુવિધા પણ મળે છે.
રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. તે બ્રિટિશ વાઇસરોય માટે બનાવવામાં આવ્યું હતું. તેને બનાવવામાં 17 વર્ષ લાગ્યા હતા. 1929 માં તે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું હતું. આ ઇમારત એડવર્ડ લ્યુટિયન અને હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ ભવન 320 એકરમાં ફેલાયેલું છે. આ ચાર માળની ઇમારત છે. તેમાં 340 રૂમ છે. રાષ્ટ્રપતિ ભવન બનાવવા માટે લગભગ 45 લાખ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનની ઈમારત ઉપરાંત મુગલ ગાર્ડન અને કર્મચારીઓના રહેઠાણ પણ છે.
રાષ્ટ્રપતિ ભવનનું સૌથી મોટું આકર્ષણ મુગલ ગાર્ડન છે. તે 15 એકરમાં ફેલાયેલું છે. તે દર વર્ષે સામાન્ય લોકો માટે પણ ખોલવામાં આવે છે. તેમાં વૃક્ષો અને છોડ વાવવાનું કામ 1928માં શરૂ થયું જે એક વર્ષ સુધી ચાલ્યું.
વડાપ્રધાનની નિમણૂક અને બંધારણની રક્ષા કરવાની છે. તેમની મંજુરી વગર કોઈ બિલ પસાર થતું નથી. રાષ્ટ્રપતિ મની બિલ સિવાય કોઈપણ બિલને પુનર્વિચાર માટે મોકલી શકે છે. રાષ્ટ્રપતિ ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર છે.
Next Article