Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજની તા. 25 જાન્યુઆરી જ્ઞાન પરબ અને ઈતિહાસ, જાણો આજના દિવસનો શું છે ઈતિહાસ

આમ તો દરેક દિવસ ખાસ હોય છે પણ ઘણી તારીખો કેલેન્ડરના પાના સાથે ઇતિહાસના પાને પણ અંકાય છે, જાણો આજના દિવસના ઇતિહાસમાં નોંધાયેલા મહત્ત્વના બનાવો ઘટનાઓ અને આજની તારીખે જન્મેલા મહાનુભાવો અને વીરલ વ્યક્તિત્ત્વની પુણ્યતિથિ. જાણો આજની તારીખ સાથે જોડાયેલી કેટલાક ખાસ વાતો. કેવી રીતે આજનો દિવસ ઇતિહાસના પાને અંકાયેલો છે.૧૮૬૨ – વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો બદનક્
આજની તા  25 જાન્યુઆરી જ્ઞાન પરબ અને ઈતિહાસ  જાણો આજના દિવસનો શું છે ઈતિહાસ
આમ તો દરેક દિવસ ખાસ હોય છે પણ ઘણી તારીખો કેલેન્ડરના પાના સાથે ઇતિહાસના પાને પણ અંકાય છે, જાણો આજના દિવસના ઇતિહાસમાં નોંધાયેલા મહત્ત્વના બનાવો ઘટનાઓ અને આજની તારીખે જન્મેલા મહાનુભાવો અને વીરલ વ્યક્તિત્ત્વની પુણ્યતિથિ. જાણો આજની તારીખ સાથે જોડાયેલી કેટલાક ખાસ વાતો. કેવી રીતે આજનો દિવસ ઇતિહાસના પાને અંકાયેલો છે.
૧૮૬૨ – વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો બદનક્ષીનો મુકદ્દમો મહારાજ લાયબલ કેસ શરૂ થયો.
મહારાજ લાયબલ કેસ વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો બદનક્ષીનો મુકદ્દમો હતો કે જે ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ થી ૨૨ એપ્રિલ ૧૮૬૨ દરમિયાન લડવામાં આવ્યો હતો.
વલ્લભ સંપ્રદાયના ગુરુઓ તેમના અનુયાયીયોનાં વહેમ તથા અંધશ્રદ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા. આ રીત સત્તરમા સૈકાથી ચાલી આવતી અને ઓગણીસમા સૈકામાં ચાલું રહી હતી. કરસનદાસ મૂળજી (૧૮૩૨-૧૮૭૧) વલ્લભ સંપ્રદાય પાળતા કુટુંબમાં જન્મેલા સમાજ-સુધારક અને મુંબઈની બુદ્ધિવર્ધક હિંદુ સભાના સક્રિય કાર્યકર હતા. તેઓ ધર્માચાર્યોની અનીતિના ભારે વિરોધી હતા. તેઓ સત્યપ્રકાશ નામનું સામયિક ચલાવતા હતા. તેમાં તેમણે વલ્લભ સંપ્રદાયના ધર્મગુરુઓને ઉઘાડા પાડવા માંડ્યાં. તેમણે તેમના લેખો 'ગુલામી ખત', 'મહારાજોનો જુલમ', 'મહારાજોના મંદિરમાં ઝાપટનો માર', 'મહારાજોના મંદિરમાં અનીતિ', 'મહારાજોનો લોભ', 'વાણિયા મહાજનની હાલત', 'મહારાજોના લાગા' વગેરે શીર્ષકોથી પ્રસિદ્ધ કર્યા હતાં.
કરસનદાસે લખેલા ઉગ્ર લખાણો વૈષ્ણવ મહારાજો જીરવી ન શક્યા. તેથી તેમણે કરસનદાસની કપોળ જ્ઞાતિના પંચ સાથે મસલતો કરીને તેમને નાત બહાર કરાવ્યા. આવા સંજોગોમાં સુરતની ગાદીના મહારાજ જદુનાથજી બ્રિજરત્નજી ૧૮૬૦માં મુંબઈ ગયા. તેમણે કવિ નર્મદ અને કરસનદાસ સહિત બધા સમાજ-સુધારકોને નાસ્તિક જાહેર કર્યા. કરસનદાસે આ સમયે તેમનો ઇતિહાસપ્રસિદ્ધ લેખ 'હિન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો' લખ્યો. આ લેખમાં તેમણે મહારાજોના કુકર્મો જાહેર કર્યા. તેથી જદુનાથજીએ કરસનદાસ સામે પચાસ હજાર રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો. આ કેસ 'મહારાજ લાયબલ કેસ' તરીકે જાણીતો થયો. મહારાજોએ તેમના ભાટિયા અનુયાયીઓ ઉપર એવું દબાણ કર્યું કે જે કોઈ ભાટિયા સ્ત્રી કે પુરુષ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તેને નાત બહાર કરવામાં આવશે. આથી કરસનદાસે મહારાજો સામે અદાલતમાં ફરિયાદ કરી કે તેમણે જ્ઞાતિપંચ દ્વારા પુરાવાઓ દબાવવાની અને ન્યાયમાં રુકાવટ લાવવાની સાજિશ કરી હતી. આ કેસ 'ભાટિયા કૉંસ્પિરસી કેસ' (૧૮૬૧) તરીકે જાણીતો થયો. ભાટિયા કૉંસ્પિરસી કેસનો ચુકાદો ૧૨ ડિસેમ્બર ૧૮૬૧ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો હતો. તેમાં મહારાજો અને તેમના ભાટિયા અનુયાયીઓને ગુનેગાર ઠરાવીને દંડ કરવામાં આવ્યો હતો.
મહારાજ લાયબલ કેસ ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ના રોજ શરૂ થયો. આ કેસ દરમિયાન કરસનદાસ ઉપર તેમના દુશ્મનોએ હુમલા કર્યા હતા. કેસ ચાલે ત્યારે અદાલતમાં ખૂબ ભીડ જામતી. મુંબઈ ઈલાકાનાં લગભગ બધાં અખબારો કેસ વિશેના સમાચાર પ્રગટ કરતાં. મહારાજો કેવી રીતે વ્યભિચાર કરતા હતા તેની વિગતો આ કેસ દરમિયાન અદાલતમાં જાહેર થઈ. ભાટિયા અને વાણિયા જ્ઞાતિના મહારાજોના સેવકો તેમના પગની રજકણ ચાટતા, પાણીથી ખરડાયેલા તેમના ધોતિયાને નિચોવીને પાણી પી જતા, તેમનું છાંડેલું અન્ન આરોગતા, તેમનાં ચાવેલાં પાનસોપારી ખાતા, આતુરતાપૂર્વક તેમના કુટુંબની કન્યાઓ અને સ્ત્રીઓ સંભોગ માટે મહારાજોને સોંપતા - આ તમામ વિગતો પૂરાવા સાથે અદાલતમાં પ્રકાશમાં આવી હતી. એક સાક્ષીની જુબાની અનુસાર, 'રાસમંડળી' તરીકે જાણીતી બનેલી મહારાજો અને સ્ત્રીઓ વચ્ચેની રતિક્રીડાનાં દર્શન કરવા માટે ભાવિકોએ મોટી રકમ આપવી પડતી હતી, જે અંગે કરસનદાસે 'સત્યપ્રકાશ'માં પ્રકોપ અને વેદનાસભર લેખ કર્યા હતાં.
આ કેસનો ચુકાદો ૨૨ એપ્રિલ ૧૮૬૨ના રોજ આપવામાં આવ્યો હતો. તેમાં કરસનદાસ નિર્દોષ સાબિત થયા હતા. આ કેસ લડવામાં તેમને ૧૩,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો. અદાલતે જદુનાથજી પાસેથી તેમને ૧૧,૫૦૦ રૂપિયા અપાવ્યા હતા.
૧૮૮૧ – થૉમસ ઍડિસન અને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ઓરિએન્ટલ ટેલિફોન કંપનીની રચના કરી.
ઓરિએન્ટલ ટેલિફોન કંપનીની સ્થાપના ૨૫ જાન્યુઆરી, ૧૮૮૧ના રોજ થોમસ એડિસન, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ, ન્યૂ યોર્કની ઓરિએન્ટલ બેલ ટેલિફોન કંપની અને એંગ્લો-ઈન્ડિયન ટેલિફોન કંપની લિમિટેડ વચ્ચેના કરારના પરિણામે કરવામાં આવી હતી.ગ્રીસ, તુર્કી, દક્ષિણ આફ્રિકા, ભારત, જાપાન, ચીન અને અન્ય એશિયન દેશોમાં ટેલિફોન કંપનીને વેચાણ માટે લાઇસન્સ આપવામાં આવ્યું હતું.  
૧૯૧૫ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે યુ.એસ. આંતરદ્વિપીય ટેલિફોન સેવાનું ઉદ્‌ઘાટન કર્યું, તેમણે સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂ યૉર્ક ખાતેના તેમના સહાયક થોમસ વોટસન જોડે ટેલિફોનિક વાત કરી.
પ્રથમ ટેલિફોન કૉલના પ્રાપ્તકર્તા તરીકે - જો કે તે માત્ર બાજુના રૂમમાંથી આવતો હતો - તેનું નામ ફોન પર બોલાયેલા પ્રથમ શબ્દો બની ગયું.  "મિ. વોટસન - અહીં આવો - હું તમને જોવા માંગુ છું", બેલની લેબોરેટરી નોટબુક અનુસાર, નવી શોધનો પ્રથમ ઉપયોગ કરતી વખતે બેલે કહ્યું.  ૧૯૩૧માં બેલ લેબ્સ માટે બનેલી ફિલ્મમાં થોમસ વોટસને તેના પોતાના અવાજમાં તેને "મિસ્ટર વોટસન – કમ અહી – હું તમને ઈચ્છું છું" તરીકે યાદ રાખતો હોવાથી, ઉપયોગમાં લેવાતા વાસ્તવિક શબ્દો વિશે થોડો વિવાદ છે, 
૧૯૪૭ – થોમસ ગોલ્ડસ્મિથ જુનિયરે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ગેમ "કેથોડ રે ટ્યુબ એમ્યુઝમેન્ટ ડિવાઇસ" માટે પેટન્ટ નોંધણી કરાવી.
કૅથોડ-રે ટ્યુબ (CRT) એ એક અથવા વધુ ઇલેક્ટ્રોન બંદૂકો ધરાવતી વેક્યૂમ ટ્યુબ છે, જે ઇલેક્ટ્રોન બીમનું ઉત્સર્જન કરે છે જેને ફોસ્ફોરેસન્ટ સ્ક્રીન પર છબીઓ પ્રદર્શિત કરવા માટે હેરફેર કરવામાં આવે છે.  છબીઓ ઇલેક્ટ્રિકલ વેવફોર્મ્સ (ઓસિલોસ્કોપ), ચિત્રો, રડાર લક્ષ્યો અથવા અન્ય ઘટનાઓનું પ્રતિનિધિત્વ કરી શકે છે.  ટેલિવિઝન સેટ પર CRT ને સામાન્ય રીતે પિક્ચર ટ્યુબ કહેવામાં આવે છે.  CRT નો ઉપયોગ મેમરી ઉપકરણો તરીકે પણ કરવામાં આવ્યો છે, જે કિસ્સામાં સ્ક્રીન નિરીક્ષકને દૃશ્યક્ષમ બનાવવાનો હેતુ નથી.  કેથોડ રે શબ્દનો ઉપયોગ ઇલેક્ટ્રોન બીમનું વર્ણન કરવા માટે કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ પ્રથમ વખત શોધાયા હતા, કેથોડમાંથી જે ઉત્સર્જિત થાય છે.
૧૯૪૭ માં, કેથોડ-રે ટ્યુબ મનોરંજન ઉપકરણ, સૌથી પહેલા જાણીતી ઇન્ટરેક્ટિવ ઇલેક્ટ્રોનિક રમત તેમજ કેથોડ-રે ટ્યુબ સ્ક્રીનને સમાવિષ્ટ કરનાર પ્રથમ, બનાવવામાં આવ્યું હતું.
૧૯૪૯ થી ૧૯૬૦ ના દાયકાના પ્રારંભમાં, ગોળાકાર સીઆરટીમાંથી લંબચોરસ સીઆરટીમાં ફેરફાર થયો હતો, જો કે પ્રથમ લંબચોરસ સીઆરટી ૧૯૩૮ માં ટેલિફંકન દ્વારા બનાવવામાં આવી હતી.
૧૯૫૦ – ભારતીય ચૂંટણી પંચની રચના કરવામાં આવી.
ભારતીય ચૂંટણી પંચ, ભારતમાં સઘળી ચૂંટણી પ્રક્રિયાઓ માટે આયોજન અને જવાબદારી ધરાવતું, બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત, સમવાયી સત્તાતંત્ર છે. બંધારણ માન્ય યોગ્ય સમયાંતરાલે, પંચની દેખરેખ હેઠળ, ભારતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું આયોજન થાય છે. ચૂંટણીપંચને ભારતની સંસદીય, રાજ્યના ધારાગૃહોની અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા છે. સ્થાનિક સરકાર/નગરપાલિકાઓ વગેરેની ચૂંટણીના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા રાજ્ય ચૂંટણીપંચ હસ્તક રહે છે.
ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે થયેલી, જે દિવસને પછીથી રાષ્ટ્રીય મતદાતા દિવસ‎ તરીકે ઉજવવામાં આવે છે.
૧૯૭૧ – હિમાચલ પ્રદેશ ભારતનું ૧૮મું રાજ્ય બન્યું.
હિમાચલ પ્રદેશ એ ભારત નું એક રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ રાજ્યનો લગભગ આખોય પ્રદેશ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી છવાયેલો છે. આ પર્વતોમાં બાકીના ભારતીયોને ઉનાળાના તાપથી બચાવતા વિવિધ પર્યટન સ્થળો આવેલાં છે. આ રાજ્યનું ક્ષેત્રફળ 21,495 sq mi (55,670 km2), જેટલું છે અને તેની સીમા ઉત્તરે જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ અને વાયવ્યે પંજાબ અગ્નિ દિશાએ હરિયાણા અને ઉત્તરાખંડ અને પૂર્વે તિબેટને સ્પર્શે છે.
હિમાચલ પ્રદેશ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે.  ૧૮૧૪-૧૮૧૬ના ગોરખા યુદ્ધ પછી બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર સત્તા પર આવી અને ત્યાં અંગ્રેજ શાસન સ્થપાયું. ભારતને સ્વાતંત્ર્ય મળ્યા બાદ ૧૯૫૦માં હિમાચલ પ્રદેશને કેંદ્રશાસિત પ્રદેશ બનાવાયું. ૧૯૭૧ના હિમાચલ પ્રદેશ કાયદા હેઠળ તેને રાજ્યનો દરજ્જો અપાયો અને તે ભારતનું ૧૮મું રાજ્ય બન્યું. આ રાજ્યના નામનો અર્થ "હિમાલયના ખોળામાં વસેલ રાજ્ય" એવો થાય છે. આ રાજ્યનું નામ કરણ આ રાજ્યના સંસ્કૃત પંડિત આચાર્ય દિવાકર દત્ત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.
૧૯૮૦ – મધર ટેરેસાને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
જન્મે આઞેજ઼ા ગોઞ્જે બોયાજિઉ, મધર ટેરેસા ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલ્બેનિયન રોમન કૅથલિક નન હતાં. 1950માં તેમણે ભારતના કોલકતા (કલકત્તા)માં ઠેકઠેકાણે ચૅરિટી મિશનરિઝની સ્થાપ્ના કરી હતી.સળંગ 45 વર્ષ સુધી તેમણે ગરીબ, માંદા, અનાથ અને મરણમથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચૅરિટી મિશનરિઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.
ભારત સરકારે ૧૯૬૨ માં મધર ટેરેસાને પહ્મ શ્રી એનાયત કરીને તેમનું પહેલવહેલું બહુમાન કર્યું હતું. એ પછીના દાયકાઓમાં પણ તેમને સતત ભારતીય ઍવોર્ડ એનાયત થતાં રહ્યાં હતાં. ૧૯૭૨માં તેમને આંતરરાષ્ટ્રીય સમજણ માટે જવાહરલાલ નેહરુ એવોર્ડ અને ૧૯૮૦ માં, ભારતનું સર્વોચ્ચ નાગરિક બહુમાન, ભારત રત્ન તેમને એનાયત કરવામાં આવ્યાં હતાં.
૧૯૯૬ – બિલી બેઈલી અમેરિકામાં ફાંસી પર લટકાવવામાં આવેલી છેલ્લી વ્યક્તિ બન્યા.
બિલી બેઈલી એક દોષિત ખૂની હતો જેને ૧૯૯૬ માં ડેલવેરમાં ફાંસી આપવામાં આવી હતી. તે ૧૯૬૫ પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં ફાંસી આપનાર ત્રીજો વ્યક્તિ બન્યો અને ૫૦ વર્ષમાં ડેલવેરમાં ફાંસી આપનાર પ્રથમ વ્યક્તિ બન્યો. ૨૦૨૨ સુધીમાં, તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફાંસી દ્વારા ફાંસી આપવામાં આવેલ છેલ્લો વ્યક્તિ છે.
૧૯૯૮ – લશ્કર-એ-તોયબા દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ગંડરબાલ નજીક વાંધામા ગંડરબાલ હત્યાકાંડ આચરવામાં આવ્યો જેમાં ચાર બાળકો, નવ મહિલાઓ અને ૧૦ પુરુષોની હત્યા સહિત ૨૩ કાશ્મીરી હિંદુઓની હત્યા કરવામાં આવી.
૧૯૯૮ વાંધામા ગંડરબાલ હત્યાકાંડ ૨૫ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયેલ હત્યાકાંડ હતો. લશ્કર-એ-તોયબા આંતકવાદી સંગઠનને આ હત્યાકાંડ માટે દોષી ઠેરવવામાં આવ્યું હતું.
વાંધામા ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ગંદેરબાલ નજીક આવેલું નાનું ગામ છે. આંતકવાદીઓ વડે યોજનાપૂર્વક કાશ્મીરી હિંદુઓની હત્યાઓ અને તેમની વિરુદ્ધ ધાકધમકીનું અભિયાન ચલાવાતા તેમનામાંથી મોટાભાગના લોકો જમ્મુ વિસ્તાર તરફ સ્થાયી થયા હતા.
ભારત સરકારે આ હત્યાકાંડને અંજામ આપવા માટે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને જવાબદાર ઠેરવ્યો છે.
અન્ય સુત્રો હિઝબુલ મુજાહિદ્દીનના અબ્દુલ હમીદ ગડાને દોષી ઠેરવે છે.  આમાં, હત્યાકાંડનો સમય શબ-એ-કદર, રમઝાન મહિનાની સૌથી પવિત્ર રાત્રિ, જ્યારે આસ્થાવાનો સવાર સુધી જાગતા રહે છે, સાથે એકરૂપ થવાનો હતો.  ત્યારબાદ ૨૦૦૦ માં ભારતીય સુરક્ષા દળો દ્વારા હમીદ ગડાને મારી નાખવામાં આવ્યો હતો.
૨૦૦૫ – ભારતના મહારાષ્ટ્રના મંથરાદેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૨૫૮ લોકોના મોત થયા.
આ મંદિર હિંદુઓમાં લોકપ્રિય છે જેઓ દર જાન્યુઆરીમાં દસ દિવસના સમયગાળામાં વાર્ષિક કાલુબાઈ જાત્રા તીર્થયાત્રા કરે છે.  મુખ્ય ઘટના એ પૂર્ણિમાના દિવસે ૨૪ -કલાક લાંબો ઉત્સવ છે જેમાં દેવીના દાનવોને પ્રાણીઓના બલિદાનનો સમાવેશ થાય છે જેમને તેણીએ મારી નાખ્યા હતા.  દેવીને પુરણ પોલી (એક મીઠાઈ) અને દહીં ભાતનો નિવડ આપવામાં આવે છે.  ધાર્મિક પ્રસંગમાં સામાન્ય રીતે ૩,૦૦,૦૦૦ થી વધુ ભક્તો આવે છે.  વાર્ષિક મેળો કાલેશ્વરી દેવીના સન્માનમાં છે, જેને શ્રદ્ધાળુઓ પ્રેમથી કાલુબાઈ કહે છે.
૨૦૦૫ માં તીર્થયાત્રા દરમિયાન નાસભાગમાં ૨૫૮ થી વધુ શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા.
અવતરણ/પૂણ્યતિથી
૧૮૬૩/૧૯૨૪ – રમાબાઈ રાનડે, ભારતીય સામાજીક કાર્યકર્તા
રમાબાઈ રાનડે ભારતીય સામાજીક કાર્યકર્તા અને ૧૯મી સદીના પ્રથમ મહિલા અધિકાર કાર્યકર્તાઓ પૈકી એક હતા. ૧૧ વર્ષની ઉંમરે તેમના લગ્ન એક પ્રતિષ્ઠિત ભારતીય વિદ્વાન અને સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયા. સામાજીક અસમાનતાના એ સમયમાં મહિલાઓને શિક્ષણ મેળવવાથી વંચિત રાખવામાં આવતા હતા. રમાબાઈએ પતિ મહાદેવ ગોવિંદ રાનડેના સહયોગ અને પ્રોત્સાહનથી લગ્ન બાદ લેખન-વાંચન શરૂ કર્યું. તેમની મૂળ ભાષા મરાઠીની સાથોસાથ બંગાળી અને અંગ્રેજી ભાષા શીખવા આકરી મહેનત કરી.
રમાબાઈ રાનડેનો જન્મ ૨૫ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના દેવરાષ્ટ્રે નામના ગામમાં થયો હતો. એ દિવસોમાં સ્ત્રી શિક્ષણ નિષેધ હોવાના કારણે તેમના પિતાએ તેમને શિક્ષિત કર્યા નહોતા. ૧૮૭૩માં ૧૧ વર્ષની ઉંમરે તેમના લગ્ન એક પ્રતિષ્ઠિત ભારતીય વિદ્વાન અને સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયા. તેમણે લગ્ન બાદ પરિવારની મહિલાઓના વિરોધ વચ્ચે પણ રમાબાઈને શિક્ષિત કરવાના પ્રયાસો શરૂ કર્યા તથા તેમને એક આદર્શ પત્ની અને સામાજિક તેમજ શૈક્ષણિક સુધારાઓમાં યોગ્ય સહાયિકા બનવામાં મદદ કરી. પતિના મજબૂત સમર્થન અને દૂરંદેશીતાથી રમાબાઈએ પોતાનું સમગ્ર જીવન મહિલાઓની આત્મનિર્ભરતા અને આર્થિક સ્વાતંત્ર્ય માટે સમર્પિત કરી દીધું.
૧૯૦૧માં જસ્ટીસ રાનડેના અવાસાન બાદ અડત્રીસ વર્ષની ઉંમરે તેઓ મુંબઈ છોડી પુણે ચાલ્યા ગયા. પતિના મૃત્યું બાદનું શેષ ૨૪ વર્ષનું જીવન તેમણે મહિલા શિક્ષણ, કાનૂની અધિકાર, સમાન દરજ્જા જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં વીતાવ્યું. મહિલાઓની સમસ્યાઓનું નિરાકરણ અને પીડિત મહિલાઓના પુનર્વસન માટે સેવા સદન જેવી સામાજિક સંસ્થાઓની સ્થાપના કરી. મહિલાઓને નર્સિંગના વ્યવસાયમાં પ્રવેશ માટે પ્રોત્સાહિત કરી.તા.૨૫ જાન્યુઆરી ૧૯૨૪ના રોજ તેમનું નિધન થયું હતું
૧૯૩૭/૨૦૧૬– પદ્મારાણી, ગુજરાતી અને હિન્દી ચલચિત્ર તથા રંગમંચ અભિનેત્રી 
પદ્મારાણીનો જન્મ ૨૫ જાન્યુઆરી, ૧૯૩૭ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં એક મહારાષ્ટ્રિયન પરિવારમાં થયો હતો. તેણીનો ઉછેર ગુજરાતના વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી ઊંચી પોળના કણબી વાડમાં થયો હતો. તેમના પિતા ભીમરાવ ભોસલે બેરિસ્ટર હતા અને તેમની માતા કમલાબાઈ રાણે ગોવાના વતની હતા. તેમના પરિવારને આર્થિક સંકટમાં મદદરૂપ થવા માટે તેમણે તથા તેમની નાની બહેન સરિતા જોશીએ રંગમંચ પર અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ વડોદરાના દાંડિયા બજારની ગોવિંદરાવ મધ્યવર્તી શાળામાંથી પૂર્ણ કર્યું હતું.
વડોદરાના રમણલાલ મૂર્તિવાલાના એક નાટકમાં તેમના તથા તેમની બહેનના અભિનયથી અરુણા ઈરાનીના પિતા ફરેદૂન ઈરાની પ્રભાવિત થયા હતા. તેઓ તેમને મુંબઈ લઈ ગયા. અઢાર વર્ષની ઉંમરે પદ્મારાણીએ જમીનદાર અને પારસી પરિવારના સભ્ય, અરુણા ઈરાનીના કાકા અને રંગમંચ દિગ્દર્શક નામદાર ઈરાની સાથે લગ્ન કર્યા હતા. તેઓની પુત્રી, ડેઈઝી ઈરાની પણ અભિનેત્રી છે. ડેઈઝી તેના લગ્ન પછી સિંગાપુર માં સ્થાયી થયા હતા.
પદ્મારાણીએ ફિલ્મોમાં અભિનય કર્યો તે પહેલાં, નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું, અને થિયેટર હંમેશા તેમને પ્રિય રહ્યું છે. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટેજ તેમના માટે ખાસ મહત્વ હતું, તેઓએ રવિવારે ફિલ્મો માટે શૂટ ક્યારેય કર્યું નહોતું, કારણ કે રવિવારે તેઓ સ્ટેજ પર કોઈ ને કોઈ નાટક માટે મુંબઈ માં હાજર જ હોય. તેમણે કુલ ૬,૦૦૦ નાટકના શો કર્યા છે. તેઓના ખુબ પ્રચલિત નાટકોમાં બા રીટાયર્ડ થાય છે, બા એ મારી બાઉન્ડ્રી, કેવડાના ડંખ, સપ્તપદી, ચંદરવો, ફાઈવ સ્ટાર આન્ટી અને વચન મુખ્ય છે. છેલ્લા થોડા દાયકાઓમાં તેમણે માતાની મુખ્ય ભૂમિકા ભજવી છે અને ઘણી વખત તેમને નિરુપા રોય સાથે સરખાવવામાં આવેલ છે. તેમનું છેલ્લું નાટક અમારી તો અરજી બાકી તમારી મરજી હતું. તેમણે ગુજરાતી નામાંકિત અભિનેતા અરવિંદ રાઠોડ સાથે અનેક નાટકોમાં કામ કર્યું છે. બા રીટાયર્ડ થાય છે, એ તેઓનું જાણીતું નાટક છે.
તેમણે ૨૦૦થી પણ વધુ ગુજરાતી ચલચિત્રોમાં કામ કર્યું હતું. પ્રથમ ફિલ્મ, ૧૯૬૧માં નરસૈયાની હુંડી હતી. તેના આગામી મોટી ફિલ્મ ૧૯૬૩માં આશા પારેખના મુખ્ય પાત્ર વળી ફિલ્મ, અખંડ સૌભાગ્યવતી હતી. તે સમયમાં તેઓના લગ્ન થયા. ગુજરાતી કવિ - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (ઉપનામ - કલાપી) ના જીવન પર આધારિત ફિલ્મ - કલાપીમાં (૧૯૬૬) સંજીવ કુમાર સાથે ભૂમિકામાં હતા. પાતળી પરમાર (૧૯૭૮ – ઉપેન્દ્ર ત્રિવેદી), ગંગાસતી (૧૯૭૯), લોહીની સગાઇ (૧૯૮૦), ભગત પેપાજી (૧૯૮૦ – પ્રખ્યાત કવિ ભગત પીપા ના જીવન પર આધારિત), કસુંબીનો રંગ, શામળશાહનો વિવાહ જેવી અનેક ફિલ્મોમાં તેઓએ અભિનય કર્યો છે.
તેમણે ગુજરાતી ફિલ્મો ઉપરાંત બોલીવુડની ફિલ્મોમાં પણ ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી છે પરિવાર (૧૯૬૮), વીર ઘટોત્કચ (૧૯૭૦), જય સંતોષી મા (૧૯૭૫), દિલ (૧૯૯૦), ઝાલિમ (૧૯૯૪) વગેરેમાં તેમની ભૂમિકા ખૂબ જ વખણાઈ છે.
તેમનુ નિધન તા.૨૫ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ થયું હતું.
Advertisement
Tags :
Advertisement

.