Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે ફરી એકવાર રાહુલ ગાંધી ED સમક્ષ થશે હાજર, કોંગ્રેસ કરશે વિરોધ

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. આ પહેલા પણ તેમની ત્રણ વખત પૂછપરછ થઈ ચૂકી છે. આ પહેલા 13, 14 અને 15 જૂને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રાહુલ ગાંધીના જવાબોથી સંતુષ્ટ નથી. મહત્વનું છે કે, 19 જૂને રાહુલ ગાંધીનો 52મો જન્મદિવસ હતો. આ દરમિયાન કોંગ્રેસે દેશભરમાં ED અને કેન્દ્ર સરકાર વિરુદ
આજે ફરી એકવાર રાહુલ ગાંધી ed સમક્ષ થશે હાજર  કોંગ્રેસ કરશે વિરોધ
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. આ પહેલા પણ તેમની ત્રણ વખત પૂછપરછ થઈ ચૂકી છે. આ પહેલા 13, 14 અને 15 જૂને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રાહુલ ગાંધીના જવાબોથી સંતુષ્ટ નથી. મહત્વનું છે કે, 19 જૂને રાહુલ ગાંધીનો 52મો જન્મદિવસ હતો. આ દરમિયાન કોંગ્રેસે દેશભરમાં ED અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ બદલાની રાજનીતિ કરી રહી છે.
રાહુલ ગાંધીને શુક્રવારે 17 જૂને રાહુલ ગાંધીને ચોથી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ રાહુલ ગાંધીએ EDને તેમની માતા સોનિયા ગાંધીની તબિયતને ટાંકીને 17 થી 20 જૂન સુધી પૂછપરછ માટે હાજર રહેવાથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. આને સ્વીકારીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસની તપાસમાં સામેલ થવા માટે 20 જૂને ફરીથી સમન્સ જારી કર્યું છે. મહત્વનું છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં ED અધિકારીઓએ રાહુલ ગાંધીની ત્રણ દિવસમાં (13, 14 અને 15 જૂન) લગભગ 30 કલાક પૂછપરછ કરવામાં આવી છે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આ પહેલા બુધવારે સતત ત્રીજા દિવસે EDએ રાહુલ ગાંધીની દિવસભર લગભગ 9 કલાક પૂછપરછ કરી હતી. તપાસ એજન્સી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને તેની માલિકીની કંપની યંગ ઈન્ડિયન સંબંધિત નિર્ણયોમાં રાહુલ ગાંધીની અંગત ભૂમિકા વિશે પૂછપરછ કરી રહી છે.
Advertisement

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 'યંગ ઈન્ડિયન'ની સ્થાપના, 'નેશનલ હેરાલ્ડ'ની કામગીરી અને કોંગ્રેસ દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ને આપવામાં આવેલી લોન અને મીડિયા સંસ્થામાં ફંડ ટ્રાન્સફર સંબંધિત 15-16 પ્રશ્નો રાહુલ ગાંધી સમક્ષ રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ભૂમિકા અને તેમનું વિગતવાર નિવેદન મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ 'યંગ ઈન્ડિયન'માં મુખ્ય શેરહોલ્ડર છે અને AJL અને નેશનલ હેરાલ્ડની બાબતોમાં મુખ્ય વ્યક્તિ છે. આ પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીને તેમના બેંક ખાતા, વિદેશી મિલકતો અને યંગ ઈન્ડિયન અને એસોસિએટ જર્નલ લિમિટેડને આપવામાં આવેલી લોન અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ ગાંધીએ પૂછપરછ દરમિયાન પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના સંપૂર્ણ જવાબ આપ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, યંગ ઈન્ડિયન કંપની નફો કરતી કંપની નથી અને કોઈ ડાયરેક્ટર આ કંપનીમાંથી વ્યક્તિગત રીતે નફો લઈ શકે તેમ પણ નથી. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા મોતીલાલ વોરા ખાતાઓમાંથી લેવડ-દેવડ સંબંધિત માહિતી રાખતા હતા. 
સૂત્રોનો એવો પણ દાવો છે કે, ઘણા ટેકનિકલ પ્રશ્નોના જવાબમાં રાહુલ ગાંધીએ મૌન સેવ્યું હતું અને એવું કહીને વાત મૂકવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ આ અંગે તેમના CAને પૂછશે અથવા માહિતી એકઠી કરશે. અધિકારીઓનું કહેવું છે કે, ત્રણ દિવસની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીના નિવેદનનું ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમના નિવેદનો A4 કદના કાગળ પર ટાઈપ કરવામાં આવે છે અને મિનિટ-મિનિટના આધારે બતાવવામાં આવે છે અને સહી કરવામાં આવે છે અને પછી તપાસ અધિકારીને સોંપવામાં આવે છે.
Tags :
Advertisement

.