Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજ મેરા ઘર ટૂટા હૈ, કલ તેરા ઘમંડ તૂટેગા- કંગનાનો જૂનો વીડિયો વાયરલ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે લોકો કંગના રનૌતનો જૂનો વીડિયો શેર કરી રહ્યાં છે. ટ્વિટર પર લોકો ઉદ્ધવ ઠાકરે પર કમેન્ટ કરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પર રાજકીય સંકટ વચ્ચે કંગના રનૌતનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે આજે ઉદ્ધવ ઠાકરેનું અભિમાન ખરેખર તૂટી ગયું છે. એક યુઝરે લખ્યું છે કે આ કંગના રનૌતનો શ્
આજ મેરા ઘર ટૂટા હૈ  કલ તેરા ઘમંડ તૂટેગા  કંગનાનો જૂનો વીડિયો વાયરલ
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે લોકો કંગના રનૌતનો જૂનો વીડિયો શેર કરી રહ્યાં છે. ટ્વિટર પર લોકો ઉદ્ધવ ઠાકરે પર કમેન્ટ કરી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પર રાજકીય સંકટ વચ્ચે કંગના રનૌતનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે આજે ઉદ્ધવ ઠાકરેનું અભિમાન ખરેખર તૂટી ગયું છે. એક યુઝરે લખ્યું છે કે આ કંગના રનૌતનો શ્રાપ છે. BMCએ મુંબઈમાં કંગના રનૌતની ઓફિસ તોડી તે વખતે કંગના રનૌત ખૂબ ગુસ્સે થઈ હતી. ત્યાર બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા. જેમાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સંજય રાઉત સાથેની તેમની 'વાક-યુદ્ધ' પણ ચર્ચામાં રહ્યું હતું. હવે લોકો કંગનાનો જૂનો વીડિયો વાયરલ કરીને મજા લઇ રહ્યાં છે.  
Advertisement

જાણો કંગના રનૌતે શું કહ્યું  
કંગના રનૌતે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે, તમને શું લાગે છે, તમે ફિલ્મ માફિયાઓ સાથે મળીને મારું ઘર તોડીને મારી સામે બદલો લીધો છે. આજે મારું ઘર તૂટ્યું, કાલે તમારું અભિમાન તૂટશે. કંગનાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં લખવામાં આવ્યું છે કે, આપણા ઈતિહાસમાં લખાયેલું છે કે, જે કોઈ મહિલાનું અપમાન કરે છે, તેનું પતન નક્કી થઈ જાય છે. 
2020નો વિડિયો વાયરલ 
કંગનાએ પહેલેથી જ આગાહી કરી હતી, કર્મનું ચક્ર કોઈને છોડતું નથી... જેમ કે લોકો કૅપ્શન સાથે કંગના રનૌતના વીડિયો વાયરલ કરી રહ્યા છે. આ વીડિયો 9 સપ્ટેમ્બર 2020નો છે. તે સમયે મુંબઈમાં કંગનાની નવી આલીશાન ઓફિસ પર BMCનું બુલડોઝર દોડી ગયું હતું. તે સમયે કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હવે આ વીડિયો મળ્યા બાદ લોકો કંગનાના ઈન્સ્ટા પર કોમેન્ટ કરી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરેનું અભિમાન તૂટી ગયું છે. તમારી ભવિષ્યવાણી સાચી પડી છે.
Tags :
Advertisement

.