Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે ઉજવવામાં આવે છે વિશ્વ કાચબા દિવસ, જાણો આ દિવસનો ઈતિહાસ અને ઉદ્દેશ

દર વર્ષે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસનું આયોજન કરવામાં આવે છે. આ દિવસના આયોજનનો હેતુ લોકોને કાચબા અને તેમના રહેઠાણ વિશે જાગૃત કરવાનો છે.શું છે ઉદ્દેશ?મહત્વનું છે કે, સમગ્ર વિશ્વમાં 23 મે 2014ના રોજ પ્રથમ વખત વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાચબા તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમને બચાવવા માટેના માનવતાવાદી પ્રયાસોને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજે ઉજવવામાં આવે છે વિશ્વ કાચબા દિવસ  જાણો આ દિવસનો ઈતિહાસ અને ઉદ્દેશ
દર વર્ષે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસનું આયોજન કરવામાં આવે છે. આ દિવસના આયોજનનો હેતુ લોકોને કાચબા અને તેમના રહેઠાણ વિશે જાગૃત કરવાનો છે.
શું છે ઉદ્દેશ?
મહત્વનું છે કે, સમગ્ર વિશ્વમાં 23 મે 2014ના રોજ પ્રથમ વખત વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાચબા તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમને બચાવવા માટેના માનવતાવાદી પ્રયાસોને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકન ટર્ટલ રેસ્ક્યુ (ATR)એ સૌપ્રથમ 1990 માં વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું અને ત્યારથી દર વર્ષે આ દિવસને ઉજવવામાં આવે છે. 
શું છે ઈતિહાસ?
આ પ્રાણી 200 મિલિયન વર્ષો પહેલા ડાયનાસોરના સમયથી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે. વિશ્વમાં કાચબાની કુલ 300 પ્રજાતિઓ છે, જેમાંથી 129 પ્રજાતિઓ જોખમમાં છે. તેઓ વિશ્વના સૌથી જૂના સરિસૃપ જૂથોમાંના એક છે, જે સાપ અને મગર કરતાં જૂના છે.
મહત્વનું છે કે, કાચબા મીઠા પાણી અથવા ખારા પાણી બંનેમાં રહી શકે છે. ભારતમાં કાચબાની કુલ પાંચ પ્રજાતિઓ છે, જે છે ઓલિવ રિડલી, ગ્રીન ટર્ટલ, લોગરહેડ, હોક્સબિલ અને લેધરબેક. IUCN રેડ લિસ્ટમાં 'હૉક્સબિલ' કાચબાને 'ક્રિટિકલી એન્ડેન્જર્ડ' અને ગ્રીન ટર્ટલ 'એન્ડેન્જર્ડ' તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. જીવવિજ્ઞાનીઓના મતે, કાચબા એટલા લાંબા સમય સુધી જીવી શકે છે કારણ કે તેમનું કવચ તેમને રક્ષણ પૂરું પાડે છે. આ સંસ્થાએ યુવાનો અને પુખ્ત વયના લોકોને કાચબાને બચાવવા માટે કેટલીક ટિપ્સ આપી હતી, જેમાંથી કેટલીક છે. જ્યાં સુધી કાચબા ઘાયલ અથવા બીમાર ન હોય ત્યાં સુધી તેને તેના કુદરતી રહેઠાણમાંથી બહાર ન લાવવો જોઈએ. પાલતુ સ્ટોર્સમાંથી કાચબા ખરીદશો નહીં કારણ કે આ તેમની માંગમાં વધારો કરશે.
કાચબાઓને લોકડાઉનથી મળી રાહત
છેલ્લા કેટલાક વર્ષોમાં કાચબા દેખાવાનું બંધ થઈ ગયું હતું. જોકે, કોરોનાના કારણે કાચબાની દરિયાઈ પ્રજાતિઓ લોકડાઉનમાં દરિયા કિનારે આરામથી જીવી શકી. ઉનાળામાં દરિયાકિનારા પર એટલી ભીડ હોય છે કે કાચબાઓ માત્ર ડરના કારણે બહાર નીકળી શકતા નથી. કોરોનાના કારણે કોઈ ક્યાંય જઈ શકતું ન હોવાથી કાચબાઓ પણ સ્વતંત્ર જીવન જીવવા સક્ષમ બન્યા હતા. કાચબાનો ધંધો પણ ઘટી ગયો છે.
Advertisement
Tags :
Advertisement

.