આજે છે વિશ્વ શરણાર્થી દિવસ, કેમ ઉજવવામાં આવે છે અને શું છે આ વર્ષની થીમ
વિશ્વ શરણાર્થી દિવસ દર વર્ષે 20 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં શરણાર્થીઓની પરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. યુદ્ધ, અત્યાચાર, સંઘર્ષ અને હિંસાના પડકારોને કારણે તેમના દેશ છોડવા માટે મજબૂર થયેલા લોકોની હિંમત, શક્તિ અને નિશ્ચય પ્રત્યે આદર વ્યક્ત કરવા દર વર્ષે 20 જૂનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ શરણાર્થીઓની દુર્દશા તરફ ધ્યાન દોરવા અને શરણ
વિશ્વ શરણાર્થી દિવસ દર વર્ષે 20 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં શરણાર્થીઓની પરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. યુદ્ધ, અત્યાચાર, સંઘર્ષ અને હિંસાના પડકારોને કારણે તેમના દેશ છોડવા માટે મજબૂર થયેલા લોકોની હિંમત, શક્તિ અને નિશ્ચય પ્રત્યે આદર વ્યક્ત કરવા દર વર્ષે 20 જૂનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ શરણાર્થીઓની દુર્દશા તરફ ધ્યાન દોરવા અને શરણાર્થીઓની સમસ્યાઓ ઉકેલવા માટે ઉજવવામાં આવે છે.
યુનાઈટેડ નેશન્સ આ દિવસની ઉજવણી શરણાર્થીઓને સન્માન આપવા માટે કરે છે જેમને તેમના ઘરની બહાર રહેવાની ફરજ પડી હતી. શરણાર્થી તેને કહેવામાં આવે છે જેમને યુદ્ધ, સતાવણી, આફત, પૂર, સંઘર્ષ, રોગચાળો, સ્થળાંતર, હિંસા જેવા કોઈપણ કારણોસર એક સ્થાન છોડીને બીજી જગ્યાએ જવાની ફરજ પડે છે. ડિસેમ્બર 2000માં, યુનાઈટેડ નેશન્સે 20 જૂનને વિશ્વ શરણાર્થી દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું. ત્યારથી, વિશ્વ શરણાર્થી દિવસ દર વર્ષે 20 જૂને ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ માટે એક સંસ્થા પણ બનાવવામાં આવી છે, જેનું નામ યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) છે, જે વિશ્વભરના શરણાર્થીઓને મદદ કરવાનું કામ કરે છે.
કોણ હોય છે શરણાર્થી
શરણાર્થી તેને કહેવામાં આવે છે જેઓ યુદ્ધ, અત્યાચાર, આતંકવાદ અથવા કોઈપણ આફતને કારણે બધું છોડીને બીજા દેશમાં જવા માટે મજબૂર થાય છે, જ્યાંથી તેમના પોતાના દેશવાસીઓ તેમની પાસેથી આશ્રય છીનવી લે છે, જેના કારણે તેઓ બધું ગુમાવી તેમના પૂરા પરિવારની સાથે બીજા દેશમાં આવવા મજબૂર બની જાય છે, જ્યાં તેમણે શરૂઆતથી જ પોતાનું ઘર બનાવવાની કવાયત શરૂ કરવી પડે છે, જેના કારણે તેમનું જીવન ખૂબ જ મુશ્કેલ બને છે.
શરણાર્થી દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
યુનાઈટેડ નેશન્સે વર્ષ 2000માં આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી, ત્યારથી આજદિન સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનું મુખ્ય કારણ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું છે, આમાં લોકોની હિંમત, સંકલ્પ અને તેમની હિંમત વધારવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આજે પણ એવા કરોડો લોકો છે જેઓ પોતાના ઘરથી બેઘર થઈ ગયા છે અને અન્ય શહેરોમાં રહેવા મજબૂર બન્યા છે. આવા લોકો આપણને જ પૂછે છે કે અમારા દેશની હાલત ક્યારે સુધરશે અને આવી સ્થિતિમાં અમે અમારા ઘરે ક્યારે પહોંચીશું.
આ પણ વાંચો - પોતે તડકો સહન કરી છાયો આપે તે છે પિતા
Advertisement