Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે વર્લ્ડ MSME દિવસ, જાણો આજના દિવસનો ઇતિહાસ

વિશ્વ MSME દિવસ 2022 એટલે કે વિશ્વ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ દિવસ દર વર્ષે 27મી જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનો હેતુ લોકોને MSME વિશે જાગૃત કરવાનો અને લોકોને તેના મહત્વ વિશે જણાવવાનો છે. દેશની અર્થવ્યવસ્થા અને વૃદ્ધિ દર વધારવામાં MSMEના યોગદાનની પ્રશંસા કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ.સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોà
આજે વર્લ્ડ msme દિવસ  જાણો આજના દિવસનો ઇતિહાસ

વિશ્વ MSME દિવસ 2022 એટલે કે વિશ્વ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ દિવસ દર વર્ષે 27મી જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનો હેતુ લોકોને MSME વિશે જાગૃત કરવાનો અને લોકોને તેના મહત્વ વિશે જણાવવાનો છે. દેશની અર્થવ્યવસ્થા અને વૃદ્ધિ દર વધારવામાં MSMEના યોગદાનની પ્રશંસા કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ.

Advertisement

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના અમલીકરણમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના યોગદાનને ઓળખવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વમાં 60-70 ટકા લોકોને રોજગારી આપતું ક્ષેત્ર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સ્ત્રોત છે.
વર્ષ 2017માં ઉજવણીની થઈ શરૂઆત  
એપ્રિલ 2017માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પસાર કરાયેલા ઠરાવને પગલે યુનાઈટેડ નેશન્સે 27 જૂનને સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના દિવસ તરીકે નિયુક્ત કર્યા. મે 2017માં 'એન્હાન્સિંગ નેશનલ કેપેસિટીઝ ફોર અનલીશિંગ ફુલ પોટેન્શિયલ ઑફ MSMEs ઇન એચીવિંગ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ' નામનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો.
કોરોનાની અસર 
કોવિડ-19 દરમિયાન 136 દેશો પર થયેલી અસરો અંગેના ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરના સર્વેમાં જાણવા મળ્યું છે કે કોવિડની અસરોને કારણે 62 ટકા મહિલાઓની આગેવાની હેઠળના વ્યવસાયો અટકી ગયા છે. પુરુષોની આગેવાની હેઠળના વ્યવસાયને ઓછી અસર થઈ હતી.
ભારત સરકાર સતત કાર્યરત 
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે, ભારત સરકારે અનેક પ્રકારની સહાયની જાહેરાત કરી છે. જેથી દેશમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળી શકે. મહિલાઓ નાના પાયાના ઉદ્યોગોમાં સક્રિય ભાગ લઈ રહી છે. કારણ કે તે નાની જગ્યાઓ અને ઓછા ખર્ચે શરૂ કરી શકાય છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને યુનાઈટેડ નેશન્સ મળીને ભારતના લોકોને સબસિડી આપે છે.
થીમ
આ વર્ષે, MSME દિવસ "સ્થિતિસ્થાપકતા અને પુનઃનિર્માણ: ટકાઉ વિકાસ માટે MSMEs" ની થીમ હેઠળ મનાવવામાં આવી રહ્યો છે.
Tags :
Advertisement

.